ન્યૂ કાર / બ્રિટનના બિઝનેસમેને સિંગલ ચાર્જમાં 965 કિમી ચાલતી ઇલેક્ટ્રિક SUV બનાવી, ટોપ સ્પીડ 201 કિમી

British businessman made electric SUV which runs 965 km on a single charge, top speed 201 km
X
British businessman made electric SUV which runs 965 km on a single charge, top speed 201 km

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 04:00 PM IST

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે. પરંતુ વિદેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું માર્કેટ બહુ આગળ પહોંચી ગયું છે. તાજેતરમાં જ બ્રિટનના એક ધનવાન વ્યક્તિ James Dysonએ ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે તેમના પોતાના 500 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 7,125 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કાર ટેસ્લાને ટક્કર આપી શકે છે.

આ કારનું કોડનેમ N526 રાખવામાં આવ્યું હતું. ડાયસને કાર બનાવવાનું કામ જ્યારે શરૂ કર્યું તો તેમનો હેતુ ટેસ્લાના ઇલોક્ટ્રિક વાહનોને પડકારવાનો હતો. આ માટે તેમણે પોતાના ખિસ્સામાંથી 500 મિલિયન પાઉન્ડનું ફંડિંગ કર્યું.

ડાયસન દ્વારા બનાવવામાં આવેલી આ કાર 7 સીટર SUVને 965 કિમીની ડ્રાઇવિંગ રેન્જમાં તૈયાર કરવામાંઆવી છે, જ્યારે એક ટેસ્લા Model S ફક્ત 610 કિમી અને Model X સિંગલ ચાર્જમાં 505 કિમી સુધી ડ્રાઇવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે. આ કારનું વજન લગભગ 2.6 ટન છે, જેની ટોપ સ્પીડ કલાક દીઠ 201 કિમી છે. તેમજ આ ફક્ત 4.8 સેકંડમાં 0થી 100કિમી સુધી ઝડપ પકડી લે છે. આ કારમાં 200kWની બે ઇલેક્ટ્રિક મોટર લગાવવામાં આવી છે, જે 536 hp પાવર આપે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી