ન્યૂ લોન્ચ:સુઝુકી Gixxer 250 અને Gixxer SF 250 બાઇક્સનું BS6 મોડેલ લોન્ચ થયું, પ્રારંભિક કિંમત ₹1.63 લાખ

દિલ્હી3 વર્ષ પહેલા

સુઝુકીએ BS6 કમ્પ્લાયન્ટ Gixxer 250 અને Gixxer SF 250 બાઇક્સ લોન્ચ કરી દીધી છે. Suzuki Gixxer 250 BS6ની કિંમત 1.63 લાખ રૂપિયા અને Suzuki Gixxer SF 250 BS6 મોડેલની કિંમત 1.74 લાખ રૂપિયા છે. તેમજ, Gixxer SF 250 MotoGP એડિશનની કિંમત હવે 1.75 લાખ રૂપિયા થઈ ગઈ છે. BS4 મોડેલ કરતાં BS6 Gixxer 250ની કિંમતમાં 3.400 રૂપિયા અને BS6 Gixxer SF 250ની કિંમતમાં 3 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. Gixxer 250 નેકેડ સ્ટ્રીટફાઇટર જ્યારે Gixxer SF 250 ફુલ ફેર્ડ બાઇક છે.

એન્જિન ડિટેલ્સ

સુઝુકીની આ બંને બાઇક્સમાં 249 cc, સિંગલ સિલિન્ડર 4 સ્ટ્રોક SOHC એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 9300 rpm પર 26 bhp પાવર અને 7300 rpm પર 22. 2 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. BS6 એન્જિનનું આઉટપુટ BS4 મોડેલ જેટલું જ છે.

ફીચર્સ

એન્જિનને BS6માં અપગ્રેડ કરવા સિવાય સુઝુકીએ આ બંને બાઇક્સમાં અન્ય કોઈ મોટો ફેરફાર નથી કર્યો. બાઇક્સનો લુક પહેલા જેવો જ છે. બાઇક્સ LED હેડલેમ્પ, ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ, ક્રોમ ટિપ્ડ ડ્યુઅલ પોર્ટ મફલર, સ્પ્લિટ સીટ્સ અને ડ્યુઅલ ચેનલ ABS જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

ઇન્ડિયન માર્કેટમાં આ બાઇક્સને ટક્કર આપશે

Gixxer SF 250ને ટક્કર આપવા માટે માર્કેટમાં બીજી કોઈ બાઇક નથી. જ્યારે Gixxer 250ની ટક્કર યામાહા FZ25 અને બજાજ ડોમિનાર સાથે થશે. સુઝુકીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલા ઓટો એક્સપોમાં આ બાઇક્સ રજૂ કરી હતી. કંપની આ મોડેલ્સને માર્ચમાં લોન્ચ કરવાની હતી. પરંતુ કોરોના વાઇરસના કારણે આ બાઇક્સની લોન્ચિંગ પોસ્ટપોન કરવામાં આવી હતી.