• Gujarati News
  • Utility
  • Automobile
  • Before Buying A New Car, Keep In Mind 5 Things From Model To Price, Car Selection Will Be Easy And Will Be Available In The Budget.

ટિપ્સ:નવી કાર ખરીદતાં પહેલાં મોડેલથી લઇને કિંમત સુધીની 5 બાબતો ધ્યાનમાં રાખો, કાર સિલેક્શનમાં સરળતા રહેશે અને બજેટમાં મળી જશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેમિકન્ડક્ટરના કારણે કારની ડિલિવરી મોડી થઈ રહી છે. તેમ છતાં ફેસ્ટિવ સિઝનમાં તેમની માગ વધી છે. કોવિડ-19 રોગચાળાને કારણે પરિવારની સેફ્ટી માટે લોકો હવે પોતાની કાર લેવાનું વધુ વિચારી રહ્યા છે અને તે લોકોની જરૂરિયાત પણ બની ગઈ છે. સેફ્ટીની દૃષ્ટિએ લગભગ દરેક વ્યક્તિ પોતાની કારમાં મુસાફરી કરવા માગે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમારે તેના વિશે ઉતાવળ ન દાખવવી જોઈએ.

કાર ખરીદતાં પહેલાં તેના ભાવ સંબંધિત કેટલાક પ્રશ્નો તમારા મનમાં હોવા જોઈએ. સાચો જવાબ મળ્યા પછી જ ખરીદવાનું પગલું ભરો. અહીં 5 એવી બાબતો જણાવવામાં આવી છે જેની માહિતી લીધા બાદ તમારા માટે કાર ખરીદવી સરળ બની જશે.

જ્યારે પણ આપણે પહેલી કાર ખરીદીએ ત્યારે કાર કંપનીનું સિલેક્શન સૌથી મહત્ત્વનું હોય છે કારણ કે, કાર ખરીદ્યા બાદ સામાન્ય માણસ તેને સરળતાથી બદલી શકતો નથી. આવી સ્થિતિમાં, કાર કંપનીની પસંદગી ખૂબ મહત્ત્વની બની જાય છે. ભારતીય બજારમાં મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ, ટાટા, મહિન્દ્રા, ફોર્ડ, કિયા, ફોક્સવેગન, ટોયોટા, હોન્ડા, નિસાન, રેનો સહિત ઘણી ઓટોમોબાઇલ કંપનીઓ છે. તેમાંથી મારુતિની ગાડીઓ સૌથી વધુ વેચાય છે. તેમજ, બીજા નંબરે હ્યુન્ડાઇ પછી ટાટાનું નામ આવે છે. જો કે, એવું નથી કે જે કંપનીઓ સેલિંગ લિસ્ટમાં 5મા કે તેનાથી નીચા નંબરે છે તેમની કારનું પર્ફોર્મન્સ સારું નથી. મોટાભાગના ગ્રાહકો એવી કંપનીમાં જવાનું વિચારે છે જેની કાર વધુ વેચાય છે. તેથી તમારી પસંદગીની કંપની પસંદ કરો. તમારી આસપાસ તે ગાડી ચલાવતા લોકોની સલાહ લો. ઉપરાંત, કારને લગતો અનુભવ પણ જાણો.

કાર કંપનીનાં સિલેક્શન બાદ બીજી સૌથી મહત્ત્વની બાબત એ છે કે કાર ખરીદવાનો હેતુ શું છે? એટલે કે, તમે કોઈ કામ માટે કારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો? આ મહત્ત્વનું છે કારણ કે, બજારમાં હેચબેક, સિડેન, MPV, મિડ SUV અને SUV સેગમેન્ટની ગાડીઓ અવેલેબલ છે. આ તમામ કાર વિવિધ હેતુઓ માટે બનાવવામાં આવી છે. જો તમારા પરિવારમાં 5 લોકો છે તો હેચબેક તમારા માટે યોગ્ય ઓપ્શન છે. જો સભ્યો 5થી વધુ હોય તો તમારે MPV અથવા 7 સીટર કાર તરફ જવું પડશે. જો તમે એવા શહેરમાં રહો છો જ્યાં ખરાબ રસ્તાઓ છે તો તમારે SUV સેગમેન્ટ તરફ જવું પડશે. જો તમારે કારમાં ઘણો સામાન લઈ જવાનો થતો હોય તો સિડેન તમારા માટે બેસ્ટ રહેશે.

જ્યારે કાર કયા હેતુ માટે ખરીદવી તે નક્કી કરવામાં આવે છે ત્યારે ત્રીજું કાર્ય કારનું મોડેલ અને બજેટ પસંદગી બની જાય છે. ઉદાહરણ તરીકે, જો તમે હેચબેક લેવા માગતા હો તો તમારે કેટલા પૈસા ખર્ચવા પડશે. ધારો કે, તમે મારુતિની હેચબેક ખરીદો છો તો તમને અલ્ટો, S-Presso, સેલેરિયો, વેગનઆર, સ્વિફ્ટ, ઇગ્નિસ, બલેનો, એસ-ક્રોસ જેવા ઘણા ઓપ્શન્સ મળશે. બધી કાર 5 સીટર છે. પરંતુ કિંમતમાં મોટો તફાવત છે. જો તમારું બજેટ 5 લાખ રૂપિયાની આસપાસ હોય તો તમે અલ્ટો, S-Presso અને સેલેરિયો પસંદ કરી શકો છો. જો તમે તમારા બજેટથી ઉપરની હેચબેક ગમી જાય તો તમે લોનની રકમ વધારી શકો છો. પરંતુ આ માટે લોન પર વ્યાજ દર, લોન પ્રોસેસિંગ ફી, હિડન ચાર્જિસ, લોન ક્લોઝિંગ ચાર્જિસ ચેક કરો. તેમજ, લોનની કમ્પેરિઝન પણ કરો.

કાર ખરીદતી વખતે ધ્યાનમાં લેવાની સૌથી મહત્ત્વની બાબતોમાંની એક તેની એવરેજ છે. પેટ્રોલ કાર કરતાં ડીઝલ અને CNGની એવરેજ વધારે છે. જો કે, હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ સરખા થઈ ગયા છે ત્યારે ડીઝલ કાર ખરીદવામાં શાણપણ નથી. આનું કારણ એ છે કે ડીઝલ કારની મેન્ટેનન્સ કોસ્ટ પેટ્રોલ કરતાં વધારે છે. તેમજ, જો તમે CNG કાર લેવાનું વિચારો તો તેની એવરેજ વધુ મળશે. પરંતુ CNG કીટને કારણે સ્પેસ ઘટી જશે. કારની વાર્ષિક મેન્ટેનન્સ કોસ્ટ વિશે પણ જાણવું જોઈએ. આજકાલ કારની મેન્ટેનન્સ કોસ્ટ પર વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. તેમજ, કંપનીઓ 5થી 10 વર્ષ સુધીની કારની મેન્ટેનન્સ કોસ્ટનું લિસ્ટ બહાર પાડે છે.

કાર ખરીદતી વખતે ઇન્શ્યોરન્સ સૌથી મહત્ત્વનો છે. લગભગ તમામ કંપનીઓ તેમના ડીલર પાસેથી કારનો વીમો ઉતરાવી દે છે. તેથી, જો તમને બહારથી ઓછા ભાવે ઇન્શ્યોરન્સ મળી રહ્યો હોય તો તમારે બહારથી ઇન્શ્યોરન્સ લઈ લેવો જોઈએ. આ ઉપરાંત, અન્ય એક્સેસરીઝ અને કારના પાર્ટ્સ સંબંધિત ગેરંટી અથવા વોરંટી પેપર્સ લેવાનું ભૂલશો નહીં. ઉદાહરણ તરીકે, ટાયર, સ્ટીરિયો, બેટરી વગેરે પર વિવિધ વોરંટી મળે છે.

અન્ય સમાચારો પણ છે...