હીરોની ટુ-વ્હીલર્સ મોંઘી થઈ:તહેવારો પહેલા જ બાઈકની કિંમતમાં ₹1000 વધારો, હીરોની સૌથી સસ્તી બાઈકની કિંમત છે ₹51450

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

હીરો મોટોકોર્પે ગુરુવારના રોજ પોતાની મોટરસાયકલ અને સ્કૂટર્સની કિંમતોને 1 હજાર રુપિયા સુધી વધારી દીધી છે. ભારતમાં ફેસ્ટિવલ સિઝન શરુ થઈ તે પહેલા જ કંપનીએ મોટુ કદમ ઉઠાવ્યું. મંદીના પ્રભાવથી બચવા માટે કંપનીએ આ નિર્ણય લીધો છે.

હીરો મોટોકોર્પે શું કહ્યું?
કંપનીના અધિકારીએ કહ્યું કે,‘મોંઘવારીની અસરથી બચવા માટે વાહનોના ભાવમાં ફેરફાર કરવો પડશે. તમામ ટૂ-વ્હીલરના ભાવમાં 1000 રૂપિયા સુધીનો વધારો કરી રહ્યા છે. વાહનના મોડલ અને બજારના આધારે ભાવમાં ચોક્કસ ફેરફાર થશે.’

હીરો મોટોકોર્પના બજારમાં અઢળક મોડલ છે
ભારતમાં હીરો મોટોકોર્પ મોટરસાયકલના 14 અને સ્કૂટરના 4 મોડલ વેચાઈ રહ્યા છે. બાઈકમાં 51,450ની HF100થી લઈને 1.32 લાખ રુપિયાની Xpulse 200 4V (એક્સ શો-રુમ, દિલ્હી) સુધી સામેલ છે.

આ ગાડીઓના ભાવ વધ્યા
સ્પ્લેન્ડર, સ્પ્લેન્ડર પ્લસ, HF ડિલક્સ, HF 100, ગ્લેમર XTEC, પેશન XTEC, સુપર સ્પેલેન્ડર, ગ્લેમર, ગ્લેમર કેનવાસ, પેશન પ્રો, એક્સટ્રીમ 160R, એક્સટ્રિમ 200S, એક્સપલ્સ 200 4V અને એક્સપલ્સ 200T બાઈક. તે જ પ્લેઝર, ડેસ્ટિની 125, ન્યૂ મેસ્ટ્રો એજ 125 અને મેસ્ટ્રો એજ 100 સ્કૂટરના ભાવ એક હજાર રુપિયા સુધી વધ્યા.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ સાથે કરી પાર્ટનરશિપ
હીરો મોટોકોર્પે ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર બનાવવા માટે થોડા સમય પહેલા જ હિંદુસ્તાન પેટ્રોલિયમ સાથે પાર્ટનરશિપ કરી. હીરો મોટોકોર્પ ટેકનોલોજી પર HPCl ફંડિગ અને સેલિંગ પર કામ કરશે. આ EVનું ચાર્જિંગ ઓપરેશન પૂરી રીતે કેશલેસ મોડલ પર કામ કરશે.