ન્યુ અલ્ટો K10નું બુકીંગ શરૂ:11 હજાર રૂપિયામાં કરી શકો છો બુક, મોર્ડન ફીચરની સાથે-સાથે CNGમાં ઉપલબ્ધ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

તહેવારની સીઝન ચાલુ થતા જ મારુતિએ ન્યુ અલ્ટો K10નું બુકીંગ શરૂ કરી દીધું છે. આ કાર તમે ફક્ત 11 હજારમાં જ બુકીંગ કરી શકો છો. જૂની અલ્ટોની સરખામણીએ આ અલ્ટોમાં નવા ફીચર્સ અપડેટ કર્યા છે. આ સાથે જ આ કારની સાઈઝ પણ થોડી વધારી દીધી છે. કંપની 18 ઓગસ્ટે આ કારને લોન્ચ કરશે. માનવામાં આવે છે કે, આ કારને હાર્ટેક્ટ પ્લેટફોર્મમાં તૈયાર કરવામાં આવી છે .આ એ જ પ્લેટફોર્મ છે જે પરથી અત્યાર સુધી મારુતિ સુઝુકીએ S-Presso, Celerio, Baleno અને Ertiga બનાવવામાં આવી છે.

મારુતિ સુઝુકી અલ્ટો K10 હાલની અલ્ટો 800 ની સાથે વેચવામાં આવશે. આ કારને કુલ 12 વેરિઅંટમાં લોન્ચ કરવામાં આવશે, જેમાંથી 8 મેન્યુઅલ ટ્રાન્સમિશન વિકલ્પો સાથે હશે, જેમાં STD, STD(O), LXI, LXI(O), VXI, VXI(O), VXI+ અને VXI+(O) અને 4 ઓટોમેટિક વેરિઅન્ટમાં VXI, VXI(O), VXI+ અને VXI+(O)નો સમાવેશ થાય છે.

નવી મારુતિ અલ્ટો K10ની સાઈઝમાં પણ વધારો
નવી જે અલ્ટો K10 લોન્ચ કરવામાં આવશે તો 2022 અલ્ટો કરતાં સાઈઝમાં મોટી હશે. આ કારની લંબાઈ 3,530 mm, પહોળાઈ 1,490 mm અને 2,380 mm લાંબી વ્હીલબેઝ સાથે 1,520 mm ઉંચાઈ હશે. જેનાથી કારના વ્હીલબેઝમાં 20 મીમીનો વધારો થશે જેથી તે 85 મીમી લાંબી અને 45 મીમી ઊંચી થશે. આ કારમાં 17 લીટર કેપેસીટી ટેન્ક અને 177 લીટર બુટ સ્પેસ મળશે.

અલ્ટો K10ની ફ્રન્ટ પ્રોફાઈલ ગ્રેન્ડ વિટારા જેવી
અલ્ટોનું એક્સટીરિયર સેલેરિયો અને અલ્ટો 800 જેવું જ હશે, જ્યારે તેની આગળની પ્રોફાઇલ ગ્રાન્ડ વિટારા જેવી જ છે. લીક થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે, અલ્ટો K10 સોલિડ વ્હાઇટ, ગ્રેનાઇટ ગ્રે, સિલ્કી વ્હાઇટ, સિઝલિંગ રેડ, સ્પીડી બ્લુ અને અર્થ ગોલ્ડના 6 કલર ઉપલબ્ધ રહેશે.

7 ઇંચ ટચ સ્ક્રીન સિસ્ટમ રહેશે
ઓલ-બ્લેક ઈન્ટીરીયર કલર સ્કીમની સાથે લોન્ચ થનારી અલ્ટો K10માં ડેશબોર્ડ પર પાવર વિન્ડો બટન, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એન્ડ્રોઈડ ઓટો અને Apple CarPlay સાથે 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સના રૂપમાં કેબિન કમ્ફર્ટ મળશે. પાછળના પાર્કિંગ સેન્સર અને મેન્યુઅલ એર કન્ડીશનીંગની સુવિધા પણ મળશે.

એન્જીન અને ટ્રાન્સમિશનના પણ વિકલ્પ
2022 Maruti Suzuki Alto K10 એ જ એન્જિન મેળવે છે જે Celerio અને S Presso ને પાવર કરે છે. 1.0-લિટર K10C ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન 6,000rpm પર 67hp પાવર અને 3,500rpm પર 89Nm ટોર્ક આપે છે.એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અથવા AMT ગિયરબોક્સ સાથે પણ કનેક્ટ છે.

કંપની નવી અલ્ટો 10માં CNGનો પણ વિકલ્પ આપે છે, આ કારની કિંમત પહેલાં કરતા થોડી વધારે હોઈ શકે છે.