ન્યૂ લોન્ચ / BMWએ BS-6 એન્જિનમાં 530i Sport કાર લોન્ચ કરી, કિંમત ₹55.4 લાખ

BMW launched 530i Sport car in BS-6 engine, priced at ₹ 55.4 lakh
BMW launched 530i Sport car in BS-6 engine, priced at ₹ 55.4 lakh
BMW launched 530i Sport car in BS-6 engine, priced at ₹ 55.4 lakh

  • 0થી 100ની સ્પીડ પકડવામાં ફક્ત 6.1 સેકંડનો સમય લાગે છે
  • આ નવી કાર 4 કલર ઓપ્શનમાં વેચાણ માટે અવેલેબલ 

Divyabhaskar.com

Feb 15, 2020, 12:52 PM IST

ઓટો ડેસ્કઃ લક્ઝરી ઓટોમોબાઇલ કંપની BMWએ ભારતમાં BMW 530i Sport કાર લોન્ચ કરી દીધી છે. BMW 5 સિરીઝ રેન્જની આ એન્ટ્રી લેવલ કાર છે, જેની કિંમત 55.4 લાખ રૂપિયા રાખવામાં આવી છે. BS-6 એન્જિન સાથે આવતી આ કાર 4 કલર ઓપ્શનમાં વેચાણ માટે અવેલેબલ છે. આ પ્રીમિયમ કારને મિનરલ વ્હાઇટ, બ્લેક સેફાયર, મેડિટેરનિયન બ્લુ અને બ્લુ સ્ટોન મેટાલિક કલરમાં ખરીદી શકાય છે. BMW કાર સાથે સર્વિસ પેકેજ પણ ઓફર કરી રહી છે, જેની પ્રારંભિક કિંમત 17,300 રૂપિયા છે.

એન્જિન અને પાવર
આ પ્રીમિયમ કારમાં 2.0 લિટર ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 252bhp પાવર અને 350Nm ટોર્ક જનરેટ કરે છે. આ કાર 0થી 100ની સ્પીડ પકડવામાં ફક્ત 6.1 સેકંડનો સમય લે છે. આ કાર 8 સ્પીડ સ્ટેપટ્રોનિક ટ્રાન્સમિશન સાથે આવે છે. આ કાર સ્ટિયરિંગ વ્હીલ પેડલ શિફ્ટર્સ સાથે પણ અવેલેબલ છે. કારમાં લોન્ચ કન્ટ્રોલ ફંક્શન પણ મળે છે.

4 ડ્રાઇવિંગ મોડ
આ કારમાં ચાર ડ્રાઇવિંગ મોડ મળે છે. ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ કન્ટ્રોલ સ્વિચનો ઉપયોગ કરીને ડ્રાઇવર કમ્ફર્ટ, સ્પોર્ટ, ECO PRO અને સ્પોર્ટ+ ડ્રાઇવિંગ સિલેક્ટ કરી શકે છે. આ ઉપરાંત, આ કાર BMW જેશ્ચર કન્ટ્રોલ ફીચર સાથે આવે છે. આ સિવાય, કારમાં પાર્કિંગ આસિસ્ટન્ટ સાથે રિઅર વ્યૂ કેમેરા અને પાર્ક ડિસ્ટન્ટ કન્ટ્રોલ (PDC) ફીચર પણ આપવામાં આવ્યું છે.

સેફ્ટી ફીચર્સ
સેફ્ટી માટે આ કારમાં 6 એરબેગ્સ, એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ(ABS), એક્ટિવ PDC રિઅર, ડાયનેમિક સ્ટેબિલિટી કન્ટ્રોલ (DSC), ડયાનેમિક ટ્રેક્શન કન્ટ્રોલ (DTC), કોર્નરિંગ બ્રેક કન્ટ્રોલ (CBC), હિલ ડિસન્ટ કન્ટ્રોલ (HDC), સાઇડ ઇફેક્ટ પ્રોટેક્શન, ઇલેક્ટ્રોનિક વ્હીકલ ઇમોબિલાઇઝર અને ક્રેશ સેન્સર જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

મોડર્ન ફીચર્સ
આ કારમાં સામાન્ય ફીચર્સની સાથે મોડર્ન ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યાં છે, જેમાં કનેક્ટેડ ડ્રાઇવ સિસ્ટમ જેવી BMW વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ, BMW લાઇવ કોકપિટ સાથે 12.3 ઇંચની ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે, BMW આઇડ્રાઇવ ટચ સાથે હેન્ડરાઇટિંગ રેકગ્નિશન, 12 લાઉડ સ્પીકર્સ, 205 વોલ્ટ હાઇ-ફાઇ લાઉડસ્પીકર સિસ્ટમ, વાયરલેસ એપલ કારપ્લે, USB અને બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે આવે છે.

X
BMW launched 530i Sport car in BS-6 engine, priced at ₹ 55.4 lakh
BMW launched 530i Sport car in BS-6 engine, priced at ₹ 55.4 lakh
BMW launched 530i Sport car in BS-6 engine, priced at ₹ 55.4 lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી