બજાજે પલ્સર NS200નું BS-6 મોડેલ લોન્ચ કર્યું, કિંમતમાં ₹10,000નો વધારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 1.24 લાખ રૂપિયા
  • 5,000 રૂપિયા આપીને બુક કરાવી શકાશે

ઓટો ડેસ્કઃ બજાજ ઓટો તેના વાહનોને નવાં એન્જિન અનુસાર અપડેટ કરી રહી છે. કંપનીએ સૌપ્રથમ તેની બાઇક પલ્સર NS200ને નવાં એન્જિન BS-6 અનુસાર અપડેટ કરીને લોન્ચ કરી દીધી છે. આ બાઇકની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 1.24 લાખ રૂપિયા રાખવામાં આવી છે. દેશભરમાં ડીલર્સે આ બાઇકનું બુકિંગ લેવાનું પણ શરૂ કરી દીધું છે. આ બાઇક બુક કરાવવા માટે 5,000 રૂપિયા ડાઉન પેમેન્ટ આપવાનું રહેશે.


કંપની તેની બાઇક પલ્સર NS200ની ડિલિવરી આગામી થોડા સપ્તાહમાં શરૂ કરી દેશે. કંપનીએ પહેલીવાર આ બાઇક વર્ષ 2014માં રજૂ કરી હતી. એ મોડલની સરખામણીએ કંપનીએ નવાં BS-6 મોડેલમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર કર્યા છે, જે આ બાઇકને પહેલાં કરતાં વધુ સારા બનાવે છે. તાજેતરમાં જ આ બાઇક ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ પણ થઈ હતી.


નવી પલ્સર NS200માં કંપનીએ સૌથી મોટો ફેરફાર તેના એન્જિનમાં કર્યો છે. કંપનીએ બાઇકમાં BS-6 એમિશન નોર્મ્સ અનુસાર 199.5ccની કેપેસિટીવાળું લિક્વિડ કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન નાખ્યું છે. જો કે, હજી આ અપડેટેડ એન્જિનના પાવર આઉટપુટ વિશે કોઈ જાણકારી નથી મળી.


આ બાઇકમાં કંપનીએ ફ્યુલ ઇન્જેક્શન ટેક્નોલોજી અને નવી ડિઝાઇનના કેટેલેટિક કન્વર્ટરનો પ્રયોગ કર્યો છે. આ ટેક્નિકથી બાઇકની એવરેજ અને પર્ફોર્મન્સ પર પોઝિટિવ અસર થવાની આશા છે. એન્જિન અપડેટ કર્યા સિવાય કંપનીએ આ બાઇકની ડિઝાઇન વગેરેમાં અન્ય કોઈ ફેરફાર કર્યો નથી. જો કે, કંપની આ નવાં બાઇકને નવાં કલર્સ સાથે માર્કેટમાં ઉતારશે એવી ધારણા છે. 
પલ્સર NS200નાં BS-4 મોડેલની પ્રારંભિક કિંમત 1.14 લાખ રૂપિયા છે. તેમજ, નવાં BS-6 મોડેલની પ્રારંભિક કિંમત 1.24 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેથી, નવાં મોડેલની કિંમત આશરે 10 હજાર રૂપિયા સુધી વધી ગઈ છે. ઇન્ડિયન માર્કેટમાં આ બાઇક TVS Apache RTR200 અને KTM Duke 200 બાઇક્સને ટક્કર આપશે.