ન્યૂ લોન્ચ / Yamaha FZ 25 અને FZS 25 બાઇક્સનાં BS6 મોડેલ લોન્ચ થયાં, પ્રારંભિક કિંમત 1.52 લાખ રૂપિયા

X

  • Yamaha FZ 25ની કિંમત જૂનાં મોડેલ કરતાં 15 હજાર રૂપિયા વધારે, Yamaha FZS 25 BS4 મોડેલ કરતાં 5 હજાર રૂપિયા મોંઘી
  • બાઇક્સ ત્રણ કલર ઓપ્શન પ્લેટિના ગ્રીન, વ્હાઇટ વર્મિલિયન અને ડાર્ક મેટ બ્લુમાં અવેલેબલ

દિવ્ય ભાસ્કર

Jul 28, 2020, 03:12 PM IST

દિલ્હી. યામાહાએ તેની બે બાઇક FZ 25 અને FZs 25નાં BS6 કમ્પ્લાયન્ટ મોડેલ લોન્ચ કરી દીધાં છે. BS6 Yamaha FZ 25ની કિંમત 1.52 લાખ રૂપિયા છે, જે BS4 મોડેલ કરતાં આશરે 15 હજાર રૂપિયા વધારે છે. BS6 Yamaha FZS 25ની કિંમત 1.57 લાખ રૂપિયા છે, જે તેનાં BS4 મોડેલ કરતાં 5 હજાર રૂપિયા મોંઘી છે. બંને અપડેટેડ બાઇક્સ 10 હજાર રૂપિયામાં બુક કરી શકાય છે.

ત્રણ કલર ઓપ્શનમાં અવેલેબલ
BS6 FZ 25 અને FZS 25 બાઇક્સ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શોકેસ થયા હતાં. તેનું વેચાણ એપ્રિલ મહિનાથી શરૂ થવાનું હતું. પરંતુ કોરોના વાઇરસને કારણે તેનું લોન્ચિંગ પોસ્ટપોન કરવામાં આવ્યું. યામાહા FZ 25 બાઇક મેટાલિક બ્લેક અને રેસિંગ બ્લુ કલરમાં આવે છે. તેમજ, FZS 25 ત્રણ કલર ઓપ્શનમાં અવેલેબલ છે, જેમાં પ્લેટિના ગ્રીન, વ્હાઇટ વર્મિલિયન અને ડાર્ક મેટ બ્લુ કલર સામેલ છે.

એન્જિન ડિટેલ્સ
યામાહાની આ બંને બાઇક્સમાં ફ્યુલ ઇન્જેક્ટેડ ટેક્નોલોજી સાથે BS6 કમ્પ્લાયન્ટ 249ccનું એર કૂલ્ડ SOHC 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 8,000rpm પર 20.8ps પાવર અને 6,000rpm પર 20.1Nm ટોર્ક જનરેટ કરે છે. યામાહાની આ બંને બાઇક્સ ડ્યુઅલ ચેનલ ABSથી સજ્જ છે. FZ 25નું વજન 153 કિલો અને FZS 25નું વજન 154 કિલો છે.

ફીચર્સ
આ અપડેટેડ મોડેલ્સમાં મલ્ટિ ફંક્શન નેગેટિવ LED ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, LED DRL, ક્લાસ D બાય ફંક્શનલ LED હેડલેમ્પ, અંડર કાઉલિંગ અને એન્જિન કટ ઓફ સ્વીચ સાથે સાઇડ સ્ટેન્ડ વગેરે ફીચર્સ આપવામાં આવ્યાં છે. FZS-25માં લોન્ગ વાઇઝર, હેન્ડલ ગ્રિપ્સ પર બ્રશ ગાર્ડ્સ અને ગોલ્ડ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે.

સૌથી સસ્તી 250cc બાઇક
યામાહાની આ બંને બાઇક્સમાં ભાવવધારો થયા બાદ પણ તે હજી સૌથી સસ્તી 250cc બાઇક છે. તેને ટક્કર આપતી બજાજ ડોમિનાર 250ની કિંમત 1.60 લાખ રૂપિયા છે. તેમજ, સુઝુકી Gixxer 250 અને સુઝુકી Gixxer SF250ની કિંમત અનુક્રમે 1.65 લાખ રૂપિયા અને 1.76 લાખ રૂપિયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી