જૂનમાં ગાડીઓનું વેચાણ વધ્યું:મારુતિમાં 217% અને બજાજ ઓટોમાં 24%ની વૃદ્ધિ જોવા મળી, એસ્કોર્ટ્સે મેની તુલનામાં 1682 વધુ ટ્રેક્ટર વેચ્યા

7 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઓટોમોબાઈલ કંપનીઓએ જૂન 2021માં ગાડીઓના વેચાણના આંકડા જાહેર કરી દીધા છે. આ વખતે આંકડા અપેક્ષા કરતાં સારા સામે આવ્યા છે. દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ જૂનમાં વાર્ષિક ધોરણે 217%ના ગ્રોથની સાથે 1,47,368 ગાડીઓનું વેચાણ કર્યું. તેમજ બજાજ ઓટો સેલ્સમાં વાર્ષિક 24%નો ગ્રોથ જોવા મળ્યો. કંપનીએ જૂનમાં કુલ 3,46,136 યુનિટ્સનું વેચાણ કર્યું. તેમજ એસ્કોર્ટ્સે ગત મહિને 12,533 યુનિટનું વેચાણ કર્યું હતું. કોવિડ-19 મહામારીની બીજી લહેરના કારણે મે મહિનામાં મોટાભાગની કંપનીઓના ઓટો સેલ્સના આંકડા નિરાશાજનક રહ્યા હતા. એક નજર તમામ કંપનીઓના ઓટો સેલ્સના આંકડા પર.

મારુતિમાં 217%નો ગ્રોથ જોવા મળ્યો

 • જૂનમાં મારુતિની કારની ડિમાન્ડ સાતમા આસમાને હતી. કંપનીએ માસિક ધોરણે 217%ના ગ્રોથની સાથે 1,47,368 યુનિટનું વેચાણ કર્યું. મે મહિનામાં કંપનીએ માત્ર 46,555 યુનિટનું વેચાણ કર્યું હતું. મારુતિના કોમ્પેક્ટ વ્હીકલ અને યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં તેજી જોવા મળી.
 • કંપનીએ જૂનમાં 17,237 યુનિટનું વેચાણ કર્યું, જે મે મહિનામાં 11,262 યુનિટ હતું. આવી જ રીતે, તેને મિની અને કોમ્પેક્ટ વ્હીકલ સેગમેન્ટમાં ચાર ગણા ગ્રોથની સાથે 97,359 યુનિટનું વેચાણ કર્યું. યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં તેને 25,484 યુનિટનું વેચાણ કર્યું હતું, જે મે મહિનામાં 6,355 યુનિટ હતું.
 • કંપનીએ જૂન 2021માં અલ્ટો અને S-Pressoના 17,439 યુનિટનું વેચાણ કર્યું. ગત વર્ષે જૂનમાં તેને આ બંને કારના 10,458 યુનિટનું વેચાણ કર્યું હતું. એવી જ રીતે ગત મહિને કંપનીએવેગનઆર, સ્વિફ્ટ, સેલેરિયો, ઈગ્નિસ, બલેનો, ડિઝાયર અને ટૂર એસના 68,849 યુનિટનું વેચાણ કર્યું. ગત વર્ષે જૂનમાં તેને આ તમામ ગાડીઓના 26,696 યુનિટનું વેચાણ કર્યું હતું.

હ્યુન્ડાઈમાં 77%નો ગ્રોથ જોવા મળ્યો

 • ગત મહિને હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડે 77%ના મંથલી ગ્રોથની સાથે 54,474 યુનિટનું વેચાણ કર્યું હતું. કંપનીએ મે મહિનામાં 30,703 યુનિટનું વેચાણ કર્યું હતું. કંપનીએ પોતાની ડીલરશિપ માટે ડોમેસ્ટિક ડિસ્પેચ ગત મહિને 40,496 યુનિટ્સ કરી હતી, જ્યારે મે મહિનામાં આ આંકડો 25,001 યુનિટ્સનો હતો. જૂનમાં એક્સપોર્ટ વધીને 13,978 યુનિટ થઈ ગયું, જે મેમાં 5,702 યુનિટ હતું.

ટાટા મોટર્સના સેલ્સમાં 59%નો વધારો

 • ગત મહિને ટાટા મોટર્સે માસિક ધોરણે 59% ગ્રોથની સાથે કુલ 24,110 ગાડીઓનું વેચાણ કર્યું. તેના પેસેન્જર્સ વ્હીકલ સેગમેન્ટમાં મેની તુલનામાં 59%નો ગ્રોથ રહ્યો. કંપનીનું ઓવરઓલ ડોમેસ્ટિક સેલ્સ 78%ના ગ્રોથની સાથે 43,704 યુનિટ્સ રહ્યું. તેમજ ઓવરઓવલ કમર્શિયલ વ્હીકલ સેલ્સ વધીને 22,100 યુનિટ થયું. તેને મે મહિનામાં 11,401 યુનિટ વેચ્યા હતા.

બજાજ ઓટોમાં 24%નો ગ્રોથ જોવા મળ્યો

 • બજાજ ઓટોએ જૂનમાં 24%ના ગ્રોથની સાથે 3,46,136 યુનિટ વેચ્યા. કંપનીએ ગત વર્ષે જૂનમાં 2,78,097 યુનિટ વેચ્યા હતા. એટલે કે કંપનીએ ગત મહિને 68,039 વધુ યુનિટ વેચ્યા હતા. ગત મહિને કંપનીનું ઘરેલુ વેચાણ 1,61,836 યુનિટ રહ્યું હતું, જ્યારે ગત વર્ષે તેને 1,51,189 યુનિટનું વેચાણ કર્યું હતું. એટલે કે ઘરેલુ વેચાણમાં 7%નો ગ્રોથ જોવા મળ્યો.
 • કંપનીએ જૂનમાં 22 ટકાના ગ્રોથની સાથે મોટરસાયકલના 3,10,578 યુનિટ વેચ્યા, જે ગત વર્ષે આ જ સમયગાળા કરતાં 55,456 યુનિટ વધારે છે. ગત વર્ષે જૂનમાં કંપનીએ મોટરસાયકલના 2,55,122 યુનિટ વેચ્યા હતા.
 • તેમજ કમર્શિયલ વ્હીકલનું વેચાણ 55 ટકાના ગ્રોથની સાથે 35,558 યુનિટ રહ્યું, જે ગત વર્ષે આ જ મહિનામાં 22,975 યુનિટ હતું. જૂનમાં નિકાસ 45 ટકા વધીને 1,84,300 યુનિટ થઈ ગઈ, જે ગત વર્ષે આ જ મહિનામાં 1,26,908 યુનિટ હતી.

એસ્કોર્ટ્સ ટ્રેક્ટરના 1682 યુનિટ વધારે વેચાયા

 • જૂનમાં એસ્કોર્ટ્સ ટ્રેક્ટરે કુલ 12,533 યુનિટનું વેચાણ કર્યું. ગત વર્ષે આ જ સમાન મહિનામાં કંપનીએ 10,851 ટ્રેક્ટર વેચ્યા હતા. એટલે કે તેને 1682 યુનિટ વધારે વેચ્યા. એસ્કોર્ટ્સે BSE ફાઈલિંગમાં જણાવ્યું કે, ઘરેલુ ટ્રેક્ટરનું વેચાણ ગત વર્ષે જૂનમાં 10,623 યુનિટની તુલનામાં 11,956 યુનિટ રહ્યું.
 • એસ્કોર્ટ્સ એગ્રી મશીનરીની નિકાસ ગયા વર્ષે જૂનમાં વેચાયેલા 228 ટ્રેક્ટર યુનિટની સરખામણીએ વધીને 577 યુનિટ થઈ છે. કંપનીએ જણાવ્યું કે, આવનાર મહિનામાં કમર્શિયલ એક્ટિવિટીમાં તેજી જોવા મળી શકે છે.

MG મોટર્સના સેલ્સમાં 3 ગણો વધારો

 • જૂનમાં MG મોટર્સને ગ્રાહકોનો સારો રિસ્પોન્સ મળ્યો, જેના કારણે તેના વેચાણમાં 3 ગણો વધારો થયો. કંપનીએ 3,558 યુનિટનું વેચાણ કર્યું. જ્યારે ગત મહિને તેને 1,016 યુનિટ વેચ્યા હતા.
 • MG મોટર ઈન્ડિયાના ડાયરેક્ટર (સેલ્સ), રાકેશ સિદાનાના જણાવ્યા અનુસાર, અમને જૂનમાં સકારાત્મક સંકેતો જોવા મળ્યા હતા, જે મહામારીને કારણે અટકી ગયા હતા. તહેવારની સિઝન દરમિયાન માગ વધે તેવી અપેક્ષા છે. સંભવિત ત્રીજી લહેરના જોખમ સિવાય, સેમિકન્ડક્ટર ચીપ્સની વૈશ્વિક તંગીના કારણે જુલાઈ-ઓગસ્ટમાં કંપનીના ઉત્પાદન સ્તરને અસર થશે.

કારનું વેચાણ વધવાના 3 મુખ્ય કારણ

 • મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખુલ્યાઃ કોવિડ 19 મહામારીને કારણે આ વર્ષે સતત કાર કંપનીઓના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ રહ્યા હતા. ઘણી કંપનીઓએ પોતાના પ્લાન્ટને બંધ કરીને ત્યાં બનતા ઓક્સિજનનો સપ્લાય હોસ્પિટલમાં કર્યો હતો. જો કે, મેના અંતમાં અને જૂનના શરૂઆતના સપ્તાહમાં સ્થિતિ સામાન્ય થવા લાગી. ત્યારબાદ પ્લાન્ટને પ્લાનિંગની સાથે ખોલવામાં આવ્યા.
 • સપ્લાય ચેન શરૂ થઈઃ મે મહિનામાં કારનું વેચાણ ઘટવાનું મોટું કારણ સપ્લાય ચેન તૂટવાનું પણ હતું. પ્રોડક્શનમાં ઉપયોગ થતા કાચા માલની સાથે તેને સપ્લાય કરતી ચેન તૂટી ગઈ હતી. જો કે, જૂનમાં સપ્લાય ચેન ફરી શરૂ થતા કારની ડિમાન્ડ વધી ગઈ.
 • તબક્કાવાર રીતે લોકડાઉન ખોલ્યું: કોવિડના વધતા કેસોને ધ્યાનમાં રાખતા એપ્રિલથી જ ઘણા રાજ્યોએ લોકડાઉન લાગુ કરી દીધું હતું. જો કે, વેક્સિનેશન ઝડપથી થવાથી કોવિડના કેસ ઘટી ગયા. જેના કારણે જૂનમાં તબક્કાવાર રીતે લોકડાઉન ખોલવામાં આવ્યું. આવી સ્થિતિમાં કારની ડિમાન્ડમાં તેજી જોવા મળી.