તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજાજ પલ્સરના 18 વર્ષ પૂરાં, અત્યાર સુધી 1.2 કરોડથી વધુ બાઇક્સ વેચાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ બજાજ ઓટોએ 18 વર્ષ પહેલાં લોકલ માર્કેટમાં તેની પહેલી સ્પોર્ટ બાઇક બજાજ પલ્સર રજૂ કરી હતી અને આ જ મહિને કંપની માર્કેટમાં તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર બજાજ ચેતક રજૂ કરવાની છે. આ સાથે જ કંપનીના ખાતામાં વધુ એક સેલિબ્રેશન જોડાઇ ગયું છે. કંપનીએ બજાજ પલ્સરના 18 વર્ષ પૂરાં કર્યાં છે.


કંપનીએ પહેલીવાર 1 ઓક્ટોબર 2001ના રોજ લોકલ માર્કેટમાં પલ્સર રજૂ કરી હતી. અટ્રેક્ટિવ લુક અને પાવરફુલ એન્જિન કેપેસિટી સાથે આ બાઇક તેના સેગમેન્ટમાં લીડર રહી છે. અત્યાર સુધી કંપનીએ આ બાઇકના 1.2 કરોડથી વધુ યૂનિટ્સ વેચ્યાં છે અને ભારત સિવાય અન્ય 65 દેશોમાં પણ આ બાઇક્સ એક્સપોર્ટ કરી છે.


પ્રારંભિક તબક્કામાં કંપનીએ બજાજ પલ્સરને 150cc અને 180cc એન્જિન સાથે રજૂ કરી હતી. પરંતુ હવે આ માર્કેટમાં અનેક અલગ-અલગ એન્જિન ઓપ્શન્સ સાથે અવેલેબલ છે, જેમાં 125ccથી લઇને 220cc સુધીની બાઇક્સ સામેલ છે. કંપનીએ આ તમામ મોડેલ્સનાં મિકેનિઝમ સાથે તેના લુક અને ડિઝાઇનને બહુ અલગ રાખ્યા છે.


18 વર્ષની શાનદાર જર્નીમાં પલ્સર બાઇક હંમેશાં યુવાનોની ફર્સ્ટ ચોઇસ રહી છે. જો કે, આ બાઇક પહેલાં બજાજ સ્કૂટર સેગમેન્ટમાં પણ બાઇક્સ રજૂ કરી ચૂક્યું હતું. પરંતું પલ્સરે કંપનીને એક નવી ઓળક આપી. આ બાઇકની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે ઇન્ડિયન માર્કેટના સ્પોર્ટ બાઇક સેગમેન્ટમાં આ બાઇક 40%નું માર્કેટ શેર કરે છે.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો