ઇ-કાર / બાળકો માટે બુગાટીએ નવી મિનિ ઇલેક્ટ્રિક કાર બનાવી, કિંમત ₹26 લાખ!

X

  • બુગાટી બેબી IIની પ્રારંભિક કિંમત લગભગ 26 લાખ રૂપિયા છે, તેના માત્ર 500 મોડેલ્સ જ વેચવામાં આવશે
  • તેનું ટોપ વેરિઅન્ટ બહુ પાવરફુલ, આ 6 સેકંડમાં 0-100Kmphની ઝડપે પહોંચી જાય છે

દિવ્ય ભાસ્કર

Jul 28, 2020, 03:23 PM IST

લક્ઝરી કાર મેકર કંપની બુગાટીએ લંડનની લિટલ કાર કંપની સાથે મળીને બાળકો માટે એક મિનિ ઇલેક્ટ્રિક બુગાટી બનાવી છે. કંપનીએ તેને બુગાટી બેબી II નામ આપ્યું છે અને તેની પ્રારંભિક કિંમત 35 હજાર ડોલર એટલે કે લગભગ 26 લાખ રૂપિયા છે. વિશ્વભરમાં તેના માત્ર 500 મોડેલ જ વેચવામાં આવશે. આ કારને એક સદી પહેલાં બનાવવામાં આવેલી બુગાટી બેબીનો મોડર્ન અવતાર પણ કહેવામાં આવી રહ્યો છે. કંપનીએ આ કારને વર્ષ 2019ના જીનેવા મોટર શોમાં રજૂ કર્યા બાદ તેનું વેચાણ શરૂ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. પરંતુ રોગચાળાને કારણે આ પ્લાન પોસ્ટપોન કરવામાં આવ્યો. બુગાટીએ તાજેતરમાં જ ઓફિશિયલી આ વિશે જાહેરાત કરી.

બુગાટી બેબી વર્ષ 1926માં બનાવવામાં આવી હતી
વર્ષ1926માં એડ્ડોર બુગાટી તેમના સૌથી નાના દીકરા માટે એક કાર બનાવવા માગતા હતા. તેથી, તેમણે ફેમસ બુગાટી ટાઇપ 35 રેસિંગ કાર સાથે મેળ ખાતું હાફ સાઇઝ મોડેલ બનાવ્યું. જો કે, તે સમયે કંપનીએ માત્ર એક જ મોડેલ તૈયાર કર્યું હતું. પરંતુ આ બેબી બુગાટી કાર ગ્રાહકોને એટલી પસંદ આવી કે કંપનીએ લગભગ 500 બીજા મોડેલ તૈયાર કર્યા હતા.

નવી બુગાટી બેબી II ઓરિજિનલ બુગાટી બેબી કરતાં થોડી મોટી છે. આ એક સાચી બુગાટી ટાઇપ 35ની સાઇઝના 75% છે. ઓરિજિનલ બુગાટી બેબીને 8 વર્ષની ઉંમરના બાળકો માટે બનાવવામાં આવી હતી. પરંતુ નવી બુગાટી બેબી II ઇલેક્ટ્રિક કારને 14 વર્ષ અથવા તેના કરતા વધારે ઉંમરના બાળકો પણ ચલાવી શકશે.

બુગાટી બેબી II ત્રણ વેરિઅન્ટમાં અવેલેબલ
આ વખતે કંપનીએ તેને ઇલેક્ટ્રિક વર્ઝનમાં રજૂ કરી છે. બુગાટી બેબી II ત્રણ વેરિઅન્ટમાં અવેલેબલ છે. બેઝ મોડેલમાં બે ડ્રાઇવિંગ મોડ આપવામાં આવ્યા છે. નોવિસ મોડમાં કાર કલાક દીઠ 19 કિમીની ઝડપ પકડી શકશે, જ્યારે એક્સપર્ટ મોડમાં આ કલાક દીઠ 48 કિમીની ઝડપે દોડી શકે છે.

ટોપ વેરિઅન્ટની કિંમત 50 લાખ રૂપિયા
જો કે, તેના Vitesse અને Pur Sang વેરિઅન્ટમાં વધારે ઝડપ મળે છે. તેના વેરિઅન્ટની કિંમત અનુક્રમે $50000 (લગભગ 37.37 લાખ રૂપિયા) અને $68000 (લગભગ 50 લાખ રૂપિયા) છે. બંને હાઇ સ્પીડ સાથે આવે છે.

આ સાથે તે કલાક દીઠ 67 કિમી ઝડપે પણ પહોંચી શકે છે. જો કે, તે રાઇડરના વજન પર આધાર રાખે છે. તેને કલાક દીઠ 0થી100 કિમીની ઝડપે પહોંચવામાં ફક્ત 6 સેકંડનો સમય લાગે છે. આ વધારે પાવરફુલ વેરિઅન્ટ, મોટા બેટરી પેક સાથે જે એકવાર ફુલ ચાર્જ થયા બાદ 50 કિમી સુધી ચાલી શકે છે. આ બે પ્રીમિયમ વેરિઅન્ટના ખરીદાર બુગાટી ચિરોન પર અવેલેબલ તમામ કલર્સમાં પોતાનો મનપસંદ કલર પણ કરાવી શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી