રિકોલ:મારુતિની સિયાઝ, અર્ટિગા, વિટારા બ્રેઝા, S-Cross અને XL6 ગાડી વાપરતા હો તો ચેતી જાઓ, સેફ્ટી ફીચર્સમાં ગડબડ લાગતાં કંપનીએ ગાડીઓ પરત બોલાવી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની નંબર-1 ઓટોમોબાઇલ કંપની ગણાતી મારુતિ સુઝુકીની ગાડીઓમાં ખામી જોવા મળી છે. જેને પગલે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે તેના પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં હજારો ગાડીઓ પરત બોલાવી છે. કંપનીએ કહ્યું કે, આ ગાડીઓના સેફ્ટી ફીચર્સમાં કંઇક ખામી હોવાનું જણાવ્યું છે. પરત બોલાવવામાં આવતા મોડેલ્સમાં Ciaz, Ertiga, Vitara Brezza, S-Cross અને XL6નો સમાવેશ થાય છે. મારુતિએ આ 5 મોડેલની કુલ 1,81,754 ગાડીઓ રિકોલ કરી છે. આ તમામ ગાડીઓ 4 મે 2018થી 27 ઓક્ટોબર 2020 વચ્ચે બનાવવામાં આવી હતી.

ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને મારુતિ સુઝુકીએ મોટર જનરેટર યૂનિટના નિરીક્ષણ માટે અસરગ્રસ્ત ગાડીઓને સ્વૈચ્છિક રીતે પાછી બોલાવવાનો નિર્ણય કર્યો છે, આવું કંપનીએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું. અસરગ્રસ્ત વાહન માલિકો મારુતિ સુઝુકીની ઓથોરાઇઝ્ડ વર્કશોપમાં સંપર્ક કરી શકે છે.

નવેમ્બર 2021ના પહેલા અઠવાડિયાંમાં પ્રોસેસ શરૂ થશે
જો કારનાં સેફ્ટી ફીચર્સમાં કોઈ ખામી જોવા મળશે તો તે અસરગ્રસ્ત ભાગને બદલવાનું કામ નવેમ્બર 2021ના ​​પહેલા સપ્તાહથી શરૂ થશે. કંપનીએ ગ્રાહકોને વિનંતી કરી છે કે તેઓ પાણી ભરાયેલા વિસ્તારોમાં વાહન ચલાવવાનું ટાળે અને વાહનના ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ પર સીધો પાણીનો છંટકાવ કરે.

તમારી ગાડીમાં ખામી છે કે નહીં તે જોવાની પ્રોસેસ
જે ગ્રાહકોએ અર્ટિગા અને વિટારા બ્રેઝા ખરીદી છે તેઓ કંપનીની વેબસાઇટ www.marutisuzuki.com પર જઈ શકે છે અને જેમણે Ciaz, XL6 અને S-Cross ખરીદી છે તેઓ www.nexaexperience.com પર જઇને ચેક કરી શકે છે. અહીં ‘Imp Customer Info’ સેક્શનની અંદર ગાડીનો ચેસિસ નંબર દાખલ કરીને પણ ચેક કરી શકાશે.

ગાડીનો ચેસિસ નંબર રજીસ્ટ્રેશન કાર્ડ પર લખેલો હોય છે. આ સાથે કારની ID પ્લેટ પર પણ લખેલો હોય છે. ગાડીના મહત્ત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ્સ પર પણ ચેસિસ નંબર હોય છે.

મારુતિના પ્રોડક્શનને પણ અસર થશે
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પહેલા મારુતિ સુઝુકીએ પણ સેમિકન્ડક્ટર્સના કારણે પ્રોડક્શનમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે. મારુતિએ કહ્યું કે હરિયાણા અને ગુજરાત બંનેમાં કુલ ઉત્પાદનના 40% જેટલું ઉત્પાદન ઘટી શકે છે.

મારુતિ સુઝુકીનો વાર્ષિક ગ્રોથ 4.8% રહ્યો

  • દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ગયા મહિને કુલ 1.30 લાખ ગાડીઓ વેચી છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીએ 4.8% વધુ છે. ઓગસ્ટ 2020માં કંપનીએ 1.24 લાખ ગાડીઓ વેચી હતી.
  • ગયા વર્ષે ઓગસ્ટમાં કંપનીએ 7,920 યૂનિટની નિકાસ કરી હતી, જે ગયા મહિને વધીને 20,619 યૂનિટ થઈ હતી. એટલે કે, કંપનીએ વધુ 12,699 યૂનિટની નિકાસ કરી.
  • જો કે, ડોમેસ્ટિક વેચાણમાં કંપનીને 5.7%નું નુકસાન થયું છે. ઓગસ્ટ 2020માં કંપનીનું ડોમેસ્ટિક સેલ્સ 1.16 લાખ યૂનિટ હતું, જે ગયા મહિને ઘટીને 1.10 લાખ યૂનિટ રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...