બુકિંગ / ભારતમાં ટોયોટા વેલફાયરનું બુકિંગ શરૂ થયું, બુકિંગ અમાઉન્ટ 10 લાખ રૂપિયા

Booking for Toyota Welfare starts in India, Booking Amount Rs 10 Lakh

  • ભારતમાં 5 ફેબ્રુઆરીના લોન્ચ થાય એવી શક્યતા 
  • કારની કિંમત 80 લાખ રૂપિયા આસપાસ હોઈ શકે 

Divyabhaskar.com

Jan 12, 2020, 12:09 PM IST

ઓટો ડેસ્કઃ ટોયોટા કિર્લોસ્કર મોટરે તેની લક્ઝરી MPV (મલ્ટિ પર્પઝ વ્હીકલ) ટોયોટા વેલફાયર માટે બુકિંગ શરૂ કરી દીધું છે. આ કારને બુક કરવા માટે તમારે 10 લાખ રૂપિયા આપવા પડશે. આ MPVની ડિલિવરી માટે વેઇટિંગ પિરિઅડ મે 2020 સુધી પહોંચી શકે છે. ભારતમાં નવાં મોડેલની કિંમત 80 લાખ રૂપિયા આસપાસ હોઈ શકે છે. કંપનીએ હજી આ કારની કિંમત જાહેર નથી કરી. ભારતમાં આ લક્ઝરી MPV કમ્પ્લિટલી બિલ્ટ યૂનિટ તરીકે આવી શકે છે. ભારતમાં આ કાર 5 ફેબ્રુઆરીના લોન્ચ થાય એવી શક્યતા છે.

મર્સિડીઝ બેન્ઝ V-Classને ટક્કર આપશે
ભારતમાં ટોયોટા વેલફાયરની ટક્કર મર્સિડીઝ બેન્ઝ V-Class સાથે થશે. મર્સિડીઝ બેન્ઝ V-Classની ભારતમાં પ્રારંભિક કિંમત 68.4 લાખ રૂપિયા છે. આ પ્રીમિયમ MPVમાં LED ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ સાથે સ્પ્લિટ હેડલેમ્પ્સ અને મોટી ક્રોમ પટ્ટી સાથે ક્રોમ ગ્રિલ આપવામાં આવી છે. MPVમાં મોટો એરડેમ છે, જેની બંને બાજુ ટ્રાયંગ્યુલર ફોગ લેમ્પ પોડ્સ આપવામાં આવ્યા છે. આ સિવાય, તેમાં ઇન્ટિગ્રેટેડ ટર્ન સિગ્નલ્સ સાથે આઉટ સાઇડ રિઅર વ્યૂ મિરર્સ છે.

ઇન્ટિરિયર
ટોયોટાની આ પ્રીમિયમ MPVનું ઇન્ટિરિયર બ્લેક કલરમાં છે. તેના ડેશબોર્ડ પર ફોક્સ વુડ ફિનિશ મળશે. સેન્ટર કંસોલની ચારેબાજુ સિલ્વર ફિનિશ આપવામાં આવી છે, જેમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને AC મોડ્યુલ છે. આ સિવાય, વેલફાયરમાં લેધર વુડન ફિનિશ મલ્ટિ-ફંક્શન સ્ટિયરિંગ વ્હીલ અને ટ્વીન પોડ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે.

સેફ્ટી માટે 7 એરબેગ્સ
આ પ્રીમિયમ કારમાં વેન્ટિલેટેડ અને હીટેડ સીટ્સ મળશે, જેમાં મેમરી અને રિક્લાઇનિંગની સુવિધા હશે. આ સિવાય, તેમાં લેધર અપહોલ્સ્ટ્રી, પાવર સાઇડ અને રિઅર ડોર, ટ્વીન મોનોરૂફ, સનશેડ્સ, એમ્બિઅન્ટ લાઇટિંગ, સીટ ટેબલ્સ, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, પર્સનલ સ્પોટ લાઇટ્સ અને 7 એરબેગ્સ જેવાં અનેક ફીચર્સ મળશે. ભારતમાં ટોયોટા વેલફાયરને 2.5 લિટર, પેટ્રોલ હાઇબ્રિડ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવે એવી શક્યતા છે. એન્જિન કન્ટિન્યુઅસલી વેરિએબલ ટ્રાન્સમિશન (CVT)થી સજ્જ હશે.

X
Booking for Toyota Welfare starts in India, Booking Amount Rs 10 Lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી