Range Rover Sport SUV લોન્ચ:ભારતમાં બુકિંગ સત્તાવાર રીતે ચાલુ, કિંમત 1.64 કરોડ રૂપિયાથી શરૂ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં જેગ્વાર લેન્ડ રોવરે પોતાની નવી SUV કાર રેન્ડ રોવર સ્પોર્ટ્સ લોન્ચ કરી છે. તેની પ્રારંભિક કિંમત 1.64 કરોડ રૂપિયા (એક્સ શો-રૂમ) છે. કાર નિર્માતા કંપનીએ આજથી આ ઓલ ન્યૂ રેન્જ રોવર સ્પોર્ટ્સનું પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. તો ચાલો જાણીએ આ કારમાં શું છે ખાસ?

લેન્ડ રોવરે તાજેતરમાં જ ઓલ-ન્યૂ રેન્જ રોવર સ્પોર્ટનું લોન્ચ કર્યું હતું અને વૈશ્વિક સ્તરે લોન્ચ કર્યાના થોડાં જ દિવસોમાં તેને કંપનીની ભારતીય વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવી. હવે, લેન્ડ રોવર ઇન્ડિયાએ આ માટે સત્તાવાર રીતે પ્રી-બુકિંગ સ્વીકારવાનું પણ શરૂ કરી દીધું છે. કોઈપણ નવી રેન્જ રોવર SUV ઓનલાઇન અથવા તેમની નજીકની લેન્ડ રોવર ડીલરશીપની મુલાકાત લઈને આ કાર બુક કરાવી શકે છે. આ લક્ઝરી SUVની કિંમત 1.64 કરોડ રૂપિયાથી શરૂ થાય છે.

2023 રેન્જ રોવર સ્પોર્ટ : મોડેલ-વાઈઝ પ્રાઇસ લિસ્ટ

મોડેલનું નામઍક્સ-શોરૂમ કિંમત
Dynamic SE 3.0D1.64 crore
Dynamic HSE 3.0D1.71 crore
Autobiography 3.0D1.81 crore
First Edition 3.0D1.84 crore

2023 રેન્જ રોવર સ્પોર્ટ SUV ભારતમાં ચાર વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. આ વેરિએન્ટ Dynamic SE, Dynamic HSE, Autobiography અને First Edition. આમાં First Edition વેરિઅન્ટ એ ઉત્પાદનના પ્રથમ વર્ષ દરમિયાન ઉપલબ્ધ રહેશે. નવી થર્ડ-જનરેશન રેન્જ રોવર સ્પોર્ટને તેના જુના વેરિએન્ટ કરતાં અપડેટ્સનો સમૂહ વધુ મળી રહેશે. જો ડિઝાઇનની વાત કરીએ તો તેના માટે પાંચમી જનરેશન રેન્જ રોવર SUVમાંથી પ્રેરણા લીધી છે, જે ગયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી.

રેન્જ રોવર સ્પોર્ટ્સમાં 13.1 ઇંચની કર્વ્ડ ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં કાર ઉત્પાદકની નવીનતમ પીવી પ્રો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ છે. તેમાં 13.7 ઇંચની ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે પણ છે, જેમાં એલેક્સા વોઇસ આસિસ્ટન્ટ આપવામાં આવ્યું છે.નવી રેન્જ રોવર કારમાં ન્યૂ એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ આપવામાં આવી છે. તમામ વેરિએન્ટમાં 3G સરાઉન્ડ કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર પણ છે. આ સિવાય તેમાં ક્રુઝ કંટ્રોલ અને ડ્રાઇવ કન્ડિશન મોટર્સ પણ આપવામાં આવેલ છે.