ભાવવધારો / બજાજની સૌથી સસ્તી બાઇક પલ્સર 125 Neon મોંઘી થઈ, ₹5,000થી લઇને ₹6,500નો ભાવવધારો ઝીંકાયો

Bajaj cheapest bike Pulsar 125 Neon gets expensive, price hikes from ₹ 5,000 to ₹ 6,500

Divyabhaskar.com

Feb 13, 2020, 10:36 AM IST

ઓટો ડેસ્કઃ બજાજ ઓટોએ ગયા વર્ષે મંદીના કારણે થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને તેની સૌથી લોકપ્રિય બાઇક પલ્સર રેન્જમાં સૌથી સસ્તું વેરિઅન્ટ 125 નિયોન સામેલ કર્યું હતું. એ સમયે કંપનીએ બાઇકને BS-4 એન્જિન સાથે લોન્ચ કરી હતી. હવે કંપની તેનાં એન્જિનને BS-6માં અપગ્રેડ કરીને માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. પરંતુ લોન્ચિંગ પહેલાં આ બાઇકની કિંમત જાહેર થઈ ગઈ છે.

કંપની આ બાઇકને બે વેરિઅન્ટમાં રજૂ કરવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, કંપનીની સૌથી સસ્તી બાઇક પલ્સર 125 નિયોન (ડ્રમ બ્રેક વેરિઅન્ટ)ની કિંમત 68,762 રૂપિયા રાખવામાં આવી છે. તેમજ, તેનાં ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કિંમત 73,088 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે જૂનાં મોડેલ BS-4ની સરખામણીએ 5,000 રૂપિયાથી લઇને 6,500 રૂપિયા સુધી વધી છે.

બજાજે તેની સૌથી સસ્તી પલ્સર બાઇકમાં કાર્બ્યુરેટને બદલે ફ્યુલ ઇન્જેક્શન ટેક્નિકનો પ્રયોગ કર્યો છે, જે બાઇકની એવરેજ અને પર્ફોર્મન્સ બંને પર પોઝિટિવ ઇમ્પેક્ટ પાડે છે. આ ઉપરાંત, કંપનીએ આ બાઇકમાં નવા એક્ઝોસ્ટનો પણ ઉપયોગ કર્યો છે. એન્જિન અપડેટ સિવાય કંપનીએ આ બાઇકમાં અન્ય કોઈ ફેરફાર કર્યો નથી.

પલ્સર 125 નિયોનમાં કંપનીએ 124.38ccની કેપેસિટીવાળા સિંગલ સિલ્ન્ડરયુક્ત એર કૂલ્ડ એન્જિનનો પ્રયોગ કર્યો છે, જે 12hp પાવર જનરેટ કરે છે. જો કે, BS-6 એન્જિનમાં ફ્યુલ ઇન્જેક્શન ટેક્નિક પછી કેટલો પાવર મળશે તે વિશે કોઈ જાણકારી નથી મળી. આ બાઇકના લોન્ચ સમયે જ જાહેર થશે.

X
Bajaj cheapest bike Pulsar 125 Neon gets expensive, price hikes from ₹ 5,000 to ₹ 6,500

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી