• Gujarati News
  • Utility
  • Automobile
  • Booking Of Revolt RV400 Starts From Today, With The Price Of The Bike Reduced By ₹ 28,000, Customers Will Now Be Able To Buy At Rs 90,700

બુકિંગ:રિવોલ્ટ RV400નું બુકિંગ આજથી શરૂ, બાઇકના ભાવ ₹28,000 ઘટવાથી ગ્રાહકો હવે 90,700 રૂપિયામાં ખરીદી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિવોલ્ટ RV400 ઇલેક્ટ્રિક બાઇકનું બુકિંગ 15 જુલાઇથી શરૂ થશે. સરકારની ફેમ II યોજનાને લીધે આ બાઇક પર 28,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે આ બાઇકની એક્સ-શો રૂમ કિંમત 90,799 રૂપિયા થઈ ગઈ છે. બાઇકનું બુકિંગ દિલ્હી, મુંબઇ, પુણે, ચેન્નાઈ, અમદાવાદ અને હૈદરાબાદમાં કરવામાં આવશે. બુકિંગ આજે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે.

બાઇકના પહેલા બુકિંગ દરમિયાન કંપનીને ગ્રાહકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. બુકિંગ શરૂ થયાના માત્ર 2 કલાકમાં બંધ થઈ ગયું હતું. કંપનીએ જણાવ્યું હતું કે તેણે 50 કરોડની RV400 ઇલેક્ટ્રિક બાઇક્સ વેચી છે. બાઇકની ડિલિવરી સપ્ટેમ્બર 2021થી શરૂ થશે.

ફીચર્સ

  • બાઇકમાં 3KW (મિડ ડ્રાઇવ) મોટર આપવામાં આવી છે, જે 72V, 3.2KWh લિથિયમ-આયન બેટરી સાથે જોડાયેલી છે. બાઇકની ટોપ સ્પીડ 85 કિમી પ્રતિ કલાકની છે. આ બાઇક સિંગલ ચાર્જિંગમાં 156 કિલોમીટર (ARAI સર્ટિફાઇડ)નું અંતર આવરી લેવામાં સક્ષમ છે. 15Aના નોર્મલ સોકેટથી તેને ફુલ ચાર્જ થવામાં 4 કલાક લાગે છે.
  • તેમાં તમને કમ્પ્લિટ બાઇટ ડાયગ્નોસ્ટિક, બેટરી સ્ટેટસ, રાઇડ સ્ટેટ્સ અને નજીકના રિવોલ્ટ સ્વીચ સ્ટેશન વિશે માહિતી મળશે, જ્યાંથી તમને બેટરી સ્વેપ કરી શકશો. બાઇકમાં 3 રાઇડિંગ મોડ્સ ઇકો, નોર્મલ અને સ્પોર્ટ મળે છે. સસ્પેન્શન સિસ્ટમમાં અપ-ડાઉન (USD) ફોર્ક્સ અપ-ફ્રંટ તેમજ પાછળના ભાગમાં સંપૂર્ણ એડજસ્ટેબલ મોનોશોક સામેલ છે.
  • કંપનીનું કહેવું છે કે આ ભારતની આવી પહેલી ઇલેક્ટ્રિક બાઇક છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી પર આધારિત છે. તેમાં ઘણાં સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યાં છે જેમ કે, રિમોટ સ્માર્ટ સપોર્ટ, રિયલ ટાઇમ ઇન્ફોર્મેશન, જીઓ ફેન્સિંગ, OTA અપડેટ સપોર્ટ, બાઇક લોકેટર વગેરે સામેલ છે.

બુકિંગ પ્રોસેસ
જો તમે RV400 ઇલેક્ટ્રિક બાઇક બુક કરવા માગતા હો તો આ માટે તમારે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ www.revoltmotors.com પર જવું પડશે. અહીં તમારે Notify Me ટેબ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારું નામ, ફોન નંબર, ઇ-મેઇલ અડ્રેસ અને શહેરની માહિતી આપવી પડશે.