લાંબી રાહ જોવડાવ્યા બાદ ઓલાએ આજથી તેના ઇલેક્ટ્રિક સ્કૂટરનું બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો હવે તેને olaelectric.com પર જઇને બુક કરાવી શકે છે. બુકિંગ માટે 499 રૂપિયા ચૂકવવા પડશે. કંપનીના CEO ભાવિશ અગ્રવાલે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.
ઓલા ઇલેક્ટ્રિકે તમિળનાડુના કૃષ્નાગિરી જિલ્લામાં વિશ્વનો સૌથી મોટો ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર પ્લાન્ટ સ્થાપ્યો છે. જ્યાં ઓલા લોકલ માગ સિવાય એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકાના બજારોને સપ્લાય કરવા માટે વાર્ષિક 20 લાખ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ બનાવશે.
પ્રથમ વર્ષે 10 લાખ સ્કૂટર્સ વેચવાનો ટાર્ગેટ
વિશ્વની સૌથી મોટી ટૂ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ સુવિધા બનાવવા માટે કંપનીએ 2400 કરોડનું રોકાણ કર્યું છે. ઓલાના આ ઇ-સ્કૂટરની કિંમત હાલના અથર એનર્જી (રૂ. 1.39 લાખ) અને બજાજ ઓટોના ચેતક (રૂ. 1 લાખ) જેવી ઇ-બાઇકને જબરદસ્ત ટક્કર આપશે કારણ કે, કંપની ભારતના ઊભરતા ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા જઈ રહી છે. રિપોર્ટમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે ઓલા પહેલા વર્ષે જ 10 લાખ ઇ-સ્કૂટર્સ વેચવાની યોજના બનાવી રહી છે.
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનાં ફીચર્સ
2 જુલાઇએ જ ભાવિશ અગ્રવાલે ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવતો તેનો વીડિયો ટીઝર રજૂ કર્યો હતો. 56 સેકંડના આ ટીઝરમાં કંપનીએ ઇ-સ્કૂટરનાં ફીચર્સ અને પર્ફોર્મન્સ બતાવ્યાં. તેની ચાલો જાણીએ આ સ્કૂટરનાં ફીચર્સ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.