અપકમિંગ / બજાજ પલ્સર RS 200 બાઇક ડ્યુઅલ ચેનલ ABS સાથે આવી રહી છે, કિંમત 1.43 લાખ રૂપિયા

Bajaj Pulsar RS 200 Bike coming with Dual Channel ABS, priced at Rs 1.43 lakh

Divyabhaskar.com

Dec 02, 2019, 05:29 PM IST

ઓટો ડેસ્કઃ ઓટોમોબાઇલ કંપની બજાજ તેની લોકપ્રિય બાઇક પલ્સર RS 200ને નવી ટેક્નોલોજી અને ફીચર્સ સાથે માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. હવે આ બાઇક નવી ડ્યુઅલ ચેનલ ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ) સાથે આવી રહી છે. પરંતુ લોન્ચિગં પહેલાં જ આ બાઇકની કિંમત જાહેર થઈ ગઈ છે.

અત્યારે તો માર્કેટમાં પલ્સર RS 200 ફક્ત સિંગલ ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) સાથે જ ઉપલબ્ધ છે. નવાં ડ્યુઅલ ચેનલ મોડલની કિંમત 1.43 લાખ રૂપિયા હશે, જે કરન્ટ મોડલથી ફક્ત 1,000 રૂપિયા વધારે છે. કરન્ટ મોડલની કિંમત 1.42 લાખ રૂપિયા છે.

બંને વેરિઅન્ટ્સની કિંમતમાં બહુ ઓછો તફાવત છે. તેથી અપેક્ષા છે કે ગ્રાહક ડ્યુઅલ ચેનલવાળાં મોડલને વધારે પસંદ કરશે. એવા પણ સમાચાર છે કે કંપની સિંગલ ચેનલ મોડલને ડિસકન્ટિન્યૂ પણ કરી શકે છે. અત્યારે પલ્સર RS 200 તેનાં સેગમેન્ટની એકમાત્ર હાઉક છે જે સિંગલ ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે આવે છે.

પલ્સર RS 200માં બ્રેકિંગ સિસ્ટમ સિવાય અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બાઇકમાં કંપનીએ 199cની કેપેસિટીનાં લિક્વિડ કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિનનો પ્રયોગ કર્યો છે, જે 25bhp પાવર અને 19.2Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6 સ્પીડ ગિયરબોક્સ પણ સામેલ કરવામાં આવ્યું છે. આ બાઇકને KTM 200ના પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે.

પલ્સર RS 200 બાઇકનાં નવાં ડ્યુઅલ ચેનલ ABS વેરિઅન્ટને ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવશે. જો કે, આ બાઇક BS-6 એમિશન નોર્મ્સ અનુસાર અપડેટ કરવામાં આવશે કે નહીં તે વિશે હજી કોઈ જાણકારી નથી મળી. જો અપગ્રેડેડ એન્જિન સાથે બાઇક તૈયાર કરવામાં આવ્યું હશે તો કંપની આ બાઇકને 1 એપ્રિલ 2020 પહેલાં જ માર્કેટમાં ઉતારી દેશે.

X
Bajaj Pulsar RS 200 Bike coming with Dual Channel ABS, priced at Rs 1.43 lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી