BMW ઇન્ડિયાએ તેના ગ્રાહકો માટે કોન્ટેક્ટલેસ સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ હેઠળ, ગ્રાહકો તેમની કારની સર્વિસ બુક કરી શકશે અને તેનો રિવ્યૂ પણ કરી શકશે. તેમજ, ગ્રાહકો સર્વિસ સંબંધિત અન્ય કોટેશન પણ લઈ શકાશે અને પેમેન્ટ પણ ઓનલાઇન કરી શકાશે એ પણ માત્ર એક ક્લિક સાથે. BMWની આ કોન્ટેક્ટલેસ સર્વિસ તેના ગ્રાહકોને એન્ડ ટૂ એન્ડ વ્હીકલ સર્વિસ આપવા માટે શરૂ કરવામાં આવી છે, જેમાં તેમને BMWની ઓથોરાઇઝ્ડ વર્કશોપ પર જવાની પણ જરૂર નહીં રહે. ગ્રાહકો આ માટે BMW ની BMW One એપ્લિકેશનનો ઉપયોગ પણ કરી શકે છે.
એપ્લિકેશન આ રીતે કામ કરશે
ગ્રાહકો તેમના સ્માર્ટફોન અથવા પર્સનલ કોમ્પ્યૂટરથી BMW One એપ્લિકેશન પણ ઓપરેટ કરી શકે છે અને પસંદ કરાયેલી સર્વિસને સિલેક્ટ કરીને મળતી ડેટ અને ટાઇમ સ્લોટથી પોતાની નજીકની BMW વર્કશોપ પર જઈ શકે છે. તમારો સંપર્ક BMW સર્વિસ દ્વારા કરવામાં આવશે. તમારી કાર ઘરેથી લેવામાં આવશે, સેનિટાઇઝ કરવામાં આવશે અને ત્યારબાદ સર્વિસ કરવામાં આવશે. ગ્રાહકોને કારની કરન્ટ કન્ડિશન અને સર્વિસ સિવાય બીજું શું કરવાની જરૂર છે તેનું વિગતવાર મૂલ્યાંકન મળશે.
BMW Smart Video updateથી તમને દરેક વિશે જાણકારી મળશે
આ માટે BMW દ્વારા શરૂ કરવામાં આવેલી ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર સ્માર્ટ વીડિયો અપડેટનો ઉપયોગ કરવામાં આવશે. કસ્ટમર સર્વિસમાં ઉલ્લેખિત આવશ્યક વસ્તુઓની સમીક્ષા કરી શકશે. જો તેમને તે યોગ્ય લાગે તો પછી તેને ત્યાંથી તરત જ ઓનલાઇન મંજૂરી આપી શકશે. સર્વિસ થઈ ગયા પછી ગાડી ફરીથી સેનિટાઇઝ કરવામાં આવશે અને તમારા ઇચ્છિત લોકેશન પર તેને મૂકી દેવામાં આવશે.
વીડિયોમાં સમજી શકાશે કે કયા પાર્ટની શા માટે જરૂર છે
BMW સ્માર્ટ વીડિયો એ એક એક્સક્લૂઝિવ એપ બેસ્ટ સ્માર્ટ વીડિયો અને ઇમેજ સોલ્યૂશન છે જ્યાં ગ્રાહકોને રિયલ ટાઇમ અપ્રૂવલ જે સર્વિસ દરમિયાન અથવા કોઈ રિપેરિંગ માટે જરૂરી અપ્રૂવલ આપી શકશે. આ માટે ડીલરશીપના ટેક્નિશિયન વીડિયો ક્રિએટ કરશે, જેમાં એ જણાવવામાં આવશે કે સરિવિસ અથવા રિપેરિંગ માટે શું જરૂરી છે અને તેના માટે સામાનની કિંમત કેટલી હશે. આ માટે ગ્રાહકો પાસે એક લિંક આવશે, જ્યાં તેઓ વીડિયોમાં શું કહેવામાં આવ્યું છે તે સમજી શકશે અને ત્યાંથી તેઓ કામ માટે તેમને મંજૂરી પણ આપી શકશે. અત્યાર સુધીમાં આ સ્માર્ટ વીડિયો સોલ્યુશનનો લાભ BMWના 81 હજારથી વધુ ગ્રાહકો લઈ ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.