તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓટો ડેસ્ક. બજાજ ઓટોએ મંગળવારે ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી દીધું છે. છેલ્લા ઘણા સમયથી બજાજ ઈલેક્ટ્રિક સ્કૂટરની રાહ જોવાતી હતી. તેની શરૂઆતી કિંમત 1 લાખ રૂપિયા છે. આ સ્કૂટર બે વેરિઅન્ટમાં (અર્બન અને પ્રીમિયમ)માં ઉપલબ્ધ છે. ઉપરાંત તે 6 કલર ઓપ્શનમાં આવશે. બજાજ ચેતક ઈલેક્ટ્રિક એક વખત ફૂલ ચાર્જ થવા પર 95 કિલોમીટર કરતા વધારે રેન્જ આપે છે. ચેતકને બજાજની ઈલેક્ટ્રિક બ્રાન્ડ Urbanite હેઠળ રજૂ કરવામાં આવ્યું છે. રેટ્રોલુકવાળુ આ સ્કૂટર પ્રીમિયમ દેખાય છે. કંપની તેનું પ્રોડક્શન મહારાષ્ટ્રના ચાકન પ્લાંટમાં કરી રહી છે. તેનું બુકિંગ 15 જાન્યુઆરી એટલે કે બુધવારથી શરૂ થશે. 2 હજાર રૂપિયા આપીને સ્કૂટર બુક કરી શકાશે. તેને કંપનીની વેબસાઈટ www.chetak.com પરથી બુક કરાવી શકાય છે.
બજાજ ચેતક ઈલેક્ટ્રોનિક રેટ્રો સ્ટાઈલિંગવાળુ સ્કૂટર છે. તેનો લુક એકદમ સ્લીક અને સ્ટાઇલિશ છે. તેને બનાવવામાં સોલિડ સ્ટીલ ફ્રેમ અને હાર્ડ શીટ મેટલ બોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્કૂટરમાં LED હેડલાઈટ, LED ડેટાઈમ રનિંહ લાઈટ અને ફૂલ HD ઈન્સ્ટ્રૂમેન્ટ પેનલ આપવામાં આવી છે. સ્કૂટરની બંને બાજુ 12 ઈંચના અલયો વ્હીલ છે. આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં રિવર્સ ગિયરનો ઓપ્શન પણ મળશે.
બજાજ ચેતકની ઈલેક્ટ્રિક મોટર 5.36 bhp પીક પાવર અને 16 Nm ટોર્ક જનરેટ કરે છે. ચેતક ઈલેક્ટ્રિકમાં 3kWh લિથિયમ આયન બેટરી પેક આપવામાં આવી છે. તેની બેટરી સ્વેપ નહીં કરી શકાય, પરંતુ તેને ઘરના સ્ટાન્ડર્ડ 15A પાવર સોકેટથી ચાર્જ કરી શકાય છે. આ સ્કૂટરને 1 કાલકમાં 25 ટકા અને 5 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. કંપનીનો દાવો છે કે, ફૂલ ચાર્જ પર ચેતક ઈલેક્ટ્રોનિક 95 કિલોમીટક કરતા વધુ રેન્જ આપશે. બજાજ ઓટો આ સ્કૂટરની સાથે ગ્રાહકોને ચાર્જર પણ આપશે, જે ટેકનિશિયન દ્વારા ઈન્સ્ટોલ કરવામાં આવશે.
વોરંટી અને આફ્ટર સેલ સર્વિસ
બજાજની પાસે ચેતક ઈલેક્ટ્રોનિક સ્કૂટર માટે સર્વિસ સેન્ટર અને સ્કૂટર માટે વિશેષ ટેકનિશિયન હશે. સ્કૂટર પર 3 વર્ષ અથવા 50 હજાર કિલોમીટરની વોંરટી મળશે. બજાજ આ સ્કૂટર પર 3 ફ્રી સર્વિસ આપશે. બજાજનું આ ઈલેક્ટ્રિક સ્કૂટકર શરૂઆતમાં પુણે અને ત્યારબાદ બેંગ્લુરુમાં ઉપલબ્ધ હશે. ત્યારબાદ 2020ના અંત સુધી આ સ્કૂટકરને દેશના અન્ય શહેરોમાં મળશે.
રેન્જ
બજાજ ચેતકમાં બે રાઈડિંગ મોડ (ઈકો અને સ્પોર્ટ) આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે, ફૂલ ચાર્જ પર ચેતક ઈલેક્ટ્રિક ઈકો મોડમાં 95 કિલોમીટર કરતા વધારે, સ્પોર્ટ મોડમાં 85 કિલોમીટક કરતા વધારે રેન્જ આપશે.
બંને વેરિઅન્ટની કિંમત
ડ્રમ બ્રેકવાળા અર્બન વેરિઅન્ટની કિંમત 1 લાખ રૂપિયા અને ડિસ્ક બ્રેકવાળા પ્રીમિય વેરિઅન્ટની કિંમત 1.15 લાખ રૂપિયા છે. અર્બન વેરિઅન્ટમાં ગ્લોસી ફિનિસની સાથે સોલિડ કલર અને પ્રીમિયમ વેરિઅન્ટમાં કેટલાક કોસ્મેટિક ફેરફારની સાથે મેટાલિક પેન્ટ આપવામાં આવ્યો છે.
Sponsored By
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.