અપકમિંગ / બજાજ ડિસેમ્બરમાં Husqvarna કંપનીની બે બાઇક્સ લોન્ચ કરશે, અંદાજિત કિંમત 3 લાખ રૂપિયા

Bajaj to launch Husqvarna company's two bikes in December, estimated cost Rs 3 lakh

Divyabhaskar.com

Nov 29, 2019, 11:37 AM IST

ઓટો ડેસ્કઃ દેશની લોકપ્રિય ઓટોમોબાઇલ કંપની બજાજ ઓટો લોકલ માર્કેટમાં એક નવી બ્રાંડ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી નવી Husqvarna બાઇક્સને કંપની આગામી ડિસેમ્બર મહિનામાં ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી શકે છે. જાણવા મળી રહ્યું છે કે, કંપની આ બાઇક્સનું વેચાણ KTMના ડિલરશિપના માધ્યમથી કરશે.

કંપની Husqvarna બ્રાંડ હેઠળ પ્રારંભિક સમયમાં બે બાઇક્સ રજૂ કરશે, જેમાં Svartpilen 401 અને Vitpilen 401 સામેલ છે. આ બાઇક્સને ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાંમાં લોન્ચ કરી શકાય છે. આ બાઇક્સની કિંમત 2.80 લાખ રૂપિયાથી લઇને 3 લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે છે. કંપની આ બાઇક્સનું પ્રોડક્શન પુણેના ચાકન સ્થિત પ્લાન્ટમાં કરશે.

બુકિંગ
કેટલીક ડિલરશિપે આ બાઇક્સનું બુકિંગ લેવાનું પણ શરૂ કરી દીધું છે. આ બાઇક્સ માટે તમારે 5,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ આપવું પડશે. જો કે, આ અંગે હજી સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. Vitpilen 401 એક નિયો રેટ્રો કેફે રેસર બાઇક છે અને Svartpilen 401 એક સ્ક્રેમ્બલર બાઇક છે.

એન્જિન
આ બંને બાઇક્સમાં કંપનીએ 373.2ccની કેપેસિટીનું સિંગલ સિલિન્ડર યુક્ત લિક્વિડ કૂલ્ડ એન્જિનનો પ્રયોગ કર્યો છે, જે 43Bhp પાવર અને 35Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6 સ્પીડ ગિયરબોક્સ સામેલ કરવામાં આવ્યું છે. એન્જિન સિવાય લુક અને ડિઝાઇનમાં આ બંને બાઇક્સમાં મોટો તફાવત છે. આ ઉપરાંત, તેમાં અલગ-અલગ પ્રકારના ટાયરનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે.

Husqvarna Vitpilen 401ને કંપનીએ KTM અહકા 390ના જ પ્લેટફોર્મ પર તૈયાર કર્યો છે. તેથી મિકેનિઝમમાં આ બાઇક્સમાં ઘણી સમાનતા જોવા મળશે. પરંતુ આમાં કંપનીએ રાઉન્ડ શેપ LED હેડલેમ્પ અને ડે ટાઇમ રનિંગ લાઇટ્સનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત, આ બાઇકમાં અટ્રેક્ટિવ ફ્યુઅલ ટેંક, સિંગલ પીસ સીટ, હેન્ડલબાર પર ક્લિપ અને મલ્ટિ-ફંક્શનલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

Husqvarna એક સ્વીડિશ બ્રાંડ છે, જેની માલિકી ઓસ્ટ્રિયાની ઓટોમોબાઇલ કંપની KTM પાસે છે. હવે બજાજ ઓટો આ બ્રાંડને ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. એવી ધારણા છે કે આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં આ બાઇક્સની ડિલિવરી શરૂ કરવામાં આવશે.

X
Bajaj to launch Husqvarna company's two bikes in December, estimated cost Rs 3 lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી