Datsun GO CVT અને GO+ CVTનું બુકિંગ શરૂ થયું, ડાઉન પેમેન્ટ 11 હજાર રૂપિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ડેટ્સન ગો અને ગો પ્લસના આવનારાં CVT ઓટોમેટિક વર્ઝનનું પ્રિ-બુકિંગ શરૂ થઈ ગયું છે. બંને કારનું CVT વેરિઅન્ટનું બુકિંગ દેશની કોઈપણ નિસાન અને ડેટસન ડીલરશીપ પર કરાવી શકાશે. બુકિંગ રકમ 11 હજાર રૂપિયા છે. આ કાર્સની લોન્ચિંગ તારીખ હજી જાહેર કરવામાં નથી આવી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, ઓક્ટોબરની શરૂઆતમાં આ કાર્સનું વેચાણ શરૂ થઈ જશે.


પ્રિ-બુકિંગની જાહેરાત કરતા નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાકેશ શ્રીવાસ્તવે કહ્યું કે, અમે ગ્રાહકોની માગને પહોંચી વળવા ડેટસન ગો અને ગો પ્લસને નિસાનની CVT ટેક્નોલોજી આપી રહ્યાં છીએ. નવી ડેટસન ગો CVT અને ગો પ્લસ CVT 5Sની યુએસપી સાથે આવનારી તેનાં સેગમેન્ટની પહેલી કાર્સ છે. 5Sમાં સ્પેસ, સેફ, સ્માર્ટ, સ્ટાઇલ અને શ્યોર (જાપાનની ટેક્નોલોજી) સામેલ છે.


CVT ઓપ્શન આ બંને કાર્સનાં ટોપ વેરિઅન્ટ્સ T અને T(O)માં મળશે. CVT મોડલની કિંમત મેન્યુઅલ મોડલથી 50 હજાર રૂપિયા વધારે હોઈ શકે છએ. તેમાં મેન્યુઅલ વેરિઅન્ટવાળા તમામ ફીચર્સ હશે. બંને કાર્સમાં વ્હીકલ ડાયનેમિક કન્ટ્રોલ (VDC), ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સ, EBD સાથે ABS, બ્રેક આસિસ્ટ, રીઅર પાર્કિંગ સેંસર્સ, ફોલો મી હોમ હેડલેમ્પ અને સ્પીડ સેન્સિંગ ઓટો ડોર લોક જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

એન્જિન
કાર્સનાં એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. બંને કાર્સમાં 1.2 લિટરનું એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 67 bhp પાવર અને 104 Nm ટોર્ક જનરેટ કરે છે. અત્યારે આ બંને કાર્સ માત્ર 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સમાં જ ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...