બુકિંગ / નવી મારુતિ બ્રેઝાનું બુકિંગ શરૂ, 11 હજાર રૂપિયામાં બુક કરાવી શકાશે

Booking for new Maruti Brezza started with down payment of Rs 11 thousand

Divyabhaskar.com

Feb 12, 2020, 03:16 PM IST

ઓટો ડેસ્કઃ મારુતિ સુઝુકીએ 6 ફેબ્રુઆરીના રોજ ઓટો એક્સપોમાં વિટારા બ્રેઝાનું ફેસલિફ્ટ મોડેલ રજૂ કર્યું હતું. કંપનીએ આ કાર 18 ફેબ્રુઆરીના રોજ લોન્ચ કરવાની છે. જો કે, કંપનીએ અત્યારથી જ આ ફેસલિફ્ટનું બુકિંગ શરૂ કરી દીધું છે. કંપનીની ડીલરશિપ પરથી 11 હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરી બુક કરાવી શકાય છે.

મારુતિ બ્રેઝાના ફેસલિફ્ટ મોડેલમાં સૌથી મોટો ફેરફાર તેનાં એન્જિનમાં થયો છે. નવી બ્રેઝા BS-6 કમ્પ્લાયન્ટ 1.5 લિટર પેટ્રોલ એન્જિનમાં આવશે, જ્યારે અત્યાર સુધી આ 1.3 લિટર ડીઝલ એન્જિનમાં આવતી હતી. ફેસલિફ્ટ મોડેલમાં ડીઝલ એન્જિન નહીં મળે કારણ કે, મારુતિ પહેલાં જ જાહેરાત કરી ચૂકી છે કે તે ડીઝલ એન્જિનવાળી કાર્સ બંધ કરી દેશે.

પાવર
બ્રેઝા ફેસલિફ્ટનું એન્જિન મારુતિ સિયાઝમાંથી લેવામાં આવ્યું છે. આ 1.5 લિટર K15B પેટ્રોલ એન્જિન 103 bhp પાવર અને 138 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શન્સ આવેલાં છે. ઓટોમેટિક ગિયરબોક્સવાળા વેરિઅન્ટમાં મારુતિની સ્માર્ટ હાઇબ્રિડ ટેક્નોલોજી પણ મળશે. મેન્યુઅલ ગિયરબોક્સ સાથે તેની એવરેજ 17.03 કિમી, જ્યારે સ્માર્ટ હાઇબ્રિડ સાથે અપકમિંગ ઓટોમેટિક ટ્રાન્સમિશન વેરિઅન્ટની એવરેજ લિટર દીઠ 18.76 કિમી છે.

ન્યૂ લુક
મારુતિ બ્રેઝાના ફેસલિફ્ટ મોડેલમાં તમને નવી ટ્વીન સ્લેટ ગ્રિલ, નવી ડિઝાઇનનો LED પ્રોજેક્ટર હેડલેમ્પ, L શેપ DRL, 16 ઇંચના ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ, નવા ફોગ લેમ્પ અને બુલ બાર સ્ટાઇલ સ્કિડ પ્લેટ મળશે. રિઅરમાં LED ટેલલેમ્પ આપવામાં આવ્યા છે. પરંતુ તેની ડિઝાઇનમાં કોઈ ફેરફાર નથી થયો.

અપડેટેડ ફીચર્સ
નવી બ્રેઝાની કેબિનમાં નવી 7 ઇંચની સ્માર્ટપ્લે સ્ટુડિયો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હવે લાઇવ ટ્રાફિક અપડેટ, વોઇસ રેકોગ્નિશન, વ્હીકલ અલર્ટ અને ક્યુરેટેડ ઓનલાઇન કન્ટેન્ટ સાથે આવે છે. આ સિવાય, ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પહેલેથી જ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ કરે છે.

કિંમત
મારુતિ બ્રેઝા ફેસલિફ્ટની કિંમત 7 લાખ રૂપિયા આસપાસ રહેવાની અપેક્ષા છે, જ્યારે અત્યાર સુધી આવનારી ડીઝલ એન્જિન બ્રેઝાની કિંમત 7.63 લાખ રૂપિયા હતી. માર્કેટમાં નવી બ્રેઝાની ટક્કર ટાટા નેક્સન, હ્યુન્ડાઇ વેન્યૂ, મહિન્દ્રા XUV300 અને ફોર્ડ ઇકોસ્પોર્ટ સાથે થશે.

X
Booking for new Maruti Brezza started with down payment of Rs 11 thousand

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી