મારુતિ સુઝુકીએ પોતાની સૌથી લોકપ્રિય SUV બ્રેઝાનાં CNG વર્ઝનને ભારતમાં લોન્ચ કરી દીધુ છે. આ કાર દેશની પહેલી સબ-કોમ્પેક્ટ SUV છે, જે ફેક્ટરી ફીટેડ CNG કીટથી સજજ છે. કંપનીનો દાવો છે કે, આ કાર CNG ફ્યૂલ પર 25.51 KM/KGની માઈલેજ આપશે.
કંપનીએ નવી મારુતિ સુઝુકી બ્રેઝા S-CNGને 4 વેરિઅન્ટમાં ₹9.14લાખની સ્ટાર્ટિંગ પ્રાઈસ પર લોન્ચ કરવામાં આવી છે. તેના માટે બુકિંગ પહેલાથી જ ખુલ્લી છે. બ્રેઝા S-CNGમાં પેટ્રોલ વેરિઅન્ટની જેમ જ K-સીરિઝનું 1.5 લિટર ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT એન્જિન આપવામાં આવ્યુ છે. આ એન્જિન મેક્સિમમ પાવર આઉટપુટ 5500rpm પર 64.6kW અને 4200rpm પર 121.5Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સની સાથે ટ્યૂન કરવામાં આવ્યુ છે.
મારુતિ સુઝુકી બ્રેઝા S-CNG : કિંમત અને વેરિઅન્ટ
બ્રેઝા CNG વેરિઅન્ટ | કિંમત (એક્સ-શોરુમ) |
LXi | ₹9.14 લાખ |
VXi | ₹10.49 લાખ |
ZXi | ₹11.89 લાખ |
ZXi | ₹12.05 લાખ (ડ્યુઅલ-ટોન) |
હાઈ-ટેક ફીચર્સ
મારુતિ બ્રેઝામાં અનેક હાઈ-ટેક ફીચર્સ મળે છે. તેમાં એન્ડ્રોઈડ ઓટો, એપલ કારપ્લેની સાથે 9.0 ઈંચની મોટી સ્માર્ટપ્લે પ્રો+ ટચસ્ક્રિન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને એપ સપોર્ટનાં માધ્યમથી 40થી વધુ કનેક્ટેડ ફંકશન આપવામાં આવ્યા છે. બીજા હાઈ-ટેક ફીચર્સમાં એક ઈલેક્ટ્રિક સનરૂફ, એક હેડ-અપ ડિસ્પ્લે (HUD), 6 એરબેગ્સ, 360 ડિગ્રી પાર્કિંગ કેમેરા સહિત ઘણા ફીચર્સ છે.
એક્સટીરિયર ડિઝાઈન
આ SUVમાં નવી ડિઝાઈન કરવામાં આવેલી ગ્રિલ, ટ્વિન C- આકારની LED DRL છે. તે નવા ઓલ-LED હેડલેમ્પ, સ્કિડ પ્લેટની સાથે અપડેટેડ ફ્રન્ટ અને રિયર બંપર, નવા ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ અને LED ટેલલેમ્પ પણ છે. કંપનીએ આ SUVને 9 કલર સ્કિમમાં લોન્ચ કરી છે. આ કારમાં અપડેટેડ 1.5 લિટર નેચ્યુરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યુ છે, જે XL6 અને અર્ટિગામાં પણ છે. આ મોટર 101bhpની પાવર અને 136.8Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.