ન્યૂ પ્રોજેક્ટ / હવે BSNL ઇલેક્ટ્રિક ગાડીઓને ચાર્જ કરવા 5,000 ચાર્જિંગ સ્ટેશન ખોલશે

BSNL will open 5,000 charging stations for charging electric vehicles

Divyabhaskar.com

Jan 14, 2020, 09:30 AM IST

ઓટો ડેસ્કઃ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના પ્રયોગ સાથે તેના ચાર્જિંગ સ્ટેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ સારું બનાવવા પ્રયાસો થઈ રહ્યાં છે. ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી ચાર્જ કરવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવનારી કંપની EVI ટેક્નોલોજીઝે તાજેતરમાં જ જણાવ્યું હતું કે, તેણે બેટરી ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) સાથે કરાર કર્યો છે.

આ બંને કંપનીઓ વચ્ચે 10 વર્ષનો કરાર થયો છે. આ કરાર હેઠળ EVIT દેશભરમાં BSNLના 5,000થી વધુ સ્થળોએ બેટરી ચાર્જ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવશે. તેમાં બેટરી ચેન્જ કરવાની સાથે બેટરી ચાર્જ કરવાની સુવિધા પણ મળશે. કંપનીએ એક કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, આ કરાર હેઠળ EVIT પ્રારંભિક તબક્કે રોકાણ પોતે જ કરશે. તેમાં બેટરી ચાર્જિંગની સુવિધા અને તેમાં આવતી સમસ્યાનું સમાધાન પણ કરવામાં આવશે.

આ ઉપરાંત, EVIT કંપની BSNL સાથે કરાર કરીને બેટરી ચાર્જિંગ સુવિધાઓ માટે લોકેશન અને વિજળી કનેક્શનની સુવિધા આપશે. BSNL કંપનીનું કહેવું છે કે, તેમની આ પહેલથી સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળશે અને કાર્બન ઉત્સર્જન ઓછું થશે. આ કરાર હેઠળ પહેલું ચાર્જિંગ સ્ટેશન આવતા મહિને મહારાષ્ટ્ર અને હરિયાણામાં ખોલવાનું પ્લાનિંગ છે.

X
BSNL will open 5,000 charging stations for charging electric vehicles

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી