ન્યૂ લોન્ચ:BMWની ફર્સ્ટ મેડ ઇન ઇન્ડિયા કાર X7 M50d SUV લોન્ચ થઈ, માત્ર 5.4 સેકંડમાં 0થી 100 કિમીની સ્પીડ પકડી લેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

BMWએ ભારતમાં પોતાની ફર્સ્ટ મેડ ઇન ઈન્ડિયા કાર X7 M50d SUV લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ SUV 2.02 કરોડ રૂપિયાની કિંમતે લોન્ચ કરી છે. આ મોડેલ કમ્પ્લિટલી મેડ ઇન ઇન્ડિયા કાર (CBU)ની જેમ આવી રહી છે. આ કારનું બુકિંગ ફક્ત કંપનીની વેબસાઇટ પર જઇને જ કરી શકાશે. આ પહેલા ભારતમાં BMWની SUV વેચાઇ હતી. તે બધા વિદેશમાં મેન્યુફેક્ચર થતી હતી અને તેને ભારત લાવીને અસેમ્બલ કરવામાં આવતી હતી. તેથી, X7 M50d SUV ફર્સ્ટ મેડ ઇન ઇન્ડિયા તરીકે સ્પેશિયલ કાર છે.

BMW X7 M50d કારમાં 2,993ccનું ડીઝલ એન્જિન
BMW X7 M50d કારમાં 2,993ccનું ડીઝલ એન્જિન

એન્જિન ડિટેલ્સ
BMW X7 M50d 2,993cc ડીઝલ એન્જિનથી ચાલે છે, જે 400નું આઉટપુટ આપે છે. આ એન્જિનથી કાર ફક્ત 5.4 સેકંડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ મોડેલમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યાં છે. આ અનેક સેફ્ટી અને લક્ઝરી ફીચર્સથી સજ્જ છે.

BMW M3માં 18 ઇંચના લાઇટ વોલ વ્હીલ્સ આપવામાં આવ્યાં છે
BMW M3માં 18 ઇંચના લાઇટ વોલ વ્હીલ્સ આપવામાં આવ્યાં છે

BMW M340i માર્ચમાં લોન્ચ થઈ હતી
BMWએ સ્પોર્ટિંગ થીમને ધ્યાનમાં રાખીને માર્ચમાં તેની BMW M340i SUV લોન્ચ કરી હતી. જેમાં ફ્રંટમાં વાઇડ અને લો સ્લંગ બોનેટ, બંપરમાં મોટું સર્ફેસિંગ કારને મોર્ડન લુક આપે છે. એક્સટિરિયર મિરર કેપ્સ અને કિડની ગ્રિલ સરાઉન્ડ્સ ગાડીને એક્સક્લુઝિવ લુક આપે છે. સાઇડથી જોવા પર પણ કારનું હુડ તેને એક સ્પોર્ટી પ્રોફાઇલ આપે છે. રિઅર એન્ડમાં કારમાં L શેપની ટેલલાઇટ્સ આપવામાં આવી છે. અને ઓવરઓલ રિઅર લુડ વાઇડ અને એથેલિટિક લાગે છે. આ ઉપરાંત, રિઅર બૂટ લીડ પર M રિઅર સ્પોઇલર પણ આપવામાં આવ્યું છે. BMW M3માં 18 ઇંચના લાઇટ વોલ વ્હીલ્સ આપવામાં આવ્યાં છે.