તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાન્યુઆરી 2021 સેલ્સ:બજાજ ચેતકને પાછળ ધકેલી TVS iQubeએ બાજી મારી, ગત મહિને 211 યુનિટનું વેચાણ કર્યું

3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈલેક્ટ્રિક સ્કૂટર TVS iQube અને બજાજ ચેતકની પ્રતિસ્પર્ધા વધુ ઝડપી બની રહી છે. ગત વર્ષે TVS iQubeના કુલ 290 યુનિટનું વેચાણ થયું જ્યારે ચેતકના 1337 યુનિટ વેચાયા. જોકે આ મહિને સ્થિતિ ઘણી અલગ જોવા મળી રહી છે. ગત મહિનાને TVS iQubeએ બાજી મારી છે.

ગત વર્ષે જાન્યુઆરીમાં એક પણ TVS iQubeનું વેચાણ નહોતું થયું

  • ગત મહિને TVS iQubeના કુલ 211 યુનિટનું વેચાણ થયું. જોકે જાન્યુઆરી 2020માં તેનાં એક પણ યુનિટનું વેચાણ થયું નહોતું. તેથી યર ઓન યર ગ્રોથનો આંકડો નથી. તો ડિસેમ્બર 2020માં તેના 58 યુનિટનું વેચાણ થયું હતું. અર્થાત વેચાણમાં તેની માસિક વૃદ્ધિ 263.79% થઈ.
  • બજાજ ચેતક EV સ્કૂટરના જાન્યુઆરી 2021માં 30 યુનિટ વેચાયા. તેની વાર્ષિક વૃદ્ધિ 42.86% થઈ. જાન્યુઆરી 2020માં તેના 20 યુનિટનું વેચાણ થયું હતું તો ડિસેમ્બર 2020માં તેની સંખ્યા 3 હતી. અર્થાત ચેતકની માસિક વૃદ્ધિમાં 900%નો વધારો થયો.
  • TVS iQubeનો સેલ ડિસેમ્બર 2020માં બજાજ ચેતક કરતાં વધુ હતો. ચેતકના ઓછા સેલનું કારણ સેમીકન્ડક્ટર્સની ઊણપ છે. તે ગ્લોબલી ચાલી રહી છે. બજાજે હાલ નવું બુકિંગ લેવાનું બંધ કર્યું છે. કારણ કે પહેલાંથી જ 1500થી વધારે પેન્ડિંગ ઓર્ડર છે.

ચેતકની બેઝિક કિંમત 1 લાખ રૂપિયા
બજાજ ચેતક EVમાં રેટ્રો ઈન્સ્પાયર્ડ છે, જે લુક વાઈઝ આકર્ષક છે. તેમાં 3 kWhની બેટરી છે, જેને 4.08 kW ઈલેક્ટ્રિક મોટર સાથે અટેચ કરવામાં આવી છે. સિંગલ ચાર્જમાં સ્કૂટર 95 કિલોમીટરની રેન્જ આપે છે. બેટરી ફુલ ચાર્જ કરવા પર આશરે 5 કલાકનો સમય લાગે છે. ચેતકના 2 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. અર્બન વેરિઅન્ટની કિંમત 1.15 લાખ રૂપિયા છે.

1.15 લાખ રૂપિયા TVS iQubeની કિંમત
TVS iQubeમાં એક ફ્યુચિરિસ્ટિક ડિઝાઈન મળે છે. તેમાં 2.25 kWhની બેટરી છે, જેને 4.4 kW ઈલેક્ટ્રિક મોટર સાથે કનેક્ટ કરવામાં આવી છે. સિંગલ ચાર્જમાં સ્કૂટર મેક્સિમમ 75ની રેન્જ આપે છે. બેટરી ફુલ ચાર્જ થવામાં તે 5 કલાકનો સમય લગાડે છે. TVSના આ ઈલેક્ટ્રિક સ્કૂટરનું માત્ર સિંગલ વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત 1.15 લાખ રૂપિયા છે. (તમામ કિંમતો એક્સ શૉ રૂમ છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો