ન્યૂ લોન્ચ / Bajaj Platina 100નું BS6 મોડેલ લોન્ચ થયું, પ્રારંભિક કિંમત 47,763 રૂપિયા

X

દિવ્ય ભાસ્કર

May 19, 2020, 06:20 PM IST

દિલ્હી. બજાજ ઓટોએ તેની પોપ્યુલર બાઇક Platina 100નું BS6 મોડેલ લોન્ચ કરી દીધું. BS6 Bajaj Platina 100 બે વેરિઅન્ટ કિક સ્ટાર્ટ અને ઇલેક્ટ્રિક સ્ટાર્ટમાં ઉપલબ્ધ છે. તેની કિંમત અનુક્રમે 47,763 રૂપિયા અને 55,546 રૂપિયા છે.

એન્જિન ડિટેલ્સ

બજાજ પ્લેટિનાના અપડેટેડ મોડેલમાં ફ્યુલ ઇન્જેક્ટેડ 102cc, સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 7.7bhp પાવર અને 8.34Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

નવી સીટ મળશે

BS6 એન્જિન સિવાય આ બાઇકમાં હળવા ફેરફાર કરવામાં આવ્યા છે. બાઇકના કલર્ડ કાઉલને ટિન્ટેડ વિંડસ્ક્રીન સાથે રિપ્લેસ કરવામાં આવી છે. હેડલેમ્પ યૂનિટમાં કોઈ ફેરફાર નથી થયો. પરંતુ LED DRLને થોડો હેડલેમ્પ તરફ વાળવામાં આવ્યું છે. અપડેટેડ બાઇકમાં રિબ્ડ પેટર્નવાળી નવી સીટ આવામાં આવી છે. આવી જ સીટ Platina 110 H-Gear સાથે પણ મળે છે.

કંપનીનો દાવો છે કે, અપડેટેડ પ્લેટિનામાં આપવામાં આવેલું એક્સ્ટ્રા લોન્ગ ડબલ સ્પ્રિંગ રિઅર સસ્પેન્શનસ સ્પ્રિંગ સોફ્ટ સીટ, ડાયરેક્શનલ ટાયર અને રબર ફૂટપેડ બાઇકની રાઇડિંગને કમ્ફર્ટને વધુ સારું બનાવે છે. પ્લેટિનાના ફ્રંટમાં 130mm ડ્રમ અને રિઅરમાં 110mm ડ્રમ બ્રેક છે. બાઇક CBS (કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ)થી સજ્જ છે.

સાઇઝમાં કોઈ ફેરફાર નહીં

અપડેટેડ બાઇકના ડાયમેન્શનમાં કોઈ ફેરફાર નથી થયો. પહેલાની જેમ જ આ 2003mm લાંબી, 713mm પહોળી અને 1100mm ઉંચી છે. બાઇકનું વ્હીલબેઝ 1255 mm અને સીટ હાઇટ 804mm છે. પ્લેટિના 100નુંગ્રાઉન્ડ ક્લિયરન્સ 200mm છે. બાઇકના કિક સ્ટાર્ટ વેરિઅન્ટનું વજન 116 કિલો અને ઇલેક્ટ્રિક સ્ટાર્ટ વેરિઅન્ટનું વજન 117.5 કિલો છે. પ્લેટિના 100 બે કલર ઓપ્શન રેડ અને બ્લેકમાં અવેલેબલ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી