મારુતિ જિમ્ની 12 લાખ સુધીમાં મળી શકે:11 હજારમાં બુકિંગ શરુ, ટોયોટા 2.17 કરોડની ગાડી લાવી, કંપનીઓનો વધુ પડતો ફોકસ SUVs પર

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓટો એક્સપો- 2023માં સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ (SUV) અને મલ્ટી પર્પઝ વ્હીકલ (MPV)નો બોલબાલા રહી. મારુતિ, ટાટા, MG, કિયા અને ટોયોટાએ પોતાની SUVs અહીં રિવીલ કરી. વધુ ધ્યાન ખેંચનારી ગાડીઓમાં મારુતિ જિમ્ની છે, જેની કિંમત હજુ સુધી નકકી કરવામાં આવી નથી. તે અંદાજે 12 લાખ સુધીની હોય શકે છે. મારુતિ સુઝુકીનાં સીનિયર એક્ઝેક્યુટિવ ઓફિસર શશાંક શ્રીવાસ્તવે ભાસ્કરને જણાવ્યુ હતુ કે, ‘આ ગાડીનું બુકિંગ 11 હજારમાં કરાવી શકશો અને એપ્રિલમાં તેની ડિલિવરી મળશે.

જિમ્ની સિવાય ટાટાએ નાની SUV પંચનું CNG મોડેલ પણ લોન્ચ કર્યું છે. ટાટા મોટર્સમાં પેસેન્જર વ્હીકલ્સનાં વાઈસ પ્રેસિડન્ટ (સેલ્સ, માર્કેટિંગ અને કસ્ટમર કેર) રંજન અંબાએ જણાવ્યું કે, તે આવતા વર્ષે માર્કેટમાં એન્ટ્રી મારશે.

મોરિસ ગેરારેજ એટલે કે MG એ 5,6 અને 7 સીટર હેક્ટર લોન્ચ કરી. MG ઈન્ડિયાનાં ચીફ કમર્શિયલ ઓફિસર (CCO) ગૌરવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘કંપનીનું ધ્યાન કોમ્પેક્ટ અને મોટી બંને SUV પર છે. KIAએ લક્ઝરી MPV KA4ને શોકેસ કરી. ટોયોટાએ ઇનોવા હાઇ ક્રોસ અને લક્ઝરી SUV લેન્ડ ક્રુઝર 300ને શોકેસ કરી હતી.

જાણો ઓટો એક્સપોનાં એ વાહનો વિશે, જેના પર સૌની નજર છે...
માર્ચ-એપ્રિલમાં મારુતિ જિમ્ની અને ફ્રોન્ક્સ આવશે

મારુતિએ નવી SUV જિમ્ની અને ફ્રોન્ક્સ માટે બુકિંગ શરૂ કરી દીધું છે. તમે તેને નેક્સાનાં શોરૂમમાં 11,000 રૂપિયામાં બુક કરાવી શકો છો. જિમ્ની ૪ વ્હીલ ડ્રાઇવ છે અને તે 210 મીમીના ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે આવશે. આ SUV માર્ચ-એપ્રિલ વચ્ચે બજારમાં આવશે. કંપની તરફથી તેમની કિંમત જાહેર કરવામાં આવી નથી પરંતુ, એવું માનવામાં આવી રહ્યું છે કે, જિમ્નીની કિંમત 10થી 12 લાખ હોય શકે છે. આ સાથે જ ફ્રોન્ક્સની કિંમત 8 લાખથી શરૂ થઈ શકે છે.

મારુતિએ બ્રેઝાનું CNG વર્ઝન લોન્ચ કર્યું હતું
મારુતિએ ઓટો એક્સ્પોમાં બ્રેઝા CNG પણ લોન્ચ કરી હતી. બ્રેઝા CNG માર્ચ-2023 સુધીમાં બજારમાં આવશે. તેની કિંમત સામાન્ય બ્રેઝા કરતાં 95,000 સુધી વધુ હોઈ શકે છે એટલે કે 9થી 13 લાખ વચ્ચેનો ભાવ શક્ય છે.

મારુતિએ બ્રેઝા 2023માં એક નવું મેટ બ્લેક મોડલ પણ લોન્ચ કર્યું છે. બ્રેઝાની બ્લેક એડિશન નેક્સામાં ઉપલબ્ધ થશે. તેમાં LED પ્રોજેક્ટિંગ લેમ્પ્સ, ફ્લોટિંગ DRL, ફોગ લેમ્પ્સ અને LED ટેલ લેમ્પ્સ જેવી સુવિધાઓ હશે. તેને ડ્યુઅલ-ટોન 16 ઇંચની એલોય વ્હીલ્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. તેમાં 9 ઇંચની સ્માર્ટપ્લે પ્રો પ્લસ સ્ક્રીન છે જે 40 કનેક્ટેડ કાર ફીચર્સ સાથે આવે છે. તેમાં 1.5 લીટર એન્જિન આપવામાં આવ્યું છે. સેફ્ટી ફીચર્સમાં 6 એરબેગ્સ અને 360 ડિગ્રી કેમેરા સામેલ છે.

ટાટા પંચ CNG : ટ્વિન સિલિન્ડર
ટાટા મોટર્સે નાની SUV પંચનું સીએનજી વર્ઝન લોન્ચ કર્યું છે. ખાસ વાત એ છે કે તેમાં ડ્યુઅલ સિલિન્ડર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. CNGનાં બે સિલિન્ડર લગાવવાથી તેની બૂટ સ્પેસ ફ્રી થઈ ગઈ છે. ટાટા મોટર્સનાં પેસેન્જર વ્હીકલ્સનાં સેલ્સ, માર્કેટિંગ એન્ડ કસ્ટમર કેરનાં વાઈસ પ્રેસિડેન્ટ રંજન અંબાએ જણાવ્યું હતું કે, ‘દેશમાં પહેલીવાર કોઈ કાર ડબલ સિલિન્ડર CNGમાં આવશે. જો કે, હજુ સુધી તેની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. એવું માનવામાં આવે છે કે તેની પ્રારંભિક કિંમત 10 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.’

હવે વાત કરીએ મોટી અને પ્રીમિયમ SUVની... સૌથી પહેલા મોરિસ ગેરેજ એટલે કે MG હેક્ટરની

MG હેક્ટર ફેસલિફ્ટ
MG હેક્ટર ફેસલિફ્ટનાં મોડેલ માર્કેટમાં લોન્ચ થયા અને તેમની કિંમતો જાહેર કરે છે. આમાં નવા MG હેક્ટર અને હેક્ટર પ્લસ બંનેનો સમાવેશ થાય છે. MG હેક્ટર 5 સીટર મોડેલ છે. તેની કિંમત 14.73 લાખથી શરૂ થાય છે. MG હેક્ટર પ્લસ 6 અને 7 સીટર હશે. તેની કિંમત 17.5 અને 20.15 લાખ હશે. હેક્ટર અને હેક્ટર પ્લસ પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં ઉપલબ્ધ થશે.

કિયાની નવી કાર્નિવલ KA4
કિયાનું લક્ઝરી મલ્ટી પર્પઝ વ્હીકલ (MPV) KA4 (કાર્નિવલ) લોન્ચ કરવામાં આવ્યું હતું. તે 7, 9 અને 11 સીટરમાં આવી શકે છે. જો કે, કંપનીએ તેની કિંમતનો ખુલાસો કર્યો નથી. આ હાલનાં કિયા કાર્નિવલનું અપગ્રેડેડ વર્ઝન છે. તે પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન સાથે આવી શકે છે. તેનું ઉત્પાદન 2024નાં અંત સુધીમાં શરૂ થઈ શકે છે.

ટોયોટા ઇનોવા હાઇક્રોસ અને લેન્ડ ક્રુઝર 300
ટોયોટાએ લક્ઝરી SUV લેન્ડ ક્રુઝર 300 અને ઇનોવા હાઇક્રોસ લોન્ચ કરી હતી. લેન્ડ ક્રૂઝર 300 માત્ર ડીઝલ એન્જિન સાથે આવશે. કંપનીએ તેમાં 3.3 લીટરનું ટર્બો V6 ડીઝલ એન્જિન લગાવ્યું છે. તે 10-સ્પીડ ઓટો ગીયર્સ દ્વારા નિયંત્રિત થાય છે. તેનું ડેશબોર્ડ નવી ડિઝાઇન સાથે લાવવામાં આવ્યું છે. તેમાં હેડ-અપ ડિસ્પ્લે છે, જે ફિંગર ઓથેન્ટિકેશન સિસ્ટમ સાથે આવે છે. તેમાં પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ પણ છે. તેને તમે 10 લાખ રૂપિયાથી બુક કરાવી શકો છો. તેની કિંમત 2.17 કરોડ હશે.

ટોયોટાએ ઈનોવા હાઇક્રોસ પણ બહાર પાડી હતી. તેની કિંમત 18.30 લાખથી 28.97 લાખ વચ્ચે છે. તેમાં 2 લીટરનું હાઇબ્રિડ એન્જિન આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે, આ SUV 23.24 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપશે. તેમાં 10.1 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે.

ટાટાએ કર્વ SUV લોન્ચ કરી
ઓટો એક્સપો 2023માં ટાટા મોટર્સે SUV ટાટા કર્વ લોન્ચ કરી હતી. આ કાર ટાટાની પ્રીમિયમ SUVની યાદીમાં સામેલ થશે. ટાટા કર્વને કંપનીએ કૂપ કોન્સેપ્ટ તરીકે રાખી છે. કંપનીએ આ કાર વિશે હજુ વિગતવાર માહિતી આપી નથી.