ભાવવધારો:બજાજે CT 100 અને પ્લેટિના 100 બાઇકના ભાવ ₹4,000 સુધી વધાર્યા, KTM 250 એડવેન્ચર બાઇક 25,000 રૂપિયા સસ્તી થઈ

એક વર્ષ પહેલા

બજાજે તેની બે માઇલેજ બાઇક CT 100 અને પ્લેટિના 100ની કિંમત વધારી દીધી છે. હવે CT 100 KS માટે 3,904 અને પ્લેટિના 100 ES માટે 1,800 રૂપિયા વધુ ચૂકવવા પડશે. બીજીબાજુ, KTM 250 એડવેન્ચર 25,000 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. તેમજ, ડુકાટી મલ્ટિસ્ટ્રાડા V4નું બુકિંગ શરૂ થઈ ગયું છે. અહીં તમને આ ત્રણેય વ્હીકલ સંબંધિત વિગતો જણાવવામાં આવી છે. તો ચાલો બજાજથી શરૂ કરીએ…

બજાજની માઇલેજ બાઇક્સના ભાવ વધ્યા
બજાજ CT 100 KS ફેસલિફ્ટની કિંમત 3,904 રૂપિયા વધારવામાં આવી છે. એટલે કે હવે તેની નવી એક્સ-શો રૂમ કિંમત 52,960 રૂપિયા થઈ ગઈ છે. એ જ રીતે, પ્લેટિના 100 ES હવે 1,800 રૂપિયા વધુ મોંઘી બની ગઈ છે. એટલે કે હવે તેની KS અને પ્લેટિના 100 KSના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

બજાજની આ બંને બાઇક્સમાં 102ccનું સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. તે 7,500rpm પર 7.9hp પાવર અને 5,500rpm પર 8.34Nmનો ટોર્ક જનરેટ કરે છે. બાઇક 4 સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે.

KTM 250 એડવેન્ચર બાઇક સસ્તી થઈ

બજાજ ડીલરશીપ પર વેચાતી KTM 250 એડવેન્ચર સ્પોર્ટસ બાઇક 25,000 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. હવે બાઇકની નવી એક્સ શો રૂમ કિંમત 2,30,003 રૂપિયા થઈ ગઈ છે. જો કે, કંપની તરફથી આ લિમિટેડ પિરિયડ ઓફર છે, જે 31 ઓગસ્ટે સમાપ્ત થઈ જશે. બાઇકમાં 250ccનું એન્જિન આપવામાં આવ્યું છે. તેની એવરેજ 32.2 km/l છે.

ડુકાટી મલ્ટિસ્ટ્રાડા V4નું બુકિંગ શરૂ

ડુકાટી ઇન્ડિયાએ 2021 મલ્ટિસ્ટ્રાડા V4 બાઇક માટે બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો 1 લાખ રૂપિયાની ટોકન અમાઉન્ટ આપીને બાઇક બુક કરાવી શકે છે. બાઇકનું લિમિટેડ બુકિંગ કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે બાઇક લોન્ચ થયા પછી તેની ડિલિવરી શરૂ થશે. બાઇક બુક કરવા માટે ગ્રાહકો દિલ્હી-એનસીઆર, મુંબઇ, પુણે, અમદાવાદ, હૈદરાબાદ, બેંગલુરુ, કોચી, કોલકાતા અને ચેન્નઇમાં કંપનીના ડીલરોનો સંપર્ક કરી શકે છે.