મહિન્દ્રાની નવી સ્કોર્પિયો ક્લાસિક SUV લોન્ચ:તેના બમ્પર અને બોનેટ પહેલાં કરતાં વધુ બોલ્ડ અને આકર્ષક, કંપની 20 ઓગષ્ટે કિંમત જાહેર કરશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાની નવી સ્કોર્પિયો ક્લાસિક SUVથી પડદો ઊઠાવી લીધો છે. ભારતમાં સ્કોર્પિયો-N SUV લોન્ચ થયાના અઠવાડિયા પછી, કંપનીએ જૂની પેઢીની સ્કોર્પિયો SUVનું અપડેટેડ વર્ઝન મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક લોન્ચ કર્યું છે. કંપનીએ પહેલેથી જ કહ્યું હતું કે, મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક બેજ હેઠળ પ્રીમિયમ સ્કોર્પિયો-N સાથે જૂની સ્કોર્પિયોનું વેચાણ કરશે. સ્કોર્પિયો ક્લાસિક SUVને ક્લાસિક S અને ક્લાસિક S-11 નામનાં બે વેરિએન્ટમાં આપવામાં આવશે અને તેની કિંમત 20 ઓગષ્ટે જાહેર કરવામાં આવશે.

લુક અને ડિઝાઈન
જૂના સ્કોર્પિયો મોડેલનાં બેઝિક લુકમાં કોઈ જ ફેરફાર થયો નથી. જો કે, સ્કોર્પિયો ક્લાસિકમાં ક્રોમ સ્લેટ સાથે ફરીથી ડિઝાઇન કરેલી ગ્રિલ અને સેન્ટરમાં મહિન્દ્રાનો નવો લોગો મળે છે. SUVનાં બમ્પર અને બોનેટને પહેલાં કરતાં વધુ બોલ્ડ અને આકર્ષક બનાવવામાં આવ્યા છે. ગ્રીલનાં કિનારે નવા ડીઆરએલ જોવા મળે છે. પાછળની તરફ SUVમાં સિગ્નેચર સ્કોર્પિયો ટાવર LED ટેલ લેમ્પ્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત SUVમાં 17 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે.

ઈન્ટિરિયર અને ફિચર્સ
નવી સ્કોર્પિયો ક્લાસિકમાં કેબિનની અંદર ડ્યુઅલ ટોન થીમ આપવામાં આવી છે. સેન્ટર કન્સોલમાં વુડની થીમ આધારિત ફિનિશ હોય છે. તેમાં 9 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ઉપરાંત અન્ય પ્રીમિયમ ફીચર્સ પણ જોવા મળશે.

કલર
મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક પાંચ એક્સટિરિયર કલરમાં જોવા મળશે. તેમાં રેડ રેજ, નેપોલી બેક, ડિસેન્ટ સિલ્વર, પર્લ વ્હાઇટ અને ગેલેક્સી ગ્રે જેવા રંગો સામેલ છે.

એન્જિન અને માઈલેજ
કંપનીએ મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક SUVમાં 2.2 લીટરનું જેન-2 mHawk ડીઝલ એન્જિન લોન્ચ કર્યું છે. આ એન્જિન 132 PSનો મેક્સિમમ પાવર અને 300 nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. મહિન્દ્રાનું કહેવું છે, કે નવું એન્જિન જૂનાં એન્જિન કરતાં 50 ટકાથી વધુ હળવું છે અને 14 ટકા વધુ સારી માઇલેજ આપી શકે છે.