વિશ્વની પ્રખ્યાત લક્ઝરી ઓટોમોબાઇલ કંપની BMW ટૂંક સમયમાં તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવા જઇ રહી છે. BMWએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરને કંપનીના બાકીના સ્કૂટર્સ કરતાં અલગ ડિઝાઇન અને લુક આપ્યો છે. કંપનીનું આ CE 04 ઇલેક્ટ્રિક સ્કૂટર બાવેરિયન ઓટોમેકર દ્વારા તૈયાર કરાયું છે. કંપનીનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર અગાઉ પણ ઘણીવાર સ્પોટ થઈ ચૂક્યું છે. દેખાવમાં આ સ્કૂટરની ડિઝાઇન ડુકાટી સ્પોર્ટ 1000 Biposto જેવી જ લાગે છે.
ડિઝાઇન
કંપનીએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરને બદલે સ્કેટબોર્ડ જેવી ડિઝાઇન આપી છે. BMWના આ સ્કૂટરમાં શાનદાર બોડી વર્ક કરવામાં આવ્યું છે. આ સ્કૂટરમાં V-શેપનો હેડલેમ્પ આપવામાં આવ્યો છે, જે ઇન્ટિગ્રેટેડ LED DRLs સાથે આવે છે. કમ્ફર્ટેબલ રાઇડ માટે આ સ્કૂટરમાં મલ્ટિ લેયર્ડ ફ્લોરબોર્ડ અને ઊંચા હેન્ડલબાર આપવામાં આવ્યા છે. તેમજ, તેમાં સિંગલ પીસ સીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે બે લોકોને માટે બેસવા માટે અનુકૂળ છે.
કંપનીએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરને બે વેરિઅન્ટમાં રજૂ કર્યું છે, જેમાં સ્ટાન્ડર્ડ અને એવંટગ્રેડ વેરિએન્ટ્સ સામેલ છે. સ્કૂટરના મોડિફિકેશનમાં રિઅર વ્હીલ પર રિફ્લેક્ટર, બ્રેક લાઇટ્સ, ટાયર હગર, મિરર્સ અને મડગાર્ડ માઉન્ટેડ ઇન્ડિકેટર્સ જેવાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.
ફીચર્સ
કંપનીએ આ સ્કૂટરમાં 10.25 ઇંચની TFT કલર સ્ક્રીન આપી છે, જે ઇન-બિલ્ટ નેવિગેશન અને સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે આવે છે. આ સાથે ઇકો, રોડ અને રેન, LED લાઇટિંગ, બ્લેક આઉટ એલોય વ્હીલ્સ અને ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ સહિતના અનેક રાઇડિંગ મોડ્સ જેવાં ફીચર્સ સામેલ કર્યાં છે.
સ્પેસિફિકેશન્સ
કંપનીએ આ સ્કૂટરમાં 8.9kWh બેટરી પેકનો ઉપયોગ કર્યો છે, જે કાયમી મેગ્નેટિક ઇલેક્ટ્રિક મોટર સાથે આવે છે. આ સ્કૂટર 20bhpનો પાવર જનરેટ કરે છે. આ સ્કૂટર માત્ર 2.6 સેકન્ડમાં 0થી 50 કિમીની ઝડપ પકડવામાં સક્ષમ છે. આ સ્કૂટરની બેટરી ફુલ ચાર્જ થવા માટે ફક્ત 4.2 કલાકનો સમય લે છે. બીજીબાજુ, ફાસ્ટ ચાર્જિંગનો ઉપયોગ કરીને ફક્ત 45 મિનિટમાં 80% જેટલો ચાર્જ થઈ શકે છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 130 કિમી સુધીની ડ્રાઇવિંગ રેંજ આપવા માટે સક્ષમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.