તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુકિંગ:રોયલ એન્ફિલ્ડની અપકમિંગ બાઇક ઇન્ટરસેપ્ટર 650નું બુકિંગ શરૂ થયું, ગ્રાહકો બે નવા કલર ઓપ્શનમાં ખરીદી શકશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ટરસેપ્ટર 650ના એન્જિનમાં કોઇપણ પ્રકારના ફેરફાર થવાની અપેક્ષા નથી
  • કંપની ટૂંક સમયમાં જ નવી ક્લાસિક 350 અને 650cc ક્રૂઝર પણ લોન્ચ કરશે

ટૂંક સમયમાં જ રોયલ એન્ફિલ્ડની નવી ઇન્ટરસેપ્ટર 650 બાઇક ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. કંપનીએ તેનું બુકિંગ લેવાનું પણ શરૂ કરી દીધું છે. બાઇકની અપડેટમાં બે નવા સિંગલ ટોન પેઇન્ટ ઓપ્શન કેન્યન રેડ અને વેન્ચુરા બ્લુ અને બે નવા ડ્યુઅલ પેઇન્ટ ઓપ્શન ડાઉનટાઉન ડ્રેગ (સિલ્વર અને બ્લેક) અને સનસેટ સ્ટ્રિપ (કાળી અને લાલ) આપી છે.

નવી ઇન્ટરસેપ્ટર 650માં નવું શું હશે?

  • ઓરેન્જ ક્રશ અને બેકર એક્સપ્રેસ કલર ઓપ્શનમાં છેલ્લાં મોડેલ કરતાં થોડી અપડેટ આપવામાં આવી છે. ગ્લિટર એન્ડ ડસ્ટ (ક્રોમ) ઓપ્શનને થોડો અપડેટ કરવામાં આવ્યો છે અને 'માર્ક ટૂ'ને ફરીથી નામાંકિત કરાયું છે. તેમાં ક્રોમ બોડી સાથે રેડ હાઇલાઇટ્સ આપવામાં આવી છે. આ અંગે કંપનીનું કહેવું છે કે તે ઓરિજિનલ ઇન્ટરસેપ્ટર 750થી ઇન્સ્પાયર્ડ છે.
  • માર્ક થ્રી, રેવિશિંગ રેડ અને સિલ્વર સ્પેક્ટર કલર 2021 મોડેલમાં આપવામાં નહીં આવે. આ ઉપરાંત, બાઇકમાં હવે તેની ઓફિશિયલ એક્સેસરીઝ કેટલોગના પાર્ટ તરીકે એલોય વ્હીલ્સ મળશે. બાઇકમાં વાયર સ્પેક વ્હીલ્સ જૂનાં મોડેલની જેમ જ મળશે. આ સિવાય, અન્ય કેટલીક અપડેટ્સ મળવાની પણ શક્યતા છે.
બાઇકમાં હવે તેની ઓફિશિયલ એક્સેસરીઝ કેટલોગના પાર્ટ તરીકે એલોય વ્હીલ્સ મળશે
બાઇકમાં હવે તેની ઓફિશિયલ એક્સેસરીઝ કેટલોગના પાર્ટ તરીકે એલોય વ્હીલ્સ મળશે

એન્જિન ડિટેલ્સ

  • ઇંટરસેપ્ટર 650ના એન્જિનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થવાની અપેક્ષા નથી. તેમાં અગાઉની જેમ જ 648ccનું એર/ઓઇલ-કૂલ્ડ, પેરેલલ ટ્વીન એન્જિન મળવાની ધારણા છે, જે પીક પાવર 47.65PS અને મહત્તમ ટોર્ક 52Nm જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે તેમાં 6-સ્પીડ ગિયરબોક્સ મળશે, જેમાં એક સ્લિપર ક્લચ સ્ટાન્ડર્ડલી ઓફર કરવામાં આવશે.
  • બાઇકમાં ફ્રંટમાં 40mm ટ્રેડિશનલ ટેલિસ્કોપિક ફોર્ક અને રિઅરમાં ડ્યુઅલ કોઇલ-ઓવર શોકર પણ આપવામાં આવશે. બ્રેકિંગ સિસ્ટમમાં ફ્રંટમાં 320mm ડિસ્ક અને રિઅરમાં 240mm ડિસ્ક સાથે ડ્યુઅલ ચેનલ ABS મળશે. રોયલ એન્ફિલ્ડ કોન્ટિનેન્ટલ GT650માં પણ આ જ પ્રકારની અપડેટ મળશે એવી સંભાવના છે.

ઘણાં નવાં મોડેલ્સ માર્કેટમાં આવશે
આ ઉપરાંત, રોયલ એન્ફિલ્ડ ટૂંક સમયમાં જ ઇન્ડિયન માર્કેટમાં અન્ય બાઇક્સની એક સિરીઝ લોન્ચ કરવાની યોજના પણ બનાવી રહ્યું છે. આમાં નેક્સ્ટ જનરેશન ક્લાસિક 350 અને એક નવી 650cc ક્રૂઝર બાઇક પણ સામેલ છે. આ બંને બાઇક્સ આ વર્ષે લોન્ચ થવાની ધારણા છે. આ સિવાય, ક્લાસિક 650 પર પણ કામ કરવામાં આવી રહ્યું છે અને કંપની અગાઉ કહ્યું હતું કે, તે ભવિષ્યમાં એક ઇલેક્ટ્રિક બાઇક પણ ડેવલપ કરશે.

અન્ય સમાચારો પણ છે...