ઓટો બાઇંગ ગાઇડ:બજાજ, હસ્કવર્ના અને KTMની બાઇક્સમાં ₹8,500 સુધીનો વધારો કરાયો, શો રૂમ પર જતાં પહેલાં નવું પ્રાઇસ લિસ્ટ જોઈ લો
- હસ્કવર્નાના બંને મોડેલ્સમાં 249ccનું સિંગલ સિલિન્ડર એન્જિન છે
- KTM 390 ડ્યુક બાઇક સૌથી વધારે 8,517 રૂપિયા મોંઘી થઈ છે
બજાજ ઓટો, હસ્કવર્ના અને KTM બાઇકના ભાવ ફરી એકવાર વધી ગયા છે. બજાજે જ્યાં પલ્સર 150, પલ્સર 180 અને પલ્સર 220Fની કિંમત વધારી છે તો હસ્કવર્નાની સ્વાર્ટપિલેન 250 બાઇક્સ મોંઘી થઈ છે. બજાજની ત્રણેય બાઇક્સની કિંમતમાં 1,498 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ, હસ્કવર્નાનાં બંને મોડેલ્સની કિંમત 1,790 રૂપિયા વધી ગઈ છે.
1. પલ્સર રેન્જરનાં ત્રણેય મોડેલ્સ 1,498 રૂપિયા સુધી મોંઘા થયાં
- બજાજ પલ્સર 150 ત્રણ વેરિઅન્ટ નિયોન, સ્ટાન્ડર્ડ અને ડ્યુઅલ ડિસ્કમાં વેચે છે. એન્ટ્રી-લેવલ નિયોનની એક્સ-શો રૂમ દિલ્હીની કિંમત હવે વધીને 92,627 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 91,130 રૂપિયા હતી.
- એ જ રીતે, પલ્સર 150ના સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની કિંમત 98,086 રૂપિયાથી વધીને 99,584 રૂપિયા થઈ ગઈ છે અને ડ્યુઅલ ડિસ્ક ટ્રિમ વેરિઅન્ટની એક્સ-શો રૂમ દિલ્હીની કિંમત હવે 1,03,482 રૂપિયા છે, જે અગાઉ 1,01,984 રૂપિયામાં ઉપલબ્ધ હતી.
- પલ્સર 180Fની વાત કરીએ તો તેની એક્સ શો રૂમ દિલ્હીની કિંમત વધીને 1,13,018 રૂપિયા થઈ છે, જે અગાઉ રૂ. 1,11,520 હતી. તેમજ, પલ્સર 220F હવે 1,23,245 રૂપિયામાં ખરીદી શકાશે, અગાઉ આ મોડેલની એક્સ-શો રૂમ દિલ્હીની કિંમત 1,21,747 રૂપિયા હતી.
2. હસ્કવર્નાનાં બંને મોડેલ્સની કિંમતમાં 1,790 રૂપિયાનો વધારો કરાયો
- હસ્કવર્ના સ્વાર્ટપીલેન 250ની કિંમત રૂ. 1,790થી વધીને રૂ. 1,86,750 થયો છે. અગાઉ આ બાઇક 1,84,960 રૂપિયામાં ખરીદી શકાતું હતું.
- તેમજ, હસ્કવર્ના વિટપિલેન 250 પણ 1,790 રૂપિયાથી 1,86,750 રૂપિયા સુધી મોંઘી થઈ ગઈ છે. જો કે, બંને બાઇકમાં વિઝ્યુઅલી અથવા મિકેનિકલી કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.
- હસ્કવર્નાના આ બંને મોડેલ્સમાં 249ccનું સિંગલ સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. તેની સાથે 6 સ્પીડ ટ્રાન્સમિશન સિસ્ટમ આપવામાં આવી છે. ફ્યુઅલ ઇન્જેક્ટેડ એન્જિન 30 હોર્સપાવર અને 24 એનએમ ટોર્ક જનરેટ કરે છે.
3. KTMની બાઇક્સ 8,517 રૂપિયા સુધી મોંઘી થઈ
- KTMએ 200 ડ્યુક, 250 ડ્યુક અને 390 ડ્યુક બાઇક મોડેલ ઉપરાંત RC 125 અને RC 390 બાઇકના ભાવમાં વધારો કર્યો છે.
- KTM 200 ડ્યુકની કિંમત 1,923 રૂપિયા મોંઘી થઇને હવે 1,78,960 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે મળશે. આ બાઇકની જૂની કિંમત 1,77,037 રૂપિયા હતી.
- KTM 250 ડ્યુકની કિંમત રૂ. 4,738 વધી છે. આ વધારા પછી, બાઇકની એક્સ શો રૂમ કિંમત હવે 2,14,210 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ રૂ. 2,09,472 હતી.
- KTM 390 ડ્યુક સૌથી વધારે 8,517 રૂપિયા મોંઘી થઈ છે. હવે તેને રૂ. 2,66,620ની એક્સ-શો રૂમ કિંમતે ખરીદી શકાશે, જ્યારે અગાઉ તેની કિંમત 2,58,103 રૂપિયા હતી.
- ભારતમાં KTM RC 125ની કિંમતમાં રૂ. 1,280નો વધારો થયો છે. હવે આ બાઇક 1,61,101 રૂપિયા એક્સ-શો રૂમ કિંમતે ખરીદી શકાય છે.
- તેમજ, KTM RC 390 બાઇકની એક્સ શો રૂમ દિલ્હીની કિંમત 3,537 રૂપિયા વધીને રૂ. 2,56,917 પર પહોંચી ગઈ છે. બાઇક્સમાં વિઝ્યુઅલી અથવા મિકેનિકલી કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.