ન્યૂ લોન્ચ:BMWએ C 400 GT પ્રીમિયમ અને ભારતનું સૌથી મોંઘું મેક્સી સ્કૂટર લોન્ચ કર્યું, 2 કલર ઓપ્શનથી સજ્જ આ બાઇક 9.5 સેકંડમાં 100ની સ્પીડ પકડી લેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેક્સી સ્કૂટર અટ્રેક્ટિવ લુકની સાથે રાઇડરની પર્સનાલિટીને પણ પ્રીમિયમ બનાવે છે. લોકોની આ પસંદગીને ધ્યાનમાં રાખીને લક્ઝુરિયસ ઓટોમોબાઇલ કંપની BMW મોટોર્રાડે પણ ઇન્ડિયન માર્કેટમાં તેનું બ્રાન્ડ ન્યૂ C 400 GT પ્રીમિયમ મેક્સી સ્કૂટર લોન્ચ કર્યું છે. આ સ્કૂટરની પ્રારંભિક કિંમત 9.95 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ સાથે જ આ સ્કૂટર સેગમેન્ટનું સૌથી મોંઘું સ્કૂટર બની ગયું છે. BMW C 400 GT સ્કૂટર ફુલ્લી ઇમ્પોર્ટેડ હશે. આ સ્કૂટર BMWની બાઇક્સ F 900 R અને F900 XR કરતાં માત્ર 1 લાખ રૂપિયા સસ્તું હશે. આ સાથે જ BMWની એન્ટ્રી લેવલ બાઇક BMW G 310 R અને G 310 GS કરતાં ત્રણ ઘણું મોંઘું હશે.

9.5 સેકંડમાં 100ની સ્પીડ પકડી લેશે
સ્કૂટરમાં 350 ccનું વોટર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. BMW મોટોર્રાડનો દાવો છે કે, આ સ્કૂટર 9.5 સેકંડમાં જ 0-100 kphની સ્પીડ પકડી લે છે. આ સાથે જ સ્કૂટરની ટોપ સ્પીડ 140 kph છે.

સ્કૂટરનું વજન 214 kg છે. ફ્યુલ ટેંકની કેપેસિટી 12.8 લિટર મળે છે. સ્કૂટરમાં ABS ડિસ્ક બ્રેક સિસ્ટમ આપવામાં આવી છે. સ્કૂટર ચાવી વગર જ સ્ટાર્ટ થઈ જાય છે. તેમજ, સ્કૂટરને ચોરી થતાં બચાવવા તેમાં એન્ટિ થેફ્ટ અલાર્મ સિસ્ટમ પણ આપવામાં આવી છે. સ્કૂટર 2 કલર ઓપ્શન અત્પાઇન વ્હાઇટ અને સ્ટાઇલ ટ્રિપલ બ્લેકમાં આવે છે.

5 ફોટોઝમાં સ્કૂટરનાં ફીચર્સ ચેક કરી લો
1. સિંગલ સિલિન્ડર એન્જિન

2. ફુલ LED હેડલાઇટ

3. USB ચાર્જિંગ સોકેટ

4. 6.5ની કલર TFT ડિસ્પ્લે

5. બૂટ સ્પેસ

અન્ય સમાચારો પણ છે...