લોન્ચ / ‘બેનેલી લિયોનસિનો 250’ બાઈક ભારતમાં લોન્ચ થઇ, 6 હજાર રૂપિયામાં બુકિંગ કરાવી શકાશે

'Benelli Leoncino 250' bike launches in India, bookings can be made for Rs 6,000

  • બાઈક સાથે કંપની 3 વર્ષ સુધીની અનલિમિટેડ કિલોમીટર સુધીની વૉરંટી આપી રહી છે
  • ગ્રાહકો બેનેલી ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ અને નજીકના ડીલર પાસેથી આ બાઈકની ખરીદી કરી શકશે
  • ભારતમાં કિંમત 2.5 લાખ રૂપિયા છે. આ બાઈક 6 હજાર રૂપિયાનું ડાઉનપેમેન્ટ આપીને ખરીદી શકાશે

Divyabhaskar.com

Oct 06, 2019, 02:51 PM IST

ઓટો ડેસ્ક: બેનેલી ઇન્ડિયાએ તેની શાનદાર બાઈક ‘બેનેલી લિયોનસિનો 250’ને ભારતમાં લોન્ચ કરી છે. તેની ભારતમાં કિંમત 2.5 લાખ રૂપિયા છે. બાઈક સાથે કંપની 3 વર્ષ સુધીની અનલિમિટેડ કિલોમીટર સુધીની વૉરંટી આપી રહી છે. ગ્રાહકો બેનેલી ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ અને નજીકના ડીલર પાસેથી આ બાઈકની ખરીદી કરી શકશે. આ બાઈક 6 હજાર રૂપિયાનું ડાઉનપેમેન્ટ આપીને ખરીદી શકાશે. આ બાઇકને વ્હાઇટ, ગ્રે, રેડ અને બ્રાઉન કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે.

બાઇકમાં સિંગલ સિલિન્ડર, ફોર સ્ટ્રોક, લીક્વિડ ફ્લૂડ અને 249ccનું એન્જિન આપવામાં આવ્યું છે. તમામ સિલિન્ડરમાં 4 વાલ્વ આપવામાં આવ્યા છે. બાઇકમાં 37mm થ્રોટલ બોડીની સાથે ઇલેક્ટ્રોનિક ફ્યુઅલ ઇન્જેક્શન અને 6 ગિઅર બોક્સ આપવામાં આવ્યા છે. આ બાઇકમાં 9250 rpm અને 21Nm પર 25.8psનો મેક્સિમ પાવર હશે.

આ બાઈકની હેડલાઇટને leoncino 500ની સરખામણીએ રી-ડિઝાઈન કરવામાં આવી છે. બાઈકનું ઇન્સ્ટ્રુમેન્ટલ પેનલ સંપૂર્ણ રીતે ડિજિટલ આપવામાં આવ્યું છે. આ મોડલમાં પણ મડગાર્ડની ઉપર લેઝરકટ લાયનનું સિમ્બોલ આપવામાં આવ્યું છે.

આ બાઈકની ફ્રન્ટ સાઈડમાં 41mmનો અપસાઇડ ડાઉન ફોર્ક છે, જ્યારે બેક સાઈડમાં પ્રિલોડેડ મોનોશૉક સ્વિગિંગ આર્મ આપવામાં આવ્યો છે. આ બાઇકમાં 17 ઈંચનું એલ્યુમિનિયમ અલોય રિમ સાથે 110/70-R17 અને 150/60-R17 ટાયર આપવામાં આવ્યું છે.

X
'Benelli Leoncino 250' bike launches in India, bookings can be made for Rs 6,000

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી