અપકમિંગ / બજાજનું પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર ‘ચેતક’ આવી રહ્યું છે, 16 ઓક્ટોબરે લોન્ચ થશે

Bajaj's first electric scooter 'Chetak' is coming, launching on October 16

Divyabhaskar.com

Oct 09, 2019, 11:42 AM IST

ઓટો ડેસ્કઃ બજાજ સ્કૂટર તેનું પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવા તૈયાર છે. કંપની તેની સબ બ્રાંડ અર્બનાઇટના બેનર હેઠળ 16 ઓક્ટોબરના રોજ તેનું નવું ઈ-ચેતક સ્કૂટર લોન્ચ કરશે. ચેતક ઈન્ડિયન માર્કેટમાં Ather 450 સાથે સ્પર્ધા કરશે. આ સ્કૂટરનું વેચાણ વ ર્ષ 2020થી શરૂ થઈ શકે છે.

ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું છે
આ સ્કૂટરમાં દેશમાં ટેસ્ટિંગ દરમિયાન ઘણીવાર જોવા મળી ચૂક્યું છે. તાજેતરમાં પણ આ સ્કૂટરનાં ટેસ્ટિંગ દરમિયાન અનેક તસવીરો લીક થઈ હતી. જો કે, બજાજનાં આ ઈલેક્ટ્રિક સ્કૂટરની વધુ જાણકારી હજી સામે નથી આવી. પરંતુ એવી સંભાવના છે કે તેનું સ્ટાઇલિંગ મોટાભાગે કંપનીનાં જૂનાં સ્કૂટર જવું જ હશે, જેને જોઇને રેટ્રો લુકવાળાં સ્કૂટરની યાદ આવી જશે.

વાઇડ ફ્રન્ટ એપ્રોન, કર્વ સાઇડ પેનલ અને મોટા રીઅર વ્યૂ મિરર સાથે સ્કૂટરનો ઓવરઓલ લુક મજબૂત હશે. જો કે, રેટ્રો અને મોડર્ન વચ્ચે સંતુલન બનાવવા માટે કંપની સ્કૂટરમાં એલોય વ્હીલ્સ, ફ્રન્ટ અને રીઅર ડિસ્ક બ્રેક્સ અને LED હેડલેમ્પ્સ અને ટેલલાઇટ આપી શકે છે.

ફીચર્સ
બજાજ અરબ્નાઇટ સ્કૂટરમાં સારી સેફ્ટી માટે ઈન્ટિગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ (IBS) મળશે. તેમાં એક મોટી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ હશે, જેમાં બેટરી રેંજ, ઓડોમીટર અને ટ્રિપમીટર વિશેની માહિતી પણ મળશે. આ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ સ્માર્ટફોન અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશનને પણ સપોર્ટ કરશે.

X
Bajaj's first electric scooter 'Chetak' is coming, launching on October 16

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી