તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Bullet's Royal Journey To Be Completed In 2000, Siddharth Lal Changed The Story In 2 Years And Raised Rs 48 To Rs 2,674 Per Share.

રોયલ જર્ની:2000માં પૂરી થઈ જવાની હતી બુલેટની રોયલ જર્ની, સિદ્ધાર્થ લાલે 2 વર્ષમાં બદલી નાખી વાર્તા અને 48 રૂપિયાનો શેર 2,674 પર પહોંચાડ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સદીઓથી આપણે બુલેટ માટે લોકોની દીવાનગી જોતા આવ્યા છીએ. યંગસ્ટર્સમાં બુલેટની ડિમાન્ડ વર્ષોવર્ષથી અકબંધ રહી છે. આજે પણ બુલેટ નીકળે અને અવાજ આવે ત્યારે રસ્તા પર બેઠેલા લોકોની નજર એકવાર તો આ બાઇક પર મંડાઈ જ જતી હોય છે. થોડા સમયમાં જ 2021 રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350 લોન્ચ થવા જઈ રહી છે. રોયલ એન્ફિલ્ડની બનાવેલી આવી બાઇક્સ તો તમે રસ્તા પર દોડતી ઘણીવાર જોઈ હશે પણ રોયલ એન્ફિલ્ડની રોયલ જર્ની વિશે ભાગ્યે જ જાણ હશે. આ કંપની માટે એક સમય તો એવો આવ્યો હતો કે કંપની બંધ કરવી પડે એમ હતી. તો પછી કોણ છે આ કંપનીને ઊંચે લઈ આવનાર વ્યક્તિ?

તે વ્યક્તિનું નામ સિદ્ધાર્થ લાલ છે. ગયા અઠવાડિયે ફરી એકવાર તેમને આયશર મોટર્સના MD બનાવવામાં આવ્યા છે. તેમની સફળ થવાની જર્વી ખરેખર પ્રેરણાદાયક છે. તેમજ, રોયલ એન્ફિલ્ડની જર્ની પણ એકદમ રોમાંચક છે. ચાલો આ સંપૂર્ણ જર્ની ગ્રાફિક્સ દ્વારા જાણીએ...

ફોકસ એરિયા બદલાયો
જાન્યુઆરી 2004માં સિદ્ધાર્થે આયશર મોટર્સના CEOનું પદ સંભાળ્યું ત્યારે તેનું ગ્રુપ 15 વ્યાપારીઓ સાથે જોડાયેલું હતું. તેમણે 13 પ્રકારના વ્યવસાય બંધ કર્યા અને બધા પૈસા અને ધ્યાન રોયલ એન્ફિલ્ડ અને ટ્રક પર લગાવ્યું.

કઠોર નિર્ણયના કારણે સફળતા મળી
સિદ્ધાર્થે રોયલ એન્ફિલ્ડની કમાન સંભાળતા જ જયપુરનો નવો એન્ફિલ્ડ પ્લાન્ટ બંધ કર્યો. ડીલર ડિસ્કાઉન્ટ પૂરું કરી દીધું. એન્ફિલ્ડની લોકપ્રિયતા વધારવા માટે રિટેલ આઉટલેટ્સ અને માર્કેટિંગ પર ધ્યાન આપ્યું. એવા આઉટલેટ્સ શરૂ કર્યા જેની પર ગ્રાહકોને સારો અનુભવ મળી શકે. તેમણે હાર્લી ડેવિડસનના પૂર્વ મેનેજર રોડ રોપ્સને નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ બનાવ્યા. ડુકાટીની ડિઝાઇન ટીમના પીરે ટેર્બ્લાચને લાવવામાં આવ્યા. સિદ્ધાર્થ ટ્રાયમ્ફના હેડ એન્જિન્સ જેમ્સ યંગ અને પ્રોડક્ટ પ્લાનિંગ એન્ડ સ્ટ્રેટેજી હેડ સાઇમન વોરબર્ટનને પણ સાથે લાવ્યા અને સફળતાની નવી વાર્તા લખી નાખી.

અન્ય સમાચારો પણ છે...