ન્યૂ લોન્ચ:BMWએ નવા કલર્સ અને એડવાન્સ્ડ ફીચર્સ સાથે સાથે 2021 BMW 5 Series લોન્ચ કરી, કિંમત 62.90 લાખ રૂપિયા

4 મહિનો પહેલા

જર્મનીની અગ્રણી લક્ઝરી ઓટોમોબાઇલ કંપની BMWએ તેની 5 સિરીઝ સિડેન કારનું નવું વર્ઝન ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કર્યું છે. દિલ્હીમાં તેની એક્સ-શો રૂમ કિંમત 62.90 લાખ રૂપિયા છે. તેનું મેન્યુફેક્ચરિંગ કંપનીના ચેન્નાઈના પ્લાન્ટમાં કરવામાં આવી રહ્યું છે. આ એક પેટ્રોલ અને બે ડીઝલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેનું બુકિંગ કંપનીના તમામ ડીલરશીપ પર થઈ શકે છે.

નવા ફેરફાર જોવા મળશે
BMW ગ્રુપ ઈન્ડિયાના પ્રેસિડન્ટ વિક્રમ પાહવાએ કહ્યું કે, 'BMWની સિરીઝ 5 ઘણાં વર્ષોથી વિશ્વભરમાં પસંદ કરવામાં આવી રહી છે અને તેમણે ડ્રાઇવિંગમાં સુધારો લાવવા બેંચમાર્ક સ્થાપિત કર્યો છે. નવી સિરીઝ 5ની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેનું પર્ફોર્મન્સ સુધારવા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કારમાં નવી ગ્રિલ અને સ્લિમ ફુલ LED હેડલાઇટ્સ અને નવી લેઝરલાઇટ આપવામાં આવી
કારમાં નવી ગ્રિલ અને સ્લિમ ફુલ LED હેડલાઇટ્સ અને નવી લેઝરલાઇટ આપવામાં આવી

કલર ઓપ્શન
નવી 5 સિરીઝ પહેલીનાર ફાયટોનિક બ્લુ મેટાલિક અને બર્નિયા ગ્રે અંબર જેવાં નવા કલર્સમાં ઉપલબ્ધ કરાઈ રહી છે. તેના અન્ય કલર્સ અલ્પાઇન વ્હાઇટ અને બ્લેક (નોન મેટાલિક), મિનરલ વ્હાઇટ, કાર્બન બ્લેક, સેફાયર, ગ્લેશિયર સિલ્વર અને બ્લુસ્ટોન છે. તેની એક્સટિરિયર ડિઝાઇનમાં નવી ગ્રિલ અને સ્લિમ ફુલ LED હેડલાઇટ્સ અને નવી લેઝરલાઇટ આપવામાં આવી છે. તેની અંદરની ડિઝાઇનને પણ વધુ આકર્ષક બનાવવામાં આવી છે અને નવા અપહોલ્સ્ટ્રી ઓપ્શન આપવામાં આવ્યા છે.

ગાડી ફક્ત 6.1 સેકંડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે
ગાડી ફક્ત 6.1 સેકંડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે

એન્જિન ડિટેલ્સ
તેનું 2 લિટર 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન 252hp મેક્સિમમ આઉટપુટ અને 350Nm નો મેક્સિમમ ટોર્ક આપે છે. આ ગાડી ફક્ત 6.1 સેકંડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. ડીઝલ વેરિઅન્ટમાં 2 લિટર 4 સિલિન્ડર અને 3 લિટર 6 સિલિન્ડરનો ઓપ્શન આપવામાં આવ્યો છે.

કાર પાર્કિંગ આસિસ્ટન્ટ પ્લસ, સરાઉન્ડ વ્યૂ કેમેરા અને રિવર્સિંગ આસિસ્ટન્ટથી સજ્જ
કાર પાર્કિંગ આસિસ્ટન્ટ પ્લસ, સરાઉન્ડ વ્યૂ કેમેરા અને રિવર્સિંગ આસિસ્ટન્ટથી સજ્જ

ફીચર્સ
નવી 5 સિરીઝમાં પાર્કિંગ આસિસ્ટન્ટ પ્લસ, સરાઉન્ડ વ્યૂ કેમેરા અને રિવર્સિંગ આસિસ્ટન્ટ જેવા ડ્રાઇવિંગને સરળ બનાવનારી સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં BMW ડિસ્પ્લે સાથે રિમોટ કન્ટ્રોલ પાર્કિંગ ફંક્શન પણ મળશે.

અન્ય સમાચારો પણ છે...