ન્યૂ લોન્ચ:કાવાસાકી નિન્જા 1000SX બાઇકનું BS6 મોડેલ લોન્ચ થયું, કિંમત 10.79 લાખ રૂપિયા

દિલ્હી3 વર્ષ પહેલા

કાવાસાકીએ ઇન્ડિયન માર્કેટમાં નવી Ninja 1000SX બાઇક લોન્ચ કરી છે. 2020 Ninja 1000SX BS6ની કિંમત 10.79 લાખ રૂપિયા રાખવામાંઆવી છે. જૂનાં મોડેલ કરતાં નવી બાઇકની કિંમત 50 હજાર રૂપિયા વધારે છે. નવી બાઇક બે કલર ઓપ્શનમાં માર્કેટમાં ઉતારવામાં આવી છે, જેમાં મેટાલિક ગ્રેફાઇટ ગ્રે/મેટાલિક ડા.બ્લો બ્લેક અને મેટાલિક ગ્રેફાઇટ ગ્રે/એમરલ્ડ બ્લેઝ્ડ ગ્રીન કલર સામેલ છે. નવી નિન્જા 1000SXમાં અપડેટેડ એન્જિન અને પહેલાં કરતાં પણ એડવાન્સ્ડ ફીચર્સ આપવામાં આવ્યાં છે.

એન્જિન ડિટેલ્સ

કાવાસાકી નિન્જા 1000SXમાં BS6 કમ્પ્લાયન્ટ 1,043cc, લિક્વિડ કૂલ્ડ, 4 સ્ટ્રોક ઇન લાઇન 4 સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 10,000 rpm પર 142 PS પાવર અને 8,000 rpm પર 111 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ ટ્રાન્સમિશનથી સજ્જ છે. તેમાં ચાર રાઇડિંગ મોડ્સ સ્પોર્ટ, રોડ, રેન અને રાઇડ મળે છે.

ફીચર્સ

કાવાસાકી નિન્જા 1000SX સ્પોર્ટ્સ ટૂરર બાઇક છે. તેમાંનવી LED હેડલાઇટ, સિંગલ સાઇડ એક્ઝોસ્ટ, 4.3 ઇંચનું TFT ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ અને એપના માદ્યમથી સ્માર્ટફોન કનેક્ટિવિટી જેવાં ફીચર્સ આપવામાં આવ્યાંછે. આ ઉપરાંત, આ પ્રીમિયમ બાઇકમાં 3 મોડ ટ્રેક્શન કન્ટ્રોલ, કાવાસાકી કોર્નરિંગ મેનેજમેન્ટ ફંક્શન, કાવાસાકી ઇન્ટેલિજન્ટ ABS અને કાવાસાકી ક્વિકશિફ્ટર જેવાં ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે. બાઇકમાં ઇલેક્ટ્રોનિક ક્રૂઝ કન્ટ્રોલ પણ આપવામાં આવ્યું છે.

બ્રેકિંગ અને સસ્પેન્શન

નિન્જા 1000SXના બંને વ્હીલ્સ 17 ઇંચના છે. તેના ફ્રંટમાં 300 mm ડ્યુઅલ ડિસ્ક અને રિઅરમાં 250 mm સિંગલ ડિસ્ક બ્રેક આપવામાંઆવી છે. બાઇક ડ્યુઅલ ચેનલ ABSથી સજ્જ છે. ફ્રંટમાં 120mm વ્હીલ ટ્રાવેલ સાથે USD ફોર્ક્સ અને રિઅરમાં 144mm વ્હીલ ટ્રાવેલ સાથે ગેસ ચાર્જ્ડ મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. કાવાસાકીએ નવી Ninja 1000SXનું બુકિંગ શરૂ કરી દીધું છે. કંપનીની ડીલરશિપ અને વેબસાઇટ પરથી આ બાઇક બુક કરાવી શકાય છે.