તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજાજની પલ્સર NS160 બાઇક BS6માં અપગ્રેડ થશે, કરન્ટ મોડેલ કરતાં વધારે પાવર મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ બજાજની પલ્સર NS160 બાઇક તેનું પાવરફુલ મોડેલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. લીક થયેલા ગવર્મેન્ટ ડોક્યૂમેન્ટમાં આ જાણકારી સામે આવી છે. બજાજ એક પછી એક તેની બાઇક્સને BS6માં અપગ્રેડ કરી રહ્યું છે. BS6 Pulsar NS160નું એક ડોક્યૂમેન્ટ લીક થયું છે, જેમાં જાણવા મળ્યું છે કે તેમાં BS4 મોડેલ કરતાં વધારે પાવર મળશે.


BS4 મોડેલની જેમ Pulsar NS160ના BS6 મોડેલમાં પણ 160.3cc, સિંગલ સિલિન્ડર ઓઇલ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. જો કે, લીક ડોક્યૂમેન્ટમાં આ વાત જણાવવામાં નથી આવી. પરંતુ BS6 મોડેલમાં કાર્બ્યુરેટરની જગ્યાએ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ મળવાની અપેક્ષા છે. જો કે, રિપોર્ટમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે, BS6 Bajaj Pulsar NS160નું એન્જિન 9,000 rpm પર 17 bhp પાવર જનરેટ કરશે, જ્યારે BS4માં તેનું પારવ આઉટપુટ 8,500 rpm પર 15.5 bhp છે. ટોર્ક વિશે જાણકારી બહાર નથી આવી.

તેના સેગમેન્ટની મોસ્ટ પારવફુલ બાઇક
BS6મોડેલમાં 1.5 bhp વધારે પાવર મળવાની સાથે જ પલ્સર NS160 તેના સેગમેન્ટની મોસ્ટ પાવરફુલ બાઇક હશે. આ બાઇકની સરખામણીએ આ સેગમેન્ટની અન્ય બાઇક્સ અપાચે RTR 160 4Vમાં 16hp પાવર અને સુઝુકી જિક્સર અને યામાહા FZમાં અનુક્રમે 13.6hp અને 12.4hp પાવર મળે છે. BS6 પલ્સર NS160માં કોઈ કોસ્મેટિક ફેરફાર જોવા નહીં મળે. 

કિંમત
આ બાઇકના BS4 મોડેલની કિંમત 94,195 રૂપિયા છે. BS6 મોડેલની કિંમત 1 લાખ રૂપિયાની વધારે રહેવાની શક્યતા છે. આ બાઇક કંપનીની ડીલરશિપ પર પહોંચવા લાગે છે અને ટૂંક સમયમાં જ તે માર્કેટમાં લોન્ચ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો