હોન્ડા દ્વારા CB350 લાઇન લોન્ચ કરવાની સાથે જ જાપાની બાઇક નિર્માતા કંપનીનું લક્ષ્ય રોયલ એનફિલ્ડને માર્કેટમાં ટકકર આપવાનું છે. હોન્ડાએ હાલ માર્કેટમાં પોતાની જે પોઝિશન બનાવી હોય પરંતુ, એ વાતને કોઈ ખોટી સાબિત ન કરી શકે કે, 200CCથી 500CCની અંદર રોયલ એનફિલ્ડને કોઈ ટક્કર નથી મળી રહી અને આ વાત તો સેલ્સ રિપોર્ટ્સ પણ દર્શાવે છે.
2023 હોન્ડા CB350 અને CB350 RS લોન્ચ
હજુ થોડા સમય પહેલા જ રોયલ એનફિલ્ડે 350cc મોટરસાયકલોનાં 64,000થી વધુ યુનિટ્સને માર્કેટમાંથી પાછા બોલાવ્યા હતા ત્યારે આ જ સમયે હોન્ડાએ એક નવી વ્યૂહરચના સાથે પોતાનાં બાઈક કલેક્શનમાં નવા બે બાઈક ઉમેર્યા અને આ તકનો પૂરોપૂરો લાભ ઊઠાવવાનો પ્રયાસ કર્યો. આ બાઈક્સ છે CB350 અને CB350 RS. આ બંને બાઈક્સનો લૂક એકદમ બુલેટ જેવો જ લાગે છે.
ડિલિવરી માર્ચ 2023નાં અંત સુધીમાં શરૂ થશે
હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI)એ ભારતમાં હોન્ડા CB350 અને CB350 RSનાં 2023 મોડેલો લોન્ચ કર્યા છે. આ બંને મોડેલો હવે OBD-2 સુસંગત છે અને 1 એપ્રિલ, 2023થી અમલમાં આવતા તમામ નવા નીતિનિયમોને અનુસાર બનાવવામાં આવ્યા છે. હોન્ડા CB350 મોટરસાઇકલની કિંમત 2.10 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે જ્યારે હોન્ડા CB350 RS મોટરસાઇકલની કિંમત 2.15 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. આ બંને બાઈક્સની ડિલિવરી માર્ચ 2023નાં અંત સુધીમાં શરૂ થશે.
CB350 અને CB350 RS બંને કુલ ૩ વેરિઅન્ટ ઓફર પર છે. CB350માં DLX, DLX Pro અને DLX Pro Chromeનો સમાવેશ થાય છે જ્યારે CB350 RSમાં DLX, DLX Pro અને DLX Pro Dual toneનો સમાવેશ થાય છે. CB350ની કિંમત 2.1 લાખ રૂપિયાથી 2.15 લાખ રૂપિયા સુધીની છે જ્યારે CB350 RSની કિંમત 2.15 લાખથી 2.18 લાખ રૂપિયા સુધીની છે. આ તમામ કિંમતો એક્સ શો-રુમ કિંમતો છે.
ફીચર્સ
પ્રોડક્ટ લાઇનઅપને અપગ્રેડ કરી રહ્યુ છે હોન્ડા
હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાનાં પ્રેસિડન્ટ અને CEO, મેનેજિંગ ડિરેક્ટર શ્રી આત્સુશી ઓગાટાએ જણાવ્યું હતું કે, ‘સરકારની સમયમર્યાદા પૂર્વે HMSI એ આક્રમક રીતે નવીનતમ ધારાધોરણો સાથે પ્રોડક્ટ લાઇનઅપને અપગ્રેડ કરવા પર કામ કરી રહ્યું છે. આજે, અમે નવા OBD2B અનુરૂપ 2023 H'ness CB350 અને CB350RS શરૂ કરીએ છીએ, જે ભવિષ્ય માટે તૈયાર છે. શરૂઆતથી, CB350ના દાયકાને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. અમે એ પણ ખૂબ જ સકારાત્મક છીએ કે નવા કસ્ટમાઇઝેશન સેક્શન 'માય સીબી, માય વે' હેઠળ ખાસ રીતે ક્યુરેટ કરેલી કસ્ટમ કિટ્સ અમારા નવા તેમજ હાલના CB350 ગ્રાહકોને વધુ આનંદ આપશે.’
CB350 RS પર આધારિત કસ્ટમ કિટ્સ
હોન્ડા CB350 RS તેની ડિઝાઇનમાં સ્ક્રેમ્બલર-ઇશ હતી. જ્યારે હોન્ડા H'ness CB350 ક્લાસિક રેટ્રો ક્રુઝર હતી. CB350 RSમાં અલગ રીઅર સબફ્રેમ, ફોર્ક ગેઇટર્સ અને સ્પોર્ટી કલર્સ આપવામાં આવ્યા હતા, જે એન્જિન અને એક્ઝોસ્ટ પર બ્લેક ફિનિશને કોન્ટ્રોસ્ટ કરે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.