અપકમિંગ:બાઉન્સનું 'ઈન્ફિનિટી' ઈ-સ્કૂટર 2 ડિસેમ્બરે લોન્ચ થશે, બેટરી વગર સ્કૂટરની ખરીદી સસ્તાંમાં કરી શકાશે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ફિનિટીમાં રાઉન્ડ હેન્ડલેપ, રેટ્રો સ્ટાઈલ ફ્રન્ટ ફેન્ડર, LCD ઈન્સ્ટ્રુમેન્ટલ કોન્સોલ સહિતનાં ફીચર્સ મળશે

સ્કૂટર ભાડે આપતી સ્ટાર્ટ કંપની 'બાઉન્સ' તેનું નવું ઈ સ્કૂટર ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. કંપની 2 ડિસેમ્બરે 'ઈન્ફિનિટી' ઈ-સ્કૂટર લોન્ચ કરશે. લોન્ચિંગના દિવસથી તેનું પ્રી બુકિંગ શરૂ થશે. ગ્રાહકો 499 રૂપિયામાં આ ઈ-સ્કૂટર બુક કરી શકશે. આ ઈ સ્કૂટર એડવાન્સ મટિરિયલ અને ઈન્ટેલિજન્ટ ફીચર્સથી સજ્જ હશે.

બેટરી વગર સસ્તાંમાં ઈ સ્કૂટર લઈ શકાશે

ઈન્ફિનિટી સ્કૂટર રિમૂવેબલ લિથિયમ આયર્ન બેટરીથી સજ્જ હશે. ગ્રાહક તેને સર્વિસ અને જરૂરિયાત પ્રમાણે બહાર કાઢી શકશે. કંપનીએ ગ્રાહકોને નવી ઓફર આપી છે. બેટરી વગર ઈ સ્કૂટરની કિંમત ગ્રાહકોને સસ્તાંમાં પડશે. તેને બદલે ગ્રાહકો બાઉન્સનાં એક્સટેન્સિવ બેટરી સ્વેપિંગ નેટરવર્કનો ઉપયોગ કરી શકશે.

બેટરી સ્વેપ માટે ગ્રાહકોએ પેમેન્ટ કરવું પડશે. કંપનીના રાજસ્થાનના ભિવાડીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં તેનું કામ શરૂ કર્યું છે. પ્લાન્ટની કેપેસિટી દર વર્ષે 1 લાખ 80 હજાર ઈ સ્કૂટર બનાવાની છે.

ઈ સ્કૂટરનાં ફીચર્સ

ઈન્ફિનિટીમાં રાઉન્ડ હેન્ડલેપ, રેટ્રો સ્ટાઈલ ફ્રન્ટ ફેન્ડર, LCD ઈન્સ્ટ્રુમેન્ટલ કોન્સોલ, સિંગલ પીસ સીટ, સ્પોર્ટી અલોય વ્હીલ્સ અને ટેઈલ લેમ્પ મળશે. સ્કૂટરનું રેડ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.