બુકિંગ / લોન્ચિંગ પહેલાં નવી હોન્ડા સિટીનું બુકિંગ શરૂ, 5 હજાર રૂપિયામાં બુક કરાવી શકાશે

X

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 06:28 PM IST

દિલ્હી. હોન્ડાએ નવી હોન્ડા સિટીનું બુકિંગ શરૂ કરી દીધું છે. આ કાર ઓનલાઇન અથવા કંપનીની ડીલરશિપ પરથી બુક કરી શકાશે. નવી હોન્ડા સિટીનું બુકિંગ કંપનીના ઓનલાઇન સેલ્સ પ્લેટફોર્મ Honda from Home પરથી 5 હજાર રૂપિયામાં કરી શકાય છે. તેમજ, કંપનીની ડીલરશિપના માધ્યમથી આ કારને 20 હજાર રૂપિયામાં બુક કરી શકાશે. નવી હોન્ડા સિટી જુલાઈ મહિનામાં લોન્ચ થવા જઈ રહી છે.

નવી હોન્ડા સિટી કરન્ટ મોડેલ કરતાં 109mm વધારે લાંબી અને 53mm વધારે પહોળી છે, જ્યારે તેની ઉંચાઈ 6mm ઓછી છે. કંપનીનું કહેવું છે કે, ન્યૂ જનરેશન સિટી નવા પ્લેટફોર્મ પર આધારિત છે, જે તેને જૂનાં મોડેલ કરતાં હળવી અને વધારે સેફ બનાવે છે. નવી સિટી તેના સેગમેન્ટની પહેલી એવી કાર હશે જેમાં લેન વોચ આસિસ્ટ સિસ્ટમ સાથે વ્હીકલ સ્ટેબિલિટી આસિસ્ટ (VSA) અને એજલ હેડલિંગ આસિસ્ટ (AHA) સેફ્ટી ફીચર્સ મળશે.

ફીચર્સ
નવી હોન્ડા સિટીમાં ઘણાં પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યાં છે. તેમાં એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે અને વેબલિંક કનેક્ટિવિટી સાથે 8.0 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એલેક્સા રિમોટ કેપેબિલિટી અને 32 કનેક્ટેડ કાર ફીચર્સ સાથે હોન્ડા કનેક્ટ ટેલેમેટિક્સ સિસ્ટમ, 7.0 ઇંચ MID, ઇલેક્ટ્રિક સનરૂફ, હેન્ડ્સ ફ્રી બૂટ ઓપનિંગ, ઓટો ડિમિંગ IRVM (ઇનસાઇડ રિઅર વ્યૂ મિરર), એમ્બિઅન્ટ લાઇટિંગ, કી-લેસ એન્ડ ગો અને રિમોટ એન્જિન સ્ટાર્ટ સહિત અન્ય ફીચર્સ પણ સામેલ છે.

સેફ્ટી ફીચર્સ
સેફ્ટી માટે નવી સિટીમાં 6 એરબેગ્સ, ABS, EBD, બ્રેક આસિસ્ટમ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ્સ, રિઅર પાર્કિંગ કેમેરા અને ઓટો હેડલેમ્પ્સ અને વાઇપર્સ જેવાં ફીચર્સ મળશે.

એન્જિન ડિટેલ્સ
ન્યૂ જનરેશન હોન્ડા સિટી પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન ઓપ્શનમાં આવશે. તેમાં નવું 1.5 લિટર પેટ્રોલ એન્જિન મળશે, જે 121 hp પાવર અને 145 Nm ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ CVT ઓટોમેટિક ગિયરબોક્સ ઓપ્શન હશે. ડીઝલ જૂનાં મોડેલમાંથી લેવામાં આવ્યું છે. 1.5 લિટરનું આ ડીઝલ એન્જિન 100 hp પાવર અને 200 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

કિંમત
નવી સિટી સિડેનની કિંમત 11 લાખ રૂપિયાથી 16 લાખ રૂપિયા વચ્ચે રહેવાની શક્યતા છે. માર્કેટમાં આ કારની ટક્કર મારુતિ સિયાઝ, હ્યુન્ડાઇની તાજેતરમાં લોન્ચ થયેલી વર્ના, સ્કોડા રેપિડ અને ફોક્સવેગન વેન્ટો સાથે થશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી