તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુકિંગ:નિસાન મેગ્નાઇટનું બુકિંગ શરૂ, 11,000 રૂપિયા આપીને બુક કરાવી શકાશે, અંદાજિત કિંમત 5 લાખ રૂપિયા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોન્ચિંગ પહેલાં જ તેનાં તમામ વેરિઅન્ટની કિંમત બહાર આવી ગઈ છે
  • તેનાં સેગમેન્ટમાં આ કારની ટક્કર સોનેટ, વેન્યૂ, ઇકોસ્પોર્ટ જેવી SUV સાથે થશે

નિસાન ઓટોમોટિવ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ 26 નવેમ્બરના રોજ પોતાની નવી કોમ્પેક્ટ SUV મેગ્નાઇટ લોન્ચ કરી શકે છે. કંપનીએ તેનાં લોન્ચિંગ પહેલાં કારનું અનઓફિશિયલ બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો આ ફેસ્ટિવ સિઝનમાં કંપનીના શોરૂમ પર જઇને રૂ. 11,000 અને 25,000 રૂપિયા સુધીની ટોન અમાઉન્ટ આપીને ગાડી બુક કરાવી શકશે. એવા સમાચાર મળી રહ્યા છે કે કંપની ટૂંક સમયમાં જ તેનું ઓફિશિયલ બુકિંગ પણ શરૂ કરી શકે છે. રિપોર્ટ અનુસાર, તેની પ્રારંભિક કિંમત રૂપિયા 5.50 લાખ હશે.

નિસાન મેગ્નાઇટની સંભવિત એક્સ શો રૂમ કિંમત

વેરિઅન્ટકિંમત
1.0 XE5.50 લાખ રૂપિયા
1.0 XL6.25 લાખ રૂપિયા
1.0 XV6.75 લાખ રૂપિયા
1.0 XV પ્રીમિયમ7.65 લાખ રૂપિયા
1.0 ટર્બો XL7.25 લાખ રૂપિયા
1.0 ટર્બો XV7.75 લાખ રૂપિયા
1.0 ટર્બો XV પ્રીમિયમ8.65 લાખ રૂપિયા

ભારતમાં આ ગાડીઓને ટક્કર આપશે
જો એવું માનવામાં આવે કે નિસાન મેગ્નાઇટની પ્રારંભિક કિંમત 5.50 લાખ રૂપિયા હશે તો તે તેનાં સેગમેન્ટની અનેક કોમ્પેક્ટ SUV જેવી કે સોનેટ, હ્યુન્ડાઇ વેન્યૂ, ફોર્ડ ઇકોસ્પોટ વગેરેને ટક્કર આપી શકે છે.

મોડેલપ્રારંભિક કિંમત
નિસાન મેગ્નાઇટ5.50 લાખ રૂપિયા (સંભવિત)
કિઆ સોનેટ6.71 લાખ રૂપિયા
હ્યુન્ડાઇ વેન્યૂ6.75 લાખ રૂપિયા
ફોર્ડ ઇકોસ્પોર્ટ8.19 લાખ રૂપિયા

નિસાન મેગ્નાઇટ એન્જિન
આ કારને રેનો-નિસાનનાં નવાં CMF-A પ્લોટફોર્મ પર તૈયાર કરી છે. તેમાં નેચરલી એસ્પાયર્ડ B4D ડ્યુઅલ-VVT 1.0 લિટર પેટ્રોલ એન્જિન મળશે, જે 72hp પાવર જનરેટ કરશે. એ્જિનને 5 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. તેનાં હાયર વેરિઅન્ટમાં HRA0 ટર્બો-ચાર્જ્ડ 1.0 લિટર પેટ્રોલ એન્જિન મળશે, જે 5 સ્પીડ મેન્યુઅલ અને CVT ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ હશે. આ 95hp પાવર જનરેટ કરશે. જો કે, કારને ડીઝલ એન્જિનમાં લોન્ચ કરવામાં નહીં આવે.

સ્પેસિફિકેશન્સ

  • આ સેગમેન્ટમાં પહેલીવાર 360 ડિગ્રી અરાઉન્ડ વ્યૂ મોનિટર આપવામાં આવ્યું છે, જે નિસાન કિક્સમાંથી લેવામાં આવ્યું છે. તેમાં ચારેબાજુ કેમેરા આપવામાં આવ્યા છે, જે ચારેબાજુનો વ્યૂ આપે છે. એક બટન દબાવીને લિસ્ટમાંથી જરૂરિયાત પ્રમાણે કેમેરા વ્યૂ સિલેક્ટ કરી શકાય છે.
  • કારમાં ડ્યુઅલ એરબેગ્સ, ABS વિથ EBD, સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ, સ્પીડ સેન્સિંગ ડોર લોક, તેમજ વ્હીકલ ડાયનામિક્સ કંટ્રોલ (VDC) હિલ સ્ટાર્ટ આસિસ્ટ સિસ્ટમ (HAS), ટ્રેક્શન કંટ્રોલ જેવાં લેટેસ્ટ ફીચર્સ આપવામાં આવ્યાં છે. કારમાં એન્ટિ રોલ બોર સાથે ચેસિસ અને સસ્પેન્શન આપવામાં આવ્યા છે.
  • મેગ્નાઇટમાં વાયરલેસ ચાર્જિંગ આપવામાં આવ્યું છે, જે આ સેગમેન્ટમાં અન્ય SUVમાં જોવા મળતું નથી. મેગ્નાઇટમાં વાયરલેસ ચાર્જિંગ પેડ ઓટો ક્લાયમેટ એરકોન નોબ નીચે આપવામાં આવ્યું છે.
  • રિપોર્ટ્સ અનુસાર, કંપની આ કાર ડિસેમ્બરમાં લોન્ચ કરી શકે છે. તેની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 5.3 લાખ રૂપિયાથી 7.5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે.

તમામ વેરિઅન્ટનાં ફીચર્સ
નિસાન મેગ્નાઇટ XE: આ એન્ટ્રી લેવલ વેરિઅન્ટમાં 16 ઇંચના સ્ટીલ વ્હીલ્સ, ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર, ફ્રંટ અને રિઅર ફોક્સ સ્કિડ પ્લેટ, રૂફરેલ્સ અને ચાર પાવર વિંડો મળશે. તેમાં 3.5 ઇંચની LCD ડિસ્પ્લે મળશે.
નિસાન મેગ્નાઇટ XL: આ વેરિઅન્ટમાં 6 સ્પીકર ઓડિયો સિસ્ટમ, સ્ટિયરિંગ માઉન્ટ કંટ્રોલ, ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ, ઇલેક્ટ્રિક્લી અડજસ્ટેબલ અને ફોલ્ડબલ વિંગ્સ મિરર્સ મળશે.
નિસાન મેગ્નાઇટ XV (હાઈ): તેમાં 16 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, LED ડેટાઇમ લેમ્પ્સ અને ફોગ્લેમ્પ્સ, 8 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, 7 ઇંચની TFT ડિસ્પ્લે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વોઇસ રેકગ્નિશન ટેકનોલોજી, રિવર્સ કેમેરા આપવામાં આવ્યા છે. આ સાથેએન્ડ પુશ સ્ટાર્ટ બટન પણ મળશે.
નિસાન મેગ્નાઇટ XV (પ્રીમિયમ): તેમાં LED બાય-પ્રોજેક્ટર હેડલેમ્પ, ક્રુઝ કંટ્રોલ, 360 ડિગ્રી સરાઉન્ડ વ્યૂ કેમેરા, ટાયર પ્રેશર મોનિટર, ઓલ બ્લેક ઇન્ટિરિયર, સનરૂફ જેવાં ફીચર્સ મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો