તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Before Buying A Dream Car, You Need To Do Market Research, Select The Best Car Keeping In Mind The 10 Things Including Car Checking And Resale Value.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઑટો ગાઇડ:ડ્રીમ કાર ખરીદતાં પહેલાં માર્કેટ રિસર્ચ કરવું જરૂરી, કાર ચેકિંગ અને રિ-સેલ વેલ્યૂ સહિત 10 બાબતો ધ્યાનમાં રાખી બેસ્ટ કાર સિલેક્ટ કરો

4 મહિનો પહેલાલેખક: મેઘા કાપડિયા
  • કૉપી લિંક

નવું વર્ષ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક ઓટોમોબાઇલ કંપની અત્યારે યર એન્ડ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જેમાં ગાડી સારી એવી ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર મળી રહી છે. જો તમે પણ પહેલીવાર તમારી ડ્રીમ કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો કેટલુંક માર્કેટ રિસર્ચ અને અન્ય ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી પાછળથી પૈસા ખરચ્યા બાદ પણ પસ્તાવાનો વારો ન આવે. આ માટે દિવ્ય ભાસ્કરે ઑટો એક્સપર્ટ વૈભવ મિસ્ત્રી સાથે વાત કરી. વૈભવ 'મોટોરાજા' નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. તેઓ કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છે જે તમને નવી ગાડી ખરીદવામાં મદદરૂપ થશે. તેમજ તમારા પૈસા પણ બચાવશે.

1. બજેટ અને રિસર્ચ સાથે મેન્યુફેક્ચરિંગ યર પણ ચેક કરો
નવી કાર ખરીદતી વખતે ગાડીનું મેન્યુફેક્ચરિંગ યર ખાસ ચેક કરવું જોઇએ. ગાડી એ જ વર્ષની અથવા 2થી 3 મહિના જૂની હોય એવી પસંદ કરવી. તેમજ ડ્રીમ કાર ખરીદવા માટે બજેટ નક્કી કરવું ખૂબ જ જરૂરી છે. આ બજેટમાં કારની કિંમત સિવાય, દર મહિને થતા ફ્યુલનો વપરાશ, રજિસ્ટ્રેશન, મેન્ટેનન્સ, ઇન્શ્યોરન્સ અને EMI વગેરે બાબતોની પણ અગાઉથી ગણતરી કરી લેવી જરૂરી છે. અત્યારે માર્કેટમાં સિડેન, હેચબેક, SUV અને MPV જેવી ઘણા પ્રકારની ગાડીઓ અવેલેબલ છે. પરંતુ તમારા ઉપયોગ પ્રમાણે કઈ ગાડી બેસ્ટ રહેશે એ અંગે રિસર્ચ કરી લો. તેના માટે તમારે માહિતી મેળવવા શો રૂમની મુલાકાત લેવી, ટેસ્ટડ્રાઇવ લેવી, સેલ્સ એક્ઝિક્યૂટિવ, મિકેનિક અને ડીલર્સ સાથે વાતચીત કરવી જોઇએ અને ત્યારબાદ કઈ ગાડી ખરીદવી તે વિશે નિર્ણય લેવો જોઇએ. ઇન્ટરનેટ પર પણ આ વિશે પુષ્કળ આર્ટિકલ્સ અને વીડિયોઝ ઉપલબ્ધ છે, જેનો અભ્યાસ કરવાથી કાર ખરીદતાં પહેલાં તમારા મનમાં ઉદભવતા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.

2. લોન અંગેના વિકલ્પ યોગ્ય રીતે સમજી લો
મોટાભાગની ઓટોમોબાઇલ કંપનીઓ અને ડીલરશિપે બેંકો સાથે ટાઇઅપ કરેલું હોય છે. જો કે, બેસ્ટ ઇન્ટરેસ્ટ રેટ સાથે લોન મેળવવા માટે તમે ઓનલાઇન તપાસ પણ કરી શકો છો. લોનની પ્રોસેસિંગ ફી, તેની ફાળવણી માટે લાગતો સમય અને તેના ડોક્યૂમેન્ટ્સ વિશે પણ બરાબર રીતે સમજી લેવું જોઇએ. તેથી, સૌપ્રથમ વિવિધ બેંકોના રેટ ઓફ ઇન્ટરેસ્ટ જાણી લો અને જે સૌથી ઓછા ઇન્ટરેસ્ટ સાથે લોન આપતું હોય તેની સાથે ડીલ ફાઇનલ કરી દો. જેથી, પાછળથી કોઈ મૂંઝવણ ન રહે.

3. 36%નો નિયમ અનુસરો
જો પહેલેથી તમારી ઉપર બીજી કોઈ લોનની જવાબદારી હોય અને હવે કાર લોન લેવી હોય તો તે કેટલી રકમની લેવી તે વિશે મૂંઝવણ થતી હોય છે. જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો 36% નો નિયમ અનુસરો. આ નિયમ મુજબ, તમારી કુલ લોનની માસિક ચુકવણી તમારી કુલ માસિક આવકના 36%થી વધુ ન હોવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમારી કુલ માસિક આવક 25,000 રૂપિયા છે તો તમારી કુલ EMI 9,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.

4. પેટ્રોલ કે ડીઝલ કાર?
જો તમારું દરરોજનું ટ્રાવેલિંગ 30-40 કિમીનું રહેતું હોય તો તમારે પેટ્રોલ કાર પસંદ કરવી જોઈએ અને જો તેથી વધુ ટ્રાવેલ કરવાનું થતું હોય ડીઝલ કાર બેસ્ટ રહેશે. કંપની ફિટેડ CNG ઓપ્શન પણ સારો છે. તે એન્વાયર્મેન્ટ માટે બેનિફિશિયલ હોવાની સાથે સારી એવરેજ પણ આપે છે.

5. ડિલિવરી લેતી વખતે ચારેબાજુથી કાર ચેક કરો

ઘણીવાર ઉત્સાહમાં શોરૂમ પર જઇને ઉતાવળમાં ડોક્યૂમેન્ટેશન પૂરું કરીને અને ચાવી લઇને ગાડી છોડાવી લઇએ છીએ. પરંતુ આવી ઉતાવળ ભારે પડી શકે છે. કારને ખરીદતાં પહેલાં સંપૂર્ણપણે ચેક કરી લેવી જોઇએ જેમ કે, કાર પાર્કિંગ લાઇટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં. ગાડી પર કોઈ ડેન્ટ અથવા સ્ક્રેચ દૂર કરવાનો પ્રયાસ કરાયો છે કે નહીં એ તમે કારના કલર સાથે તેને મેચ કરીને જોઇ શકો છો. આ ઉપરાંત, કારમાં સ્પીડોમીટર, વિન્ડસ્ક્રીન, બેટરી, સ્પેર વ્હીલ, ટૂલ કીટ વગેરે યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે ચકાસવું પણ જરૂરી છે. એન્જિન ઓઇલ અને કૂલન્ટ લેવલ પણ ચકાસી લેવું જોઇએ. તેમજ, એન્જિન સાઉન્ડ, પાઇપ્સ, ઇન્ડિકેટર્સ અને ડેશબોર્ડમાં માલ ફંક્શનની કોઈ એરર નથી આવતી એ પણ ચેક કરવું જોઇએ. એરબેગની લાઇટ ચાલુ ન રહેતી હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું.

6. RC અને વોરંટી કાર્ડ્સ સહિત ડોક્યૂમેન્ટ્સ યાદ રાખીને લઈ લેવા
ગાડી ખરીદતી વખતે ઇન્વોઇસ, RC બુક, ટેમ્પરરી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (ફોર્મ 19) વગેરે ડોક્યૂમેન્ટ્સ યાદ રાખીને લઈ લેવા. આ ઉપરાંત, એન્જિન નંબર, ચેસિસ નંબર, વ્હીકલ નંબર યોગ્ય છે કે નહીં તે ચેક કરી લેવું. ટેક્સ કેલ્ક્યુલેશન, એક્સ્ટ્રા ચાર્જનું બિલ, ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ, PUC સર્ટિફિકેટ, વોરંટી કાર્ડ્સ વગેરે ચેક કરીને સાચવીને એક ફોલ્ડરમાં મૂકી દેવાં.

7. ખરીદેલાં વેરિઅન્ટ અનુસાર ફીચર્સ ચેક કરી લેવાં

મ્યૂઝિક સિસ્ટમ, USB ડિવાઇસ, AUX અને સીડી, સ્ટીરિયો, રિઅર પાર્કિંગ કેમેરા, સેન્ટ્રલ લોક વગેરે ફીચર્સ તમારાં ખરીદેલાં વેરિએન્ટ અનુસાર ફીટ કરેલી છે કે નહીં તે ચેક કરવું મહત્ત્વપૂર્ણ છે. તેમજ ફોગ લેમ્પ, સોફ્ટ કવર, UV ટિલ્ટેડ ગ્લાસ ચેક કરી લેવાં જોઇએ. જો ગાડીમાં બ્લુટૂથ સિસ્ટમ ન હોય તો USB બ્લુટૂથ અડોપ્ટર નખાવી દેવું, જેનાથી સરળતાથી ફોન કનેક્ટ થઈ જશે. ગાડીમાં ઓટો ડિમિંગ મિરર પણ લાઇટની ઇન્ટેન્સિટી ઘટાડે છે. એટલે કે, તેમાં પાછળ આવતી ગાડીમાંથી લાઇટ પડે તો તે સીધી આંખમાં ખૂંચતી નથી.

8. જરૂર પ્રમાણે એક્સેસરીઝ નખાવવી
જો તમારું બજેટ કાર પૂરતું લિમિટેડ હોય તો બિનજરૂરી એક્સેસરીઝ પર ખર્ચ કરવાનું ટાળો. તમારો ટાર્ગેટ કાર જ હોવો જોઈએ. યાદ રાખો કે કોલાઇઝન પ્રોટેક્શન, પેન્ટ સીલન્ટ, ફેબ્રિક પ્રોટેક્શન જેવી વસ્તુઓ પછી પણ નખાવી શકાય છે. થોડા સમય પછી પૈસા ભેગા કરીને તમે આ વસ્તુઓ શો રૂમની બહારથી પણ તમારી ગાડીમાં નખાવી શકો છો. તમને ઓછા પૈસામાં આ એક્સેસરીઝ મળી જશે.

9. રિ-સેલ વેલ્યૂ પણ ધ્યાનમાં રાખો
જે ક્ષણે તમે ગાડી છોડાવીને તેને ઘરે લઇ જાઓ છો ત્યારથી તેની કિંમત ઘટવાની શરૂ થઇ જાય છે. સામાન્ય રીતે કારની ખરીદીના પ્રથમ વર્ષ પછી તેની કિંમત 30% જેટલી ઘટી જાય છે. તેથી, કાર ખરીદતાં પહેલાં જો તમે તેને વેચવાનું વિચારતા હો તો ભવિષ્યમાં તમને કેટલી કિંમત મળશે તેની ગણતરી કરો. આ વેલ્યૂએશન તમને કાર લોન લેવામાં મદદ કરશે.

10. જૂની ગાડી એક્સચેન્જ કરી રહ્યા હો તો આ બાબતો ધ્યાનમાં રાખો
જૂની ગાડી એક્સચેન્જ કરવા અંગે ઓટો એક્સપર્ટ વાત કરતા કહે છે કે, જૂની ગાડીનું NOC ક્લિયર હોવું જરૂરી છે. તેમજ, રજિસ્ટ્રેશન નંબર પર કોઈ ચલણ બાકી ન હોવું જોઇએ. ફિટનેસ સર્ટિફિકેટ એક્સપાયર થયેલું ન હોવું જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો