• Gujarati News
  • Utility
  • Automobile
  • Booking Of Maruti Suzuki Cellario Has Started, Can Be Booked By Giving A Token Amount Of Rs 11,000, Check The Features Before Buying

બુકિંગ:મારુતિ સુઝુકી સેલેરિયોનું બુકિંગ શરૂ થઈ ગયું, 11,000 રૂપિયા ટોકન અમાઉન્ટ આપીને બુક કરાવી શકાશે, ખરીદતાં પહેલાં ફીચર્સ ચેક કરી લો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મારુતિ સુઝુકી સેલેરિયો 2021 ઇન્ડિયન માર્કેટમાં તેનાં નવાં વર્ઝન સાથે એન્ટ્રી કરવા માટે તૈયાર છે. કંપનીએ ​​જાહેરાત કરી છે કે આ કારનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. રસ ધરાવતા ગ્રાહકો તેને 11,000 રૂપિયા આપીને આ કાર બુક કરાવી શકશે. સેલેરિયો કારમાં એક્સટિરિયરની ડિઝાઈનમાં ફેરફાર કરવાથી લઈને કેબિનને કમ્ફર્ટેબલ બનાવીને અન્ય ઘણી અપડેટ્સ આપવામાં આવી છે.

સેલેરિયો કંપનીની આ વર્ષની પહેલી કાર હશે
સેલેરિયો આ વર્ષે લોન્ચ થનારી મારુતિની ફર્સ્ટ કાર છે. કંપની આ કારના લોન્ચિંગથી સેમિકન્ડક્ટર અથવા ચિપના અભાવે વેચાણમાં થતા નુકસાનને ઘટાડવા માગે છે. મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડમાં માર્કેટિંગ અને સેલ્સના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર શશાંક શ્રીવાસ્તવ વાત કરતા જણાવે છે કે, 'અમને વિશ્વાસ છે કે નવી-નવી સેલેરિયો ફરી એકવાર કોમ્પેક્ટ સેગમેન્ટમાં વેચાણ વધારવામાં મદદ કરશે.

ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં સેમિકન્ડક્ટરની અછતને કારણે કંપનીના પ્રોડક્શનને અસર થઈ છે. બીજીબાજુ ગ્રાહકો તરફથી નવી કારની જોરદાર ડિમાન્ડ છે. આને ધ્યાનમાં રાખીને કંપની ઓવરટાઇમ કામ કરી રહી છે. જેથી વેટિંગ પિરિયડ ઓછો કરવામાં મદદ મળી શકે.

એન્જિન ડિટેલ્સ
કંપનીનું કહેવું છે કે, નવી સેલેરિયો નેક્સ્ટ જનરેશન K-સિરીઝ ડ્યુઅલ-જેટ, ડ્યુઅલ VVT એન્જિન પર આધારિત હશે અને એવરેજ વધારવા માટે તેને સ્ટાર્ટ-સ્ટોપ ફીચર મળશે. જો કે, કંપનીએ પાવર અને ટોર્ક વિશે માહિતી આપી નથી.

મારુતિ સેલેરિયો ડિઝાઇન અપડેટમાં સેલેરિયોના ફ્રંટમાં નવી ગ્રિલ મળશે
મારુતિ સેલેરિયો ડિઝાઇન અપડેટમાં સેલેરિયોના ફ્રંટમાં નવી ગ્રિલ મળશે

નવી ડિઝાઇન મળશે
મારુતિ સેલેરિયો ડિઝાઇન અપડેટમાં સેલેરિયોના ફ્રંટમાં નવી ગ્રિલને સપોર્ટ કરશે. જેમાં ક્રોમ એક્સેન્ટ તેને યૂનિક બનાવે છે. હેડ લાઇટ ડિઝાઇનને પણ અપડેટ કરવામાં આવી છે. તેમજ, બોડી કેરેક્ટર લાઇન ઉમેરવામાં આવી છે. ગાડીની ઓવરઓલ પ્રોફાઇલ હવે પહેલાં કરતાં વધુ રાઉન્ડ શેપની થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...