એપ્રિલની ટોપ-10 કાર:સ્વિફ્ટ અને ડિઝાયરને પાછળ પછાડી વેગનઆર નંબર-1 કાર બની, હ્યુન્ડાઈની ક્રેટા સૌથી વધુ વેચાનારી SUV બની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19 રોગચાળાની બીજી લહેરથી ઓટો સેક્ટરના વેચાણમાં ફરી એકવાર ઘટાડો થયો છે. એપ્રિલ 2021માં કુલ 2,86,450 ગાડીઓ વેચાઇ હતી. જ્યારે માર્ચ 2021માં 3,20,547 ગાડીઓનું વેચાણ થયું. એટલે કે માસિક આધારે એપ્રિલમાં 10.64%ના ઘટાડા સાથે 34,૦97 ગાડીઓ વેચાઈ. જો કે, કાર વેચાણના મામલે મારુતિ અને હ્યુન્ડાઇ ટોપ-10માં વર્ચસ્વ ધરાવે છે.

સૌથી વધુ વેચાયેલી કાર મારુતિ વેગનઆર બની
મારુતિની ઓલ ન્યૂ વેગનઆર લોન્ચિંગ પછી સુપરહિટ રહી છે. તેની માગ સતત વધી રહી છે. આ જ કારણ છે કે તેણે વેચાણની બાબતમાં પણ અલ્ટો, સ્વિફ્ટ અને ડિઝાયર જેવી ગાડીઓને પણ પાછળ પાડી દીધી છે. ગયા મહિને 18,656 વેગનઆર વેચાઈ હતી. જો કે, માર્ચ મહિનામાં 18,757 વેગનઆરના યૂનિટ વેચાયાં હતાં. એટલે કે, એપ્રિલમાં તેનું વેચાણ 0.5% નીચે હતું. તે પછી પણ તે ટોપ પર રહી.

ટોપ-10માં મારુતિનું વર્ચસ્વ
એપ્રિલમાં સૌથી વધારે માગમાં રહેલી ટોપ-10 કારમાં મારુતિના 7 મોડેલ સામેલ છે, જેમાં વેગનઆર સાથે સ્વિફ્ટ, અલ્ટો, બલેનો, ડિઝાયર, ઇકો અને બ્રેઝાનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે ટોપ-5 પોઝિશન પર માત્ર મારુતિનું જ વર્ચસ્વ રહ્યું. મારુતિના 7 મોડેલ ઉપરાંત ટોપ-10માં 3 હ્યુન્ડાઇ મોડેલ સામેલ છે. હ્યુન્ડાઇ ક્રેટા સૌથી વધુ વેચાયેલી SUV રહી. એપ્રિલમાં તેનાં 12,463 યૂનિટ વેચાયાં હતાં.

મારુતિને માસિક ધોરણે 7% નુકસાન
એપ્રિલ 2021 દરમિયાન દેશની સૌથી મોટી કંપની મારુતિએ 1,35,879 ગાડીઓનું વેચાણ કર્યું. માસિક ધોરણે તેને 7.06% નુકસાન થયું છે. માર્ચ 2021માં તેણે 1,46,203 ગાડીઓ વેચી હતી. કંપનીનો માર્કેટ શેર 47.44% છે.

હ્યુન્ડાઈને માસિક ધોરણે 6% નુકસાન
એપ્રિલ 2021 દરમિયાન હ્યુન્ડાઇએ 49,002 ગાડીઓ વેચી. માસિક ધોરણે તેને 6.84%નું નુકસાન થયું હતું. માર્ચ 2021 માં તેણે 52,600 ગાડીઓ વેચી હતી. કંપનીનો માર્કેટ શેર 17.11% રહ્યો.