પ્રિ-બુકિંગ:રિવોલ્ટ RV400 બાઇકનું બુકિંગ શરૂ થઈ ગયું, 5 કલાકમાં ચાર્જ થઈ જતી આ બાઇકની કિંમત 1.07 લાખ રૂપિયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રિવોલ્ટ મોટર્સની ઇલેક્ટ્રિક બાઇક RV400નું પ્રિ-બુકિંગ ઇન્ડિયન માર્કેટમાં શરૂ થઈ ગયું છે. ફેમ-II સબસિડી બાદ RV400ની કિંમત 1.07 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

બાઇક કોસ્મિક બ્લેકમાં મિસ્ટ ગ્રે અને રેબલ રેડ કલર સ્કીમમાં મળશે
બાઇક કોસ્મિક બ્લેકમાં મિસ્ટ ગ્રે અને રેબલ રેડ કલર સ્કીમમાં મળશે

70 શહેરોમાંથી બુક કરી શકાશે
આ વખતે કંપનીએ ભારતના 70 સિટીમાં તેનું બુકિંગ વધાર્યું છે. તેમાં મેટ્રો સિટીઝ જેવાં કે, દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ સામેલ છે. રિવોલ્ટ RV 400 હવે નવા રેગ્યુલર કોસ્મિક બ્લેકમાં મિસ્ટ ગ્રે અને રેબલ રેડ કલર સ્કીમમાં મળશે.

ટોપ સ્પીડ 85 kmph
કંપનીનો દાવો છે કે, આ ઇલેક્ટ્રિક બાઇક 5 કલાકમાં ચાર્જ થઈ જાય છે અને સિંગલ ચાર્જમાં ઓછામાં ઓછી 80 કિમીની રેન્જ આપે છે. આ રેન્જ ઇકો મોડમાં 150 કિમી સુધી જાય છે. ઇલેક્ટ્રિક બાઇકની ટોપ સ્પીડ 85 kmph છે.

રિવોલ્ટ RV400 બાઇક માય રિવોલ્ટ એપ્લિકેશનથી સજ્જ છે. તેની મદદથી લોકેશન ટ્રેક કરવું, બેટરી સ્ટેટસ, રાઇડ્સનો હિસ્ટોરિકલ ડેટા, બાઇક ડાયગ્નોસ્ટિક અને રિવોલ્ટ સ્વીચ સ્ટેશન વિશે જાણકારી મળે છે.

લેપટોપના ચાર્જર કરતાં થોડાં મોટાં ચાર્જરથી ચાર્જ કરી શકાશે
લેપટોપના ચાર્જર કરતાં થોડાં મોટાં ચાર્જરથી ચાર્જ કરી શકાશે

બાઇક ગમે ત્યાં ચાર્જ કરી શકાશે
રિવોલ્ટની વેબસાઇટ પર લિસ્ટેડ જાણકારી અનુસાર, આ બાઇકમાં એકદમ યૂનિક અને ઇઝી ચાર્જિંગ સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં એક ચાર્જર આપવામાં આવ્યું છે, જે લેપટોપના ચાર્જર કરતાં થોડું મોટું છે. આ ચાર્જરને ગમે ત્યાં લઈ-જઈ શકાય છે અને કોઇપણ પાવર સોકેટથી કનેક્ટ કરીને બાઇક ચાર્જ કરી શકાય છે. તેને ઘરે અથવા ઓફિસમાં ગમે ત્યાં ચાર્જ કરી શકાય છે.
બાઇકમાં આપવામાં આવેલી બેટરી ઓલ વેધર ફ્રેન્ડલી છે, જે ARAI સ્ટાન્ડર્ડ પર આવે છે. આ વોટરપ્રૂફ, ડેમેજ પ્રૂફ અને શોક પ્રૂફ પણ છે.

અન્ય સમાચારો પણ છે...