બજાજ પલ્સર NS160 અને NS200નાં અપડેટેડ વર્ઝન લોન્ચ:બંને બાઈક ડ્યુઅલ એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ જેવા ફીચર્સથી સજ્જ, કિંમત ₹1.35 લાખથી શરુ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બજાજ ઓટોએ ભારતમાં પોતાની અપડેટેડ પલ્સર ‘NS’ નેકેડ સ્ટ્રીટ ફાઈટર રેન્જમાં NS160 અને NS200ને લોન્ચ કરી દીધી છે. આ બંને બાઈક્સમાં અપસાઈડ-ડાઉન (USD) ફોકર્સ અને ડ્યુઅલ ચેનલ એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) આપવામાં આવ્યુ છે.

ભારતીય બજારમાં NS160ની ટકકર સેગ્મેન્ટની TVS અપાચે RTR 160 4V, હીરો એક્સટ્રીમ 160R અને હોન્ડા એક્સબ્લેડ 160 જેવી બાઈક્સ સાથે થશે. બીજી તરફ NS200 પોતાના સેગ્મેન્ટમાંTVS અપાચે RTR 200 4V અને KTM ડ્યૂક 200 જેવી બાઈક્સ સાથે થશે. આ બંને જ બાઈક્સ પર્લ મેટેલિક વ્હાઈટ અને બ્લેક કલરનાં ઓપ્શન સાથે આવે છે.

મોંઘી થઈ બંને બાઈક્સ
આ બંને બાઈક્સનાં એન્જિન BS6 ફેઝ-2 એમિશન નોર્મ્સ મુજબ અપડેટ કરવામાં આવ્યા છે. આ નવા એડ-ઓનનાં કારણે બંને બાઈક્સ પોતાના વર્તમાન મોડેલ્સની તુલનામાં 10,000 રુપિયા સુધી મોંઘી થઈ શકે છે. કંપનીએ પલ્સર NS160ની કિંમત ₹1.35 લાખ NS200ની કિંમત ₹1.47 લાખ રાખી છે, આ બંને કિંમતો એક્સ શો-રુમ દિલ્હીની છે.

2023 બજાજ પલ્સર NS160, NS200 : કિંમતો

મોડેલ

લોન્ચ પ્રાઈસ

જૂની કિંમત

તફાવત

પલ્સર NS160

₹1.35 લાખ

₹1.25 લાખ

₹10,000

પલ્સર NS200

₹1.47 લાખ

₹1.40 લાખ

₹7,000

બજાજ પલ્સર NS200,NS160 એન્જિન અને પાવર :
નવી બજાજ પલ્સર બજાજ પલ્સર 200માં 199.5CCનું સિંગલ સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ, ટ્રિપલ સ્પાર્ક, 4 વાલ્વ FI DTS-i એન્જિન આપવામાં આવ્યુ છે, જે 24.5PSની પાવર અને 18.74Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે ટ્યૂન કરવામાં આવ્યુ છે.

બીજી તરફ નવી પલ્સર NS160માં 160.3CCનું સિંગલ સિલિન્ડર ઓઈલ કૂલ્ડ ટ્વિન સ્પાર્ક DTS-i FI એન્જિન આપવામાં આવ્યુ છે, જે 17.2PSની પાવર અને 14.6Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેને 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સની સાથે ટ્યૂન કરવામાં આવ્યુ છે.

2023 બજાજ પલ્સર NS160, NS200 : ડિઝાઈન
NS160 અને NS200 બંને જ બજાજની પહેલી એવી બાઈક્સ છે કે, જેમાં અપસાઈડ ડાઉન ફોર્ક્સ મળે છે. તે સિવાય રિયરમાં મોનો-શોક એબ્ઝોર્બર આપવામાં આવ્યુ છે. બંને જ બાઈક્સમાં કંપનીએ પલ્સર-250 માટે ડિઝાઈન કરેલા હળવા એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.

તેમાં NS200નું વજન 159.5 KG થી 158 KG અને NS160નું વજન 152 KG થઈ ગયુ છે. આ બંને બાઈક્સમાં ગિયર પોઝિશન ઈન્ડિકેટરની સાથે અપડેટેડ સેમી-ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કંસોલ મળે છે. જો કે, સ્માર્ટફોન કનેક્ટિવિટી અને નેવિગેશન ફીચર્સ જેવા ફીચર્સ હજુ પણ ખૂટે છે.